________________
૪૧
પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ
મૂલ-૬૮,૬૯ નવ સંયોગવાળા ભંગ સુધી જાણવો. આ મિશ્રપિંડના તૈટાંતો આ રીતે છે – કાંજી, ગોરસ, મદિરા, વેસન, ભેજસ્નેહ, શાક, ફળ, માંસ, લવણ, ગોળ, ઓદનાદિ અનેક પ્રકારે સંયોગપિંડ જાણવા.
- વિવેચન-૬૮,૬૯ :
કેવળ પૃથ્વીકાયાદિકના પિંડને કહ્યા પછી મિશ્રપિંડ કહે છે fમશ્રા - સજાતીય અને વિજાતીય દ્રવ્યના મિશ્ર કરવારૂપ પિંડ. આ જ નવે પિંડોના બે આદિના સંયોગવાળો જાણવો. તે આ પ્રમાણે –
પૃથ્વીકાય + અકાય એ દ્વિક સંયોગનો પહેલો ભંગ. પૃથ્વીકાય + તેઉકાય એ બીજો ભંગ. એ પ્રમાણે દ્વિસંયોગમાં ૩૬-ભંગો જાણવા.
મિકસંયોગમાં પૃથ્વીકાય + અકાય + તેઉકાય એ પહેલો ભંગ, પૃથ્વીકાય + અકાય + વાયુકાય એ બીજો ભંગ એ પ્રમાણે ૮૪ ભંગો જાણવા.
ચતુક સંયોગમાં - પૃથ્વી, અપ, તેઉ, વાયુ એ પહેલો ભંગ. પૃથ્વી, અપ, તેઉ, વનસ્પતિ એ બીજો ભંગ. એ રીતે ૧૨૬-ભંગો જાણવા.
પંચક સંયોગમાં-૧૨૬, ૫ર્ક સંયોગમાં-૮૪, સપ્તક સંયોગમાં ૩૬, અષ્ટક સંયોગમાં-૯, નવક સંયોગમાં એક ભંગ. કુલ-૫૦૨ ભંગો થાય. * * * * * * * x-x-x-x• તવક સંયોગથી પ્રાપ્ત એક સંખ્યાવાળો જે મિશ્રપિંડ આવે તે લેપને આશ્રીને દેખાડે છે. અહીં ગાડાંની ધરી ઉપર તેલ લગાડે ત્યારે તેના ઉપર ‘જ'રૂપ પૃથ્વીકાય લાગે. નદી ઉતરતા અપુકાય લાગે, લોઢાની વસ્તુ ઘસાતા તેઉકાય, તેજસ હોય ત્યાં વાયુ હોય છે, માટે વાયુકાય લાગે, ધોંસરી વનસ્પતિકાય છે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા જીવો સંપાતિમ સંભવે છે. ભેંસાદિના ચામડાની વાધરી આદિ ઘસાતા હોવાથી તેના અવયવરૂપ પંચેન્દ્રિય પિંડ પણ સંભવે છે. આવા પ્રકારની ગાડાની ધરીથી લેપ કરાય, તે મિશ્રપિંડ કહેવાય.
આટલો જ દ્રવ્યપિંડ મિશ્રપિંડ સંભવે છે. હવે તેના દષ્ટાંતો -
કાંજી, તે અકાય, તેઉકાય, વનસ્પતિકાયના પિંડરૂપ છે તે આ રીતે – ચોખાને ધોવા તે અકાય, પકવવા તે તેઉકાય, ચોખાના અવયવો તે વનસ્પતિકાય. જો તેમાં લવણ નાંખે તો પૃથ્વીકાય પણ સંભવે છે, એ પ્રમાણે સર્વત્ર સ્વબુદ્ધિથી ભાવના કરવી.
રસ છાસ. તે અકાય અને ત્રસકાયથી મિશ્ર હોય છે. માનવ • મદિરા, તે અપ, તેઉ અને વનસ્પતિકાયના પિંડરૂપ છે. વિન - રાબડી આદિ, તે અપ, તેઉ, વનસ્પતિકાયના પિંડરૂપ છે. ઔદ - ઘી, ચરબી, તે તેઉ અને ત્રસકાયના પિંડરૂપ છે. સાવજ - ભાજી વગેરે, તે વનસ્પતિ, પૃથ્વી, ત્રસકાયના પિંડરૂપ છે. આ પ્રમાણે - X • x • બધાં સંયોગો વિચારવા. જેનો જે દ્વિસંયોગાદિમાં સમાવેશ થતો હોય ત્યાં જ કરવો.
હવે ક્ષેત્રપિંડ અને કાલપિંડ કહે છે –
• મૂલ-૩૦ થી ૩૩ :
[9] ત્રણ પ્રદેશ અને ત્રણ સમય એ અનુક્રમે ચોથા ક્ષેત્ર અને પાંચમાં કાળ-પિંડનું સ્વરૂપ છે. દ્રવ્ય એટલે યુગલ સ્કંધને વિશે જે સ્થાન એટલે અવગાહ અને સ્થિતિ એટલે રહેવું. તે પણ તેના આદેશથી ચોથા અને પાંચમાં પિંડનું સ્વરૂપ છે. તથા જ્યાં અને જ્યારે તેની પ્રરૂપણા થાય. [૧] જે મૂર્તિમાન દ્રવ્યમાં પરસ્પર મળી જવા થકી અને સંખ્યાના બહુપણા થકી પિંડ શબદ યોગ્ય છે, તો અમૂર્તિમાન દ્રવ્યને વિશે પણ તે પિs શબ્દ જ યોગ્ય છે. [ મ ત્રણે પ્રદેશને અવગાહીને રહેલો જે ઝિપદેશી સ્કંધ અવિભાગે કરીને સંબંધવાળો છે, તે પ્રમાણે સ્કંધનો આધાર પણ પિંડપણે કેમ ન કહેવાય ? કહેવાય. [૩] અથવા તો નામાદિ ચાર પિંડનો યોગ અને વિભાગ વડે અવશ્ય પિંડ કહેવો. પરંતુ હમ અને કાળ એ બેને આશ્રીને જે સ્થાને કે જે કાળે પિઉં વર્ણન કરાય અથવા ઉત્પન્ન કરાય છે તે પણ પિંડ કહેવાય છે.
• વિવેચન-૭૦ થી ૩૩ -
[eo] નામાદિ પિંડ ગાથાના અનુકમથી ચોથો ક્ષોત્રપિંડ અને પાંચમો કાળપિંડ કહેવાય છે. ક્ષેત્ર • આકાશ, - સમયનું પરાવર્તન. તેમાં ત્રણ આકાશ પ્રદેશો તથા ત્રણ સમયો - કાળનો વિભાગ ન થઈ શકે. તેવા ભાગો. * * * * * અહીં ભાવાર્થ આ છે - પરસ્પર મળેલા ત્રણ આકાશ પ્રદેશો અને પરસ્પર મળેલાં ત્રણ સમયો અનુક્રમે ક્ષેત્રપિંડ, કાળપિંડ જાણવા. અહીં f= શબ્દથી બે, ચાર વગેરે પણ જાણવી.
ફોગપિંડ અને કાળપિંડ ઉપચાર હિત કહીને હવે ઉપચાર સહિત કહે છે :પુદ્ગલ સ્કંધ દ્રવ્યમાં, અવગાહ અને કાળથી રહેવું છે. સ્થાન અને સ્થિતિને આશ્રીને જે ફોગ અને કાળની પ્રધાનપણે વિવક્ષા કરીને ક્ષેત્ર અને કાળ વડે જે કથન. તેથી ચોથા અને પાંચમાં પિંડની પ્રરૂપણા કરવી, એમ કહેવાથી શું કહ્યું ? સ્કંધરૂપ પુદ્ગલદ્રવ્યને વિશે અવગાહના વિચારને આશ્રીને ક્ષેત્રના પ્રધાનપણાની વિવક્ષાએ કરીને જ્યારે ક્ષેત્ર વડે આ એક, બે, ત્રણ પ્રદેશવાળો ઈત્યાદિ કથન કરાય ત્યારે તે અપિંડ કહેવાય. કાળથી સ્થિતને આશ્રીને કાળના પ્રધાનપણાની વિવક્ષા કરીને આ એક, બે સમયવાળો ઈત્યાદિ કાળ વડે કથન કરાય ત્યારે તે કાળપિંડ કહેવાય છે. • X - X -
હવે બીજા પ્રકારે ઉપચાર સહિત ક્ષેત્રપિંડ અને કાલપિંડ કહે છે – જે વસતિ આદિને વિશે, જે પહેલી પરિસિ આદિ કાળમાં પિંડની પ્રરૂપણા કરાય છે, તે પિંડ. પરૂપાતો નામાદિ પિંડ વસતિ આદિ ક્ષેત્રની ગપિંડ કહેવાય છે. એ રીતે પરિસિ આદિને આશ્રીને તે કાળપિંડ છે.
અહીં અન્ય કોઈ આક્ષેપ કરે છે કે – મૂર્તિમાન દ્રવ્યમાં પરસ્પર મળી જવાથી અને સંખ્યામાં ઘણાંપણું થવાથી પિંડ એવું કથન ઘટી શકે છે. પણ ક્ષોત્ર અને કાળનું