________________
મૂલ-૧૦૦ થી ૧૦૫
ઈચ્છાનુસાર તેણે લાડુ ખાધા.
તે લાડુ તેને અનિદ્રાદિ કારણે પચ્યા નહીં. અજીર્ણના દોષથી તેનો ધો વાયુ અતિ અશુચિગંધવાળો નીકળ્યો. તે ગંધપુદ્ગલો તેની નાસિકામાં પ્રવેશ્યા. તેવી
શુચિ ગંધથી તે વિચારે છે કે – આ લાડુ ગોળ ઘી અને લોટ આદિના બનેલા છે. શુચિ દ્રવ્ય ઉત્પન્ન છે. પણ આ દેહ માતાનું લોહી અને પિતાના વીર્યરૂપ બે મળી ઉત્પન્ન થયેલ હોવાથી અશયિ છે, તેના સંબંધથી આ મોદક અશુચિ થયા છે. કપૂરાદિ સ્વાભાવિક સુગંધી પદાર્થો પણ દેહના સંબંધથી દુર્ગંધવાળા થઈ જાય છે. આ રીતે અશુચિરૂપ અનેક સેંકડો અપાયોથી વ્યાપ્ત એવા આ શરીરને માટે જે ગૃહવાસને પામીને નકાદિ કુગતિમાં પડનારા પાપકર્મો સેવે છે, તેઓ ચેતના સહિત છે તો પણ મોહમય નિદ્રા વડે તેમનું વિવેકરૂપી ચેતન હણાયેલ છે. તેમનું શાસ્ત્રાદિ જ્ઞાન પણ પરમાર્થથી શરીરનો પરિશ્રમ જ છે. અથવા પાપાનુબંધિતાથી અશુભને જ કરનારું છે. તે જ જ્ઞાન વિદ્વાનોને યથાવસ્થિત પદાર્થનું વિવેચન કરી હેચ અને ઉપાદેયમાં ઉપયોગી હોવાથી પ્રશસ્ત કહ્યું છે.
જે વિદ્વતા સમગ્ર જન્મના અભ્યાસની પ્રવૃત્તિથી મહામુશ્કેલીથી પરિપાક પામી હોય, તે પણ તથા પ્રકારના પાપકર્મોદયથી એકાંત અશુચિ એવા સ્ત્રીઓના મુખ, જઘન, સ્તનાદિના વર્ણન કરનારી હોય તો તે વિદ્વતા આ ભવમાં શરીરસ્પરિશ્રમરૂપ ફળ અને પરભવમાં કુગતિનું કારણ બને છે.
હું તેમને નમસ્કાર કરું છું જે તત્વજ્ઞ છે, સમ્યક્ શાખાભ્યાસી છે, સમગ્ર કર્મના નાશ માટે યત્નશીલ છે. તેઓએ આચરેલા માર્ગને હવે હું આચરું છું. આવું વિચારતા તેને વૈરાગ્યથી સમ્યગ્દર્શનાદિનો ઉદ્ગમ થયો પછી કેવળજ્ઞાનનો ઉદ્ગમ થયો. આ રીતે અહીં શુદ્ધ એવા ચાસ્ત્રિના ઉદ્ગમ વડે પ્રયોજન છે. * * * * *
ચાસ્ત્રિ શુદ્ધિનું કારણ બે ભેદે છે – બાહ્ય અને અત્યંતર. બંને પ્રકારના કારણોને કહે છે –
• મૂલ-૧૦૬ -
ચાસ્ત્રિ, દર્શન અને જ્ઞાનથી ઉદ્ભવે છે. દર્શન અને જ્ઞાનની શુદ્ધિથી ચાસ્ત્રિની શુદ્ધિ થાય છે. ચાસ્ત્રિથી કર્મની, ઉદ્ગમથી ચાાિની શુદ્ધિ થાય.
• વિવેચન-૧૦૬ :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે- સાધુએ સમ્યક્ જ્ઞાન અને સમ્યગ્દર્શનને વિશે યત્ન કરવો. ચત્ન એટલે નિરંતર સગુરુના ચરણકમળ સેવી સર્વજ્ઞા મતને અનુસરતા આગમ શાસ્ત્રાદિનો અભ્યાસ કો. આમ કહીને ચારિત્રની શુદ્ધિનું અત્યંતર કારણ કહ્યું. - X - X - તેથી મોક્ષના અર્થી વડે ચા»િશુદ્ધિની અપેક્ષા કરાય છે. • x • ઉદ્ગમની શુદ્ધિથી પણ ચાસ્ત્રિની શુદ્ધિ થાય છે. આ કહેવા વડે બાહ્ય કારણ કહ્યું. તેથી ચાસ્ત્રિ-શુદ્ધિ માટે સમ્યગુ દન-જ્ઞાનવાળાએ અવશ્ય ઉદ્ગમના દોષથી શુદ્ધ એવો આહાર ગ્રહણ કરવો. તે ઉદ્ગમના દોષ સોળ
૫૪
પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ છે, તે આ –
• મૂલ-૧૦૭,૧૦૮ -
આદકર્મ, ઔશિક, પૂતિકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાભૃતિકા, પાદુકરણ, કીત, પમિત્ય, પરિવર્તિત અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છધ, અનિકૃષ્ટ, રાધ્યવયુક. ૧૬-દોષો ઉગમના છે.
• વિવેચન-૧૦૭,૧૦૮ :
-૦- (૧) આધાકર્મ - સાધુના નિમિતે અમુક ભોજનાદિ ક્રિયાર્થે ચિત્તનું પ્રણિધાન. તે ક્રિયાના યોગથી ભોજનાદિ પણ આધાકર્મ કહેવાય. અથવા થાય - સાધુને મનમાં ઘારીને જે ભોજનાદિ કરાય તે આઘાકમ છે.
–૦- (૨) ઔશિક - જેટલાં યાચકો હોય, તે સર્વે તે ચિત્તમાં રાખીને કરાયેલ.
- - (3) પૂતિકર્મ - શુદ્ધ ભોજનાદિને અવિશુદ્ધ કોટિવાળા ભોજનાદિ અવયવની સાથે સંપર્ક થતાં પૂતિરૂ૫ - દોષ મિશ્ર ભોજનાદિનું કર્મ તે પૂતિકર્મ.
–૦- (૪) મિશ્રજાd - કુટુંબ અને સાધુ બંનેના મળવારૂપ મિશ્રભાવથી થયેલ.
-૦- (૫) સ્થાપના • સાધુ નિમિતે કે સાધુને આપવાની બુદ્ધિથી ભોજનાદિ રાખવા.
-o- (૬) પ્રાભૃતિકા - ઈષ્ટજન કે પૂજ્યને બહુમાનપૂર્વક ઈચ્છિત વસ્તુ અપાય તે પ્રાકૃત. પ્રામૃત જેવું - સાધુઓને ભિક્ષાદિ દેવાની વસ્તુ તે પ્રાભૃતિકા. અથવા પ્રકર્ષે કરીને સાધુને દાન આપવારૂપ મર્યાદા વડે નીપજાવેલ ભિક્ષા.
– – () પ્રાદુરકરણ - સાધુ નિમિતે મણિ આદિ સ્થાપીને કે ભીંત વગેરે દૂર કરવા વડે દેય વસ્તુને પ્રગટ કરવી, તેના યોગે ભોજનાદિ પણ તે જ કહેવાય.
– – (૮) દીત - સાધુને માટે મૂલ્ય આપીને ખરીદી કરેલ હોય તે. – – (૯) પ્રામિત્ય - સાધુને માટે ઉછીનું ગ્રહણ કરાય છે. -o- (૧૦) પરિવર્તિત - સાધુને નિમિતે જે પરાવર્તન - બદલો કરાય છે. -૦- (૧૧) અભિહત - સાધુને માટે અન્ય સ્થાનેથી લાવેલ હોય તે.
–૦- (૧૨) ઉર્ભિન્ન - છાણ આદિથી ઢાંકેલ કુડલાદિના મુખ ઉઘાડીને દેવું તે.
-o- (૧૩) માલોપહત - માંચા કે મેડી ઉપરથી સાધુને માટે ઉતારેલ.
-o- (૧૪) અનિકૃષ્ટ - સર્વ સ્વામીએ સાધુને આપવાની સંમતિ ન આપી હોય તેવું.
–૦- (૧૫) આડેઘ • ન ઈચ્છતા નોકરાદિ પાસેથી સાધુને દેવા માટે લઈ લેવાય.
–૦- (૧૬) અધ્યવપૂરક - અધિકપણાથી, પોતાના માટે સંધવા મૂકેલ