________________
મૂલ-૧૬૪ થી ૧૮૧
માટે કરેલ ન કો. બાકી દર્શન અને જ્ઞાનની ચૌભંગી મુજબ જાણવું. —— દર્શન અને અભિગ્રહની ચૌભંગી – (૧) દર્શનથી સાધર્મિક પણ અભિગ્રહથી નહીં. (૨) દર્શનથી સાધર્મિક નહીં પણ અભિગ્રહથી સાધર્મિક હોય ઈત્યાદિ ચાર. તેમાં પ્રથમ બે ભંગ કહે છે –
94
[૧૭૭ પહેલાં ભંગમાં સમાન દર્શન પણ જુદા જુદા અભિગ્રહવાળા શ્રાવક અને સાધુઓ લીધા. તેમાં શ્રાવક માટે કરેલ કલ્પે. સાધુ માટે કરેલું ન કલ્પે. (૨) બીજા ભંગમાં ફક્ત સાધુ અને શ્રાવક જે અસમાન દર્શનવાળા પણ સમાન અભિગ્રહવાળા લેવા. ઉપલક્ષણથી સમાન અભિગ્રહવાળા નિહવો પણ લેવા. અહીં શ્રાવક અને નિર્હાવ માટે કરેલ કલ્પે, સાધુ માટે કરેલ ન કો.
હવે દર્શન અને ભાવનાની ચૌભંગી – (૧) દર્શનથી સાધર્મિક પણ ભાવનાથી
નહીં ઈત્યાદિ. તેમાં પહેલાં બે ભંગના ઉદાહરણને અતિદેશથી કહે છે – દર્શન અને
અભિગ્રહની માફક જ અહીં બધું કહેવું. જેમકે – અસમાન ભાવનાવાળા અને સમાન દર્શનવાળા શ્રાવક અને સાધુ જાણવા.
હવે જ્ઞાનની ચાસ્ત્રિાદિ સાથેની ત્રણ ચઉભંગી કહે છે.
જેમ દર્શનની ચઉભંગી કહી, તેમ જ્ઞાનની સાથે ચાસ્ત્રિાદિ પદોને આશ્રીને ત્રણ ચઉભંગી જાણવી. જેમકે જ્ઞાન અને ચારિત્રની પહેલી ચઉભંગી - જ્ઞાનથી સાધર્મિક હોય પણ ચાત્રિથી ન હોય ઈત્યાદિ ચાર. તેમાં સમાન જ્ઞાનવાળા શ્રાવકો તથા અસમાન ચાસ્ત્રિવાળા અને સમાન જ્ઞાનવાળા સાધુઓ જાણવા. અહીં શ્રાવકને માટે કરેલ કલ્પ, સાધુ માટે કરેલ ન કો. (૨) ચાસ્ત્રિથી સાધર્મિક અને જ્ઞાનથી ન હોય, તેમાં ભિન્ન જ્ઞાનવાળા અને અભિન્ન ચાસ્ત્રિવાળા સાધુઓ જાણવા. તેઓ માટે કરેલું ન કો.
હવે જ્ઞાન અને અભિગ્રહવાળી ચઉભંગી - જ્ઞાનથી સાધર્મિક પણ અભિગ્રહથી નહીં ઈત્યાદિ ચાર. તેમાં ભંગ-૧-માં સમાન જ્ઞાનવાળા ૫ણ અસમાન ભાવવાળા સાધુ અને શ્રાવક કહેવા. (૨) અસમાન જ્ઞાનવાળા અને સમાન ભાવનાવાળા સાધુ અને શ્રાવક તથા સમાન ભાવવાળા નિહવો જાણવા. કણ્યાકલ્પની ભાવના પૂર્વવત્ છે. હવે ચાસ્ત્રિની સાથે બે ચૌભંગી – બે ચઉભંગી થાય, તે આ – (૧) ચાત્રિ અને અભિગ્રહની - જેમાં ચાસ્ત્રિથી સાધર્મિક હોય, અભિગ્રહથી ન હોય. ઈત્યાદિ ચાર. તેમાં પહેલા બે ભંગ કહે છે –
[૧૭૮] ચાસ્ત્રિથી સાધર્મિક પણ અભિગ્રહથી નહીં એ પહેલો ભંગ છે. તેમાં સમાન ચાસ્ત્રિવાળા અને અસમાન અભિગ્રહવાળા સાધુ જાણવા. તેઓ માટે કરેલ ન કો. (૨) અભિગ્રહથી સાધર્મિક પણ ચાસ્ત્રિથી નહીં તેમાં અસમાન ચારિત્રિ સાધુ
અને સમાન અભિગ્રહવાળા નિહવો અને શ્રાવકો જાણવા. શ્રાવક અને નિર્હાવ માટે કરેલું કો, સાધુ માટેનું ન કહ્યું.
હવે ચાત્રિ અને ભાવનાની ચઉભંગી. જેમાં કહે છે કે જે પ્રમાણે ચાત્રિની
૩૬
પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ
સાથે અભિગ્રહમાં કહ્યું, તેમજ ભાવના વિશે પણ કહેવું. [અમે તેનો વિસ્તાર કરતાં નથી. વૃત્તિકારે કરેલ છે.
હવે અભિગ્રહ અને ભાવનાની એક ચઉભંગી કહે છે – (૧) અભિગ્રહથી સાધર્મિક પણ ભાવનાથી નહીં. (૨) ભાવનાથી સાધર્મિક પણ અભિગ્રહથી નહીં. (૩) બંનેથી સાધર્મિક. (૪) બંનેથી સાધર્મિક નહીં. તેમાં પહેલાં બે ભંગનું ઉદાહરણ આપતા કહે છે –
[૧૭૯] -૧- અભિગ્રહથી સાધર્મિક પણ ભાવનાથી ન હોય. આમાં સમાન અભિગ્રહવાળા પણ અસમાન ભાવનાવાળા જાણવા. -૨- સમાન ભાવનાવાળા પણ અસમાન અભિગ્રહવાળા જાણવા. -૩- અભિગ્રહ અને ભાવના બંનેથી સાધર્મિક
હોય, તે સમાન ભાવના અને અભિગ્રહવાળા સાધુ, શ્રાવક, નિહવ જાણવા. -૪અભિગ્રહથી સાધર્મિક નહીં, ભાવનાથી, પણ સાધર્મિક નહીં. - ૪ - ચારેમાં શ્રાવક અને નિહવ માટે કરેલું કથે સાધુ માટે કરેલ ન કો. ––
હવે કેવલી અને તીર્થંકરનું કલ્યાણ્ય –
કેવલજ્ઞાની સામાન્ય સાધુ માટે કરેલ કહેતાં શેષ સાધુ પણ લેવા. તીર્થંકર માટે કહેવાથી પ્રત્યેકબુદ્ધ પણ લેવા. તેથી શેષ સાધુ માટે કરેલું ન પે, પણ તીર્થંકર અને પ્રત્યેકબુદ્ધ માટે કરેલું કરે.
જેમને આશ્રીને પૂર્વોક્ત ૨૧-ભંગો સંભવે છે, તે કહે છે –
[૧૮૦] પ્રત્યેકબુદ્ધોને, નિહવોને, શ્રાવકોને, તીર્થંકરોને, શેષ સાધુઓને આશ્રીને તથા ક્ષાયિક-ક્ષાયોપશમિક - ઔપશમિક સમ્યકત્વને તથા વિવિધ જ્ઞાનો, ચાસ્ત્રિો, અભિગ્રહો અને ભાવનાઓને આશ્રીને ભંગોને જોડવા જોઈએ. તેમાં પ્રવચન અને લિંગની પહેલી ચઉભંગીને આશ્રીને વિશેષથી કલ્યાકલ્પ વિધિને કહે છે –
[૧૮૧] ‘પ્રવચનથી અને લિંગથી બંનેમાં સાધર્મિક હોય' તેને વિશે ન કલ્પ. કેમકે પ્રત્યેકબુદ્ધ અને તીર્થંકર સિવાયના પ્રવચનથી અને લિંગથી બંને સાધર્મિક સાધુઓ છે. તેથી તેમને માટે કરેલું ન કહ્યું. ૧૧-મી પ્રતિમા વાહક શ્રાવક ત્રીજા ભંગમાં આવે છે, તો પણ તેને માટે કરેલું કલ્પે છે. બાકીના ત્રણ ભંગને વિશે ભજના
જાણવી. હવે ચારે ભંગ માટે સામાન્યકથન –
તીર્થંકર કેવલી માટે કરેલ કલ્પે. જેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય એવા જ તીર્થંકર પ્રાયઃ સર્વત્ર જગમાં પ્રસિદ્ધ છે. પણ પ્રસિદ્ધ તીર્થંકર માટે કરેલું ન કો એમ જણાવવા કેવલી શબ્દ લીધો. છાસ્થાવસ્થામાં પણ તીર્થંકરપણે પ્રસિદ્ધ થયા હોય તો તેમના નિમિત્તે કરેલું કલ્પે છે. તીર્થંકરના ઉપલક્ષણથી અહીં પ્રત્યેકબુદ્ધ પણ લેવા. તેથી તેમને માટે કરેલું કરે પણ બાકીના સાધુ માટે કરેલું ન કલ્પે. બાકીના ત્રણમાં ભજના કહી છે.
એ પ્રમાણે કલ્યાકલ્પનો વિધિ કહ્યો. [અમે અનુવાદમાં તે અતિ સંક્ષેપમાં રજૂ કર્યો છે.] ‘જણ વાવિ’ પદનું વ્યાખ્યાન કર્યુ. હવે ‘f, વાવ' પદનું વ્યાખ્યાન