________________
ઉપોદ્યાત નિ રર૧ થી ૨૨૩
૧૪૯
અને રાજ્યાભિષેક રહિત કુમાર વાસમાં પ્રવજિત થયા. શાંતિ-કુંથુ-ચાર એ ત્રણે અરિહંતો ચક્રવર્તી પણ હતા. બાકીના તીર્થકરો માંડલિક રાજાપણે થયા. * * * પરિત્યાગ દ્વારમાં આવતાં રાજ્યને છોડીને દીક્ષા લીધી, એ પ્રમાણે ભાવના કરવી. હવે પ્રત્યેક દ્વાર -
• નિયુક્તિ-૨૪,૨૫ :
વીર પ્રભુએ એકલા, પાર્ગ અને મલી Boo-Booની સાથે, વાસુપુજ્ય ૬oo પરોની સાથે નીકળ્યા. ઉગ્ર-ભોગ-રાજન્ય-ક્ષત્રિય કુળવાળા ૪ooo સાથે ઋષભ અને બાકીના ૧oooના પરિવસહ હતt.
• વિવેચન-૨૨૪,૨૫ :
ભગવંત વીર-છેલ્લા તીર્થકર, * * * નિકાંત-દીક્ષા લીધી, * * * શેષા • અજિતાદિ. બાકી ગાથાર્થમાં કહેલ છે. ઉગ્રાદિનું સ્વરૂપ પૂર્વે કહેલું જ છે. હવે પ્રસંગથી જે-જે ઉંમરે દીક્ષિત થયા, તે કહે છે -
• નિયુકિત-૨૨૬+વિવેચન :
ભગવંત વીર, અરિષ્ઠનેમિ, પાર્શ, મલ્લી અને વાસુપૂજ્યએ પાંચે પ્રથમવયમાં પ્રવૃજિત થયા,બાકીના પાછલી વયમાં થયા. - પ્રત્યેક દ્વાર કહ્યું.
હવે ઉપધિદ્વાર કહે છે – • નિર્યુક્તિ-૨૨૩
બધાં પણ - ચોવીશે જિનવરો એક દેવદુષ્ય વડે દીક્ષિત થયા અરહેતો અન્યલિંગ, ગૃહસ્થલિંગે કે કુલિંગે દીક્ષિત થતાં નથી.
• વિવેચન-૨૨૩ :
દૂષ્ય-વસ્ત્ર, ચોવીસે જિનવરો એક વટાવી, આપ શબ્દથી બધાં અતીત જિનવરો પણ એક વાથી નીકળ્યા. [શંકા તેમના મતાનુસાર સોપધિક કેમ ન કહ્યા ? પછી ભગવંત વડે સેવિત ઉપધિ છે, તે સાક્ષાત્ કહેલ છે વળી જે શિયો વડે સ્થવિર કનિકાદિ ભેદ વડે અનુજ્ઞા કરાયેલ તે આપ શબ્દથી જાણવી. ચોવીશના સંખ્યા ભેદથી વર્તમાન અવસર્પિણીના તીર્થકર કહેલા જાણવા. ઉપધિ દ્વાર કહ્યું.
હવે લિંગદ્વાર કહે છે -
બધાં તીર્થકરો તીર્થકર લિંગ જ નીકળ્યા, અન્યલિંગ, ગૃહસ્થ લિંગે કે કુલિંગ નહીં. અન્ય લિંગાદિનો અર્થ પૂર્વે કહેલ છે.
હવે જેઓ જે તપથી નીકળ્યા, તેને કહે છે – • નિયુક્તિ-૨૨૮+વિવેચન :
સુમતિનાથ નિત્યભક્તથી, વાસુપૂજ્ય જિન ચતુર્થભાથી, પાર્થ અને મલ્લિ અટ્ટમ કરીને, ઋષભાદિ છઠ્ઠ કરીને દીક્ષિત થયા.
હવે કયા ઉધાનાદિમાં દીક્ષા લીધી, તેને કહે છે – • નિયુક્તિ-૨૨૯ થી ૨૩૧+વિવેચન :ઋષભદેવ અયોધ્યામાં, અરિષ્ઠનેમિ દ્વારિકામાં અને બાકીના તીર્થકરો પોત
૧૫o
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પોતાની જન્મભૂમિમાં દીક્ષિત થયા છે.
ઋષભદેવ સિદ્ધાર્થવનમાં, વાસુપૂજ્ય વિહારગૃહ ઉધાને, ધર્મનાથ વપક ઉધાનમાં, મુનિસુવ્રતસ્વામી નીલગુફા ઉધાનમાં, પાર્શ્વનાથ આશ્રમપદ ઉધાનમાં, વીરજિનેન્દ્ર જ્ઞાનખંડવનમાં, બાકીના તીર્થકરો સહરામ વન ઉધાનમાં દીક્ષિત થયાં.
હવે નિર્ગમનકાળને જણાવે છે – • નિયુક્તિ-૨૩૨+વિવેચન :
ભગવંત પાર્શ, અરિષ્ટનેમિ, શ્રેયાંસ, સુમતિ અને મલ્લિ દિવસના પૂર્વ ભાગે અને બાકીના પાછળના અર્ધભાગે દીક્ષિત થયા. - x -
હવે ગ્રામ્યાચાર દ્વારનો અવયવાર્થ પ્રતિપાદન કરે છે - • નિયુક્તિ-૨૩૩+વિવેચન :
ગ્રામ્યાચાર-એટલે વિષયો. કુમાર સિવાયના તીર્થકરો વડે તેનું સેવન કરાયેલા છે. ગ્રામ, આકર આદિમાં ક્યાં કોનો વિહાર થયો ? તે કહે છે. એમ ગાથાર્થ કહ્યો. તેમાં -
• નિયુક્તિ-૨૩૪+વિવેચન :
મગધ દેશમાં રાજગૃહી નગરી ઈત્યાદિ આર્યોગોમાં તીર્થકરોએ વિહાર કર્યો. ભગવંત ઋષભ, નેમિ, પાર્થ અને વીરે અનાર્યક્ષેત્રોમાં પણ વિહાર કરેલો. * * * ગ્રામ્યાચાર દ્વાર કહ્યું, હવે પરીષહ દ્વારની વ્યાખ્યાને કરવા માટે કહે છે -
• નિયુક્તિ -૨૩૫ -
ઉદયમાં આવેલ પરીષહો સર્વ જિનેશ્વરો વડે સહન કરાયા. જીવાદિ નવ પદાર્થો જાણીને સર્વે તીર્થકરો દીક્ષિત થયા.
• વિવેચન-૨૩૫ :
પરીષહો - શીત, ઉષ્ણ આદિ. આને સર્વે જિનવરેન્દ્રોએ પરાજિત કરેલા છે. પરીષહ દ્વાર કહ્યું. પહેલી દ્વારગાથાની વ્યાખ્યા કરાઈ.
હવે બીજી વાર ગાથાની વ્યાખ્યા કરીએ છીએ - તેમાં પણ પહેલું દ્વાર - નવ જીવાદિ પદાર્થ, તેમાં જીર શબ્દથી અજીવ, આશ્રવ, બંધ, સંવર, પુન્ય, પાપ, નિજેરા અને મોક્ષનું ગ્રહણ કરવું.
જીવોપલંભ દ્વાર કહ્યું, હવે કૃતોપલંભાદિ દ્વારો કહે છે - • નિયુક્તિ -૨૩૬,૨૩૭ :
પર્વજન્મમાં પહેલા તીર્થકરને બાર અંગોનું, બાકીના ૩-ને ૧૧-અંગોનું શુતજ્ઞાન હતું. પહેલા અને છેલ્લા જિનને પાંચ વામ [મહાવત હોય અને બાકીના રર-ને ચાર યામ હોય છે. આ પ્રત્યાખ્યાન દ્વારા જાણવું. સંયમમાં પહેલા અને છેલ્લા તીર્થકરોમાં બે વિકલ્પ છે. બાકીના ૨૨-માં માત્ર સામાયિક છે. અથવા બધાંને ૧પ્રકારે સંયમ હોય.
• વિવેચન-૨૩૬,૨૩૭ :બંનેનો ગાથાર્થ કહ્યો. વિશેષ આ – બે વિકલ્પ એટલે સામાયિક અને