________________
મૂલ-૭૦ થી ૭૩
પરસ્પર મળવું થતું નથી, તેમજ કાળમાં તો સંખ્યાનું ઘણાંપણું ઘટતું નથી. - ૪ - x - x - આ આક્ષેપનું નિવારણ કરતાં કહે છે -
[૭૧] જો મૂર્તિમાન દ્રવ્યમાં પરસ્પર ભળી જવા થકી તથા બે વગેરે સંખ્યાના સંભવ થકી પિંડ એવા શબ્દનું કહેવું ઘટે છે. તો તે પિંડ એવા શબ્દનું કથન અમૂર્ત એવા પણ ક્ષેત્રના પ્રદેશો અને કાળના સમયોને વિશે ઘટે છે. કેમકે તેમાં પણ પિંડ શબ્દની પ્રવૃત્તિનું કારણ જે પરસ્પરાનું બંધ અને સંખ્યા બાહુલ્ય સંભવે છે. તે આ રીતે –
૪૩
સર્વે ક્ષેત્રના પ્રદેશો પરસ્પર નિરંતરપણારૂપ સંબંધે કરીને સહિત રહેલા છે, તેથી જેમ પરમાણુથી બનાવેલા ચતુરસાદિ ધનમાં પરસ્પર નિરંતરપણારૂપ અનુવેધથી અને સંખ્યાના બહોળાપણાથી પિંડ એવું કથન પ્રવર્તે છે તેમ ક્ષેત્રના પ્રદેશોમાં પણ પ્રવર્તતો પિંડ શબ્દ અવિરુદ્ધ છે. કેમકે તેમાં પણ નૈરંતર્યરૂપ અનુવેધાદિનો સંભવ છે તથા કાળ પણ પરમાર્થથી વિધમાન છે અને દ્રવ્ય છે. તેથી તે કાળ પણ પરિણામી
છે. કેમકે સર્વે વિધમાન પદાર્થનું પરિણામીપણું અંગીકાર કરેલ છે. વળી તે રૂપે પરિણામ પામતો પરિણામી પદાર્થ અન્વયવાળો કહેવાય છે. તેથી વર્તમાનકાળના
સમયનો પણ પૂર્વના અને પછીના સમય સાથે સંબંધ હોય છે. - x - તેથી પિંડ શબ્દની પ્રવૃત્તિનો વિરોધ નથી.
[૨] ક્ષેત્રમાં પિંડ શબ્દની પ્રવૃત્તિના અવિરોધને બતાવે છે –
જેમ કોઈ ત્રિપરમાણુ સ્કંધ ત્રણે આકાશ પ્રદેશમાં અવગાહીને રહેલો છે. પણ એક કે બે પ્રદેશમાં રહેલો નથી. વિજ્ઞાન - નિરંતરપણું, તેનાથી સંબંધવાળો જે સ્કંધ - પિંડ' કહેવાય. કેમકે નિરંતરપણે રહેવું અને સંખ્યાનું બાહુલ્ય છે. એ પ્રમાણે ત્રિપ્રદેશાવગાહી ત્રિપરમાણું સ્કંધ માફક ત્રિપરમાણું સ્કંધના આધારરૂપ જે ત્રિપ્રદેશ સમુદાય તે પિંડ જ કહી શકાય, કેમકે સામાન્યપણે તે બંને સરખાં જ છે.
[૭૩] હવે જે સ્થાને જે પિંડની પ્રરૂપણાની વ્યાખ્યા - પૂર્વ ક્ષેત્ર અને કાળ વિશે સૂચિત સંખ્યા મુજબ પ્રદેશો અને સમયોનો પરસ્પર સંબંધ અને સંખ્યાનું બાહુલ્ય હોવાથી પારમાર્થિક પિંડપણું કહ્યું. અથવા યોગ અને વિભાગના અસંભવથી પારમાર્થિકપણું ઘટતું જ નથી. તે આ રીતે – લોકને વિશે જ્યાં યોગ હોતા વિભાગ કરી શકાય કે વિભાગ હોતા યોગ કરી શકાય ત્યાં ‘પિંડ' શબ્દ કહેવાય છે પણ ક્ષેત્ર અને પ્રદેશને વિશે યોગ છે, તો પણ વિભાગ કરી શકાતો નથી. કેમકે નિત્યપણાએ કરીને તથા પ્રકારે રહેલા તે પ્રદેશોને અન્યથા પ્રકારે કરી શકાય તેમ
નથી. તેથી તે ક્ષેત્રપ્રદેશોમાં પારમાર્થિક પિંડપણું નથી. વળી સમય પણ વર્તમાન જ છે. અતિત-અનાગત નહીં. તેથી અહીં કાળના સમયની વાતમાં એકલો વિભાગ જ છે, યોગ નથી. તેથી પારમાર્થિક પિંડપણાનો અભાવ છે. તેથી ક્ષેત્રપિંડ અને કાળપિંડ પ્રરૂપણા અન્યથા પ્રકારે કરવી જોઈએ.
નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવપિંડમાં યોગ અને વિભાગનો સંભવ હોવાથી પિંડ
પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ
એવું કથન નિશ્ચે કરાય છે. તે આ રીતે – નામ અને નામવાળો અભેદ ઉપચાર હોવાથી નામનો જે પિંડ તે નામપિંડ, પુરુષાદિક જ કહેવાય છે કેમકે હસ્ત પાદાદિ અવયવોનો ખડ્ગાદિથી વિભાગ થઈ શકે છે. તેથી યોગ હોતા વિભાગ થયો. એ
૪૪
રીતે પહેલાં ગર્ભ માંસપેશીરૂપ હતો, પણ પછી તેને હાય આદિનો સંયોગ થયો. તેથી વિભાગ હોતા યોગ થયો. તેથી તેનું પિંડરૂપપણું છે. - ૪ - ૪ - ૪ - ભાવપિંડમાં ભાવ અને ભાવવાળો કોઈક પ્રકારે અભેદ હોવાથી સાધુ વગેરે જ મૂર્તિમાત્ - શરીરવાળો ગ્રહણ કરાય છે. તેમાં નામપિંડની જેમ સંયોગ અને વિભાગ તાત્ત્વિક છે, તેથી તેનું પારમાર્થિક પિંડપણું છે. - X - Xx - X + X -
ક્ષેત્રપિંડ, કાળપિંડ કહીને હવે ભાવપિંડ કહે છે - • મૂલ-૪ થી ૭૮ :
પ્રશસ્ત અને અપશસ્ત એ બંને પ્રકારના ભાવપિંડને હું કહીશ. પ્રશસ્ત અને અપશસ્ત ભાવપિંડ એક પ્રકારે યાવત્ દશ પ્રકારે છે. તેમાં ૧- સંયમ, ૨જ્ઞાન સાત્રિ, ૩- જ્ઞાન દર્શન ચાસ્ત્રિ, ૪- જ્ઞાન દર્શન તપ સંયમ, ૫- પાંચ મહાવત, ૬- પાંચ વ્રત સાથે રાત્રિભોજન વિરમણ, ૭- સાત પિન્ડેક્ષણા, સાત પાર્લેષણા, સાત અવગ્રહપ્રતિમા ૮- આઠ પ્રવચન માતા, ૯- નવ બહાચર્યગુપ્તિ, ૧૦- દર્શવિધ શ્રમણધર્મ આ પ્રશસ્ત ભાવપિંડ આઠ કર્મનું પ્રથન કરનાર તીર્થંકર કહેલ છે. પશસ્ત ભાવપિંડ આ પ્રમાણે ૧- અસંયમ, ૨- અજ્ઞાન અને અવિરતિ, ૩- અજ્ઞાન, અવિરતિ, મિથ્યાત્વ. ૪- ક્રોધાદિ કાય, ૫- શ્રવ, ૬છ કાય, ૭- સાત કર્મ, ૮- આઠ કર્મ, -- નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, ૧૦- દર્શવિધ અધ.
--
• વિવેચન-૭૪ થી ૭૮ -
ગાથાર્થ કહ્યો. પ્રતિજ્ઞાત કથનના નિર્વાહ માટે કહે છે –
પ્રશસ્ત ભાવપિંડ દશેય પ્રકારે છે. (૧) એક પ્રકારે પ્રશસ્ત ભાવપિંડ સંયમ
છે. તેમાં જ્ઞાન અને દર્શન સંયમમાં જ અંતર્ભૂત કહેવાને ઈછ્યા છે, તેથી એક સમયને ભાવપિંડ કહેવામાં કોઈ બાધા નથી.
(૨) બે ભેદે પિંડ - જ્ઞાન અને ચારિત્ર. અહીં સમ્યગ્દર્શનને જ્ઞાનમાં જ અંતર્ભૂત ગણેલ છે. (૩) ત્રણ ભેદે પિંડ – જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ. (૪) ચાર ભેદે પિંડ – જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ. (૫) પાંચ ભેદે પિંડ - પ્રાણાતિપાત વિરમણ આદિ સ્વરૂપવાળા પાંચ, અહીં પણ જ્ઞાન, દર્શનની તદ્ભૂત વિવક્ષા કરી છે, રાત્રિભોજન વિરમણ વ્રત પણ અંતર્ભૂત ગણેલ છે. (૬) છ ભેદે ભાવપિંડ - પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણ વ્રત.
(૭) સાત પ્રકારના પિંડમાં સાત પિન્ટુષણા, સાત પાનૈષણા, સાત અવગ્રહ પ્રતિમા છે. તેમાં પિન્ટુષણા અને પાનૈષણા સંસૃષ્ટાદિક સાત છે – અસંસૃષ્ટા, સંસૃષ્ટા, ઉધૃતા, અલ્પલેષા, અવગૃહીતા, પ્રગૃહિતા, ઉજ્જીિતધર્મા. [જેનું વર્ણન અન્ય સ્થાનેથી