________________
મૂલ-૧૨૪ થી ૧૨૭
૬૧
થતાં જાણ કે શું ભગ્ન ન થયું? શાસ્ત્રમાં કહ્યા મુજબ ન કરનારાથી વધુ બીજો કોણ મિથ્યાર્દષ્ટિ હોય ? માટે ચાસ્ત્રિ વિઘાતે જ્ઞાનાદિવિઘાત છે.
ન
વ્યવહાર નયના મતે ચાસ્ત્રિ હણાવા છતાં જ્ઞાન, દર્શનની ભજના જાણવી. કોઈમાં તે બંને હોય, કોઈમાં ન હોય. વ્યવહાર નયના મતે સમ્યક્ દૃષ્ટિપણું હોવાથી જ્ઞાન-દર્શન છે. નિશ્ચય નયના મતે તો ન જ હોય. તેથી બીજાના પ્રાણના વિનાશમાં આસક્ત સાધુ મૂળથી જ આત્મઘ્ન છે. આધાકર્મ ભોજી સાધુને અનુમોદના દ્વારથી તે અવશ્ય સંભવે છે. માટે તેને આત્મઘ્ન કહ્યા.
હવે આત્મકર્મ કહે છે. તે નામાદિ ચાર ભેદે છે. તેમાં તદ્ વ્યતિક્તિ દ્રવ્ય આત્મકર્મ કહે છે. બાકી પૂર્વેના ભેદો આધાકર્મવત્ જાણવા.
• મૂલ-૧૨૮ થી ૧૩૩ :
[૧૨૮] જે પુરુષ જે ધનને પોતાનું માન છે, તેને તે ધન દ્રવ્યાત્મકર્મ કહેવાય છે. નોઆગમથી ભાવઆત્મકર્મ - અશુભ પરિણામવાળો બીજાના કર્મને પોતાનું કરે તે ભાવ આત્મકર્મ કહેવાય. [૧૨] આધાકર્મ અને સંક્લિષ્ટ પરિણામવાળો સાધુ પાકને પણ ગ્રહણ કરવા છતાં કર્મ વડે બંધાય છે તેથી તેને તું [ભાવ] આત્મકર્મ જાણ. એટલે તેને ગ્રહણ કરી જે સાધુ ભોજન કરે છે તે પરકર્મને આત્મકર્મ કરે છે. [૧૩૦] [શંકા પરક્રિયા અન્યને વિશે કેમ પ્રાપ્ત થાય ? [૧૩૧] કેટલાંક ફૂટપાશના દૃષ્ટાંત વડે પરપ્રયોગમાં પણ બંધ કહે છે, પ્રમાદી અને અચતુર એવો મૃગ ફૂટમાં બંધાય છે. [૧૩૨] એ પ્રમાણે અશુભ ભાવનાવાળો સાધુ ભાકૂટમાં બંધાય છે. તેથી પ્રયત્નપૂર્વક અશુભ ભાવ વવો. [૧૩૩] આધાકર્મ ભલે પોતે ન કરતો હોય તો પણ જાણવા છતાં તેને ગ્રહણ કરનાર તેના પ્રસંગને વધારે છે અને ગ્રહણ ન કરનાર તેના પરસંગને નિવારે છે. • વિવેચન-૧૨૮ થી ૧૩૩ :
[૧૨૮] જે પુરુષ ધનને આ મારું છે એમ અંગીકાર કરે છે, તે પુરુષને તે ધન તદ્બતિરિક્ત દ્રવ્ય વિષયક આત્મકર્મ થાય. પોતાના સંબંધપણાથી જે કરવું તે આત્મકર્મ. —– હવે ભાવ આત્મકર્મ કહે છે તે આગમથી અને નોઆગમથી.
નોઆગમથી ભાવકર્મ કહે છે – આધાકર્મ ગ્રહણ કરવારૂપ અશુભ ભાવથી પરિણામ પામેલો પુરુષ, બીજાનું - રાંધનાર આદિ સંબંધી, જે પચન-પાચનથી થયેલ જ્ઞાનાવરણીયાદિ કર્મ, તેને પોતાનું કરે છે, તેને ભાવથી આત્મકર્મ કહેવાય. તેને જ વિશેષથી કહે છે
-
[૧૨૯] આધાકર્મ તો દૂર રહો, પણ સ્વરૂપે કરીને એષણીય એવા ભોજનાદિ હોય છતાં ક્લિષ્ટ પરિણામથી આધાકર્મગ્રહણના પરિણામવાળો થઈને ગ્રહણ કરતો, જેમકે – “હું અતિ વ્યાખ્યાન લબ્ધિવાળો છું'' ઈત્યાદિ વિચારી કહે કે – મારા ગુણોથી વશ આ સર્વ લોક રાંધી-રંધાવીને મને આ ઈષ્ટ ઓદનાદિ આપે છે. આવા ભાવવાળો સાધુ સાક્ષાત્ આરંભ કરનારની જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મથી બંધાય. તેને
૬૨
પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ
તું આત્મકર્મ જાણ. - X -
-
આને જ સ્પષ્ટપણે [૧૩૦] ગાથામાં કહે છે · જ્યારે સાધુ આધાકર્મ ગ્રહણ કરીને આરોગે છે, ત્યારે તે સાધુ પાચકાદિનું કર્મ, તેને આત્મ કર્મરૂપ કરે છે અર્થાત્ તે કર્મ પોતાનું પણ કરે છે.
ભાવાર્થને ન જાણતો કોઈ અન્ય પુરુષ અહીં શંકા કરે છે –
પર સંબંધી જ્ઞાનાવરણીય કર્મ આધાકર્મ ભોજી સાધુમાં કેવી રીતે સંક્રમે ? ન જ સંક્રમે. જો કદાચ બીજાનું કર્મ કોઈ બીજાને સંક્રમતું હોય તો ક્ષપકશ્રેણી ચડેલા, કૃપાળુ, સમગ્ર જગતના પ્રાણીના કર્મને ઉન્મૂલન કરવામાં સમર્થ એવા મહાત્મા બધાં
પ્રાણીના જ્ઞાનાવરણીયાદિ કર્મને પોતાનામાં સંક્રમાવીને ખપાવી દે. તે રીતે બધાંને
એક જ કાળે મુક્તિ થાય. પણ તેમ થતું નથી. તેથી પરકર્મનો સંક્રમ અન્યને વિશે ન જ થાય. - X - X - પ્રાણીનું જેનું જે કર્મ હોય તેણે જ તે વેદવા લાયક છે. તો તમે એમ કેમ કહી શકો કે “પકર્મને આત્મકર્મરૂપ કરે છે ?”
પૂર્વે કહેલા વાક્યનો પરમાર્થ ન જાણનાર કેટલાંક અન્યથા પણ વ્યાખ્યાન કરે છે. તેથી તેના મતને દૂર કરવા, ઉપન્યાસ કરે છે –
[૧૩૧] પ્રવચનના રહસ્યને ન જાણનારા કેટલાએક સ્વ સમુદાયના જ કૂટપાશના દૃષ્ટાંતને કહે છે – પર' - પાચક આદિ પુરુષે નિષ્પાદન કરેલા પણ ઓદનાદિને વિશે તેને ગ્રહણ કરનાર સાધુને બંધ થાય છે. જેમ શિકારીએ સ્થાપન કરેલા કૂટ-પાશમાં મૃગને જ બંધ થાય છે. પણ શિકારીને નહીં. તેમ અહીં સાધુને જ બંધ થાય છે, ગૃહસ્થને નહીં - તેથી પકર્મ - આધાકર્મ ભોજી સાધુ પોતાનું જ કરે છે, માટે પરકર્મને આત્મકર્મરૂપ કરે છે, એમ કહેવાય છે. તેમનો આ ઉત્તર અસત્ય છે. કેમકે સાક્ષાત્ આરંભ કરનાર હોવાથી પરને પણ નિશ્ચે કર્મબંધ સંભવે છે. જેમ મૃગને માત્ર પર પ્રયોગ થકી બંધ નથી, પોતાના પ્રમાદાદિ દોષથી ૫ણ બંધ છે, તેમ સાધુને પણ છે.
[૧૩૨] કેટલાંક સમ્યક્ પ્રકારે ગુરુચરણની સેવારહિતતાથી યથાર્થ તત્વને ન જાણનારા ઉપર મુજબ કહે છે, તેનો ઉત્તર ગુરુ ભગવંત આપે છે – “તેની તેની ઉત્પ્રેક્ષા કરનારા અને વૃદ્ધોની સેવા ન કરનારા પુરુષોની બુદ્ધિ પ્રાચીન આગમો વિના અતિ પ્રસન્ન થતી નથી.' તેથી કહે છે – પ્રમાદી અને અદક્ષ મૃગ બંધાય છે, અપ્રમાદી તો કૂટ-પાસ નીકટ જતો જ નથી. કદાચ જાય તો પણ દક્ષપણાથી ત્યાંથી ખસી જાય છે. તેથી તે માત્ર પરપ્રયોગથી નહીં પણ સ્વપ્રમાદ વશ પણ બંધાય છે. એ પ્રમાણે સંયમરૂપ ભાવના બંધન મરાટે કૂટ સમાન આધાકર્મ, તેને વિશે તે સાધુ જ્ઞાનાવરણ આદિ કર્મ વડે બંધાય છે કે જે આહાર લંપટતાથી આધાકર્મના ગ્રહણરૂપ અશુભ ભાવના પરિણામવાળો હોય, તે વિના બીજો બંધાતો નથી. રાંધનારે આધાકર્મ કર્યા છતાં જે સાધુ તેને ગ્રહણ કરતો નથી તે જ્ઞાનાવરણીય આદિ પાપકર્મ વડે બંધાતો નથી. જેમ મૃગમાં કહ્યું કે - ૪ - તેને માત્ર પરના પ્રયોગથી જ બંધ નથી,