________________
ઉપોદ્દાત નિ ૧૧૬
૧oo
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
છે, જેઓ અવિકલ હેતુપણે અશાતાવેદનીયવાળું નારકી આદિનું આયુ ભોગવે છે. તે અન છે. તેનો અર્થ અનંતાનું બંધી ક્રોધાદિ છે - x • આ અનંતાનું બંધીને પ્રશસ્ત, પશસ્ત અધ્યવસાયના સ્થાનોમાં રહીને ચારેને સાથે જ પહેલાં અંતર્મુહd કાળમાં ઉપશમાવે, આ રીતે બધે ઉપશમક કાળ અંતર્મુહૂર્તનો જાણવો. પછી દર્શનગિક ઉપશમાવે તે જ છે, તે ત્રણ પ્રકારે મિથ્યા, સમિથ્યા, સમ્યગ્દર્શન છે. ત્રણેને સાથે જ ઉપશમાવે.
ત્યારપછી પુરુષ જો પ્રારંભક હોય તો અનુદીર્ણ પણ નપુંસક વેદ શમાવે, પછી સ્ત્રીવેદ શમાવે. પછી હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, ગુપ્તાને શમાવે. પછી પુરવદને અને છેલ્લે પ્રીવેદને શમાવે, નપુંસક પ્રારંભક હોય તો અનુદીર્ણ સ્ત્રીવેદને, પછી પુરુષવેદ ઈત્યાદિ શમાવે.
ત્યારપછી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની બે ક્રોધને શમાવે. પછી સંજ્વલના ક્રોધને શમાવે. તે રીતે બે માન તથા સંજવલન માન, પછી બે માયા અને સંજવલના માયા છેવટે એકલો સંજવલન લોભ રહે છે. તેને ઉપશમાવવા ત્રણ ભાગ કરે છે. બે ભાગ સાથે શમાવે. ત્રીજા ભાગના સંખ્યય ખંડો કરે છે. તે પણ જુદા જુદા વખતે શમાવે છતાં થોડો ભાગ બાકી રહે, તેના અસંખ્યય ખંડો કરે છે. તેને પણ એક એક સમયે શમાવે છે.
અહીં દર્શન સપ્તકની ચાર ક્રોધ અને ત્રણ દર્શનની મળીને સાત પ્રકૃતિ શમાવવાથી નિવૃત્તિનાદર કહેવાય. પછી અનિવૃત્તિ બાદર કહેવાય. સંચેય ખંડોનો છેલો ખડું બાકી રહે ત્યાં સુધી સૂક્ષ્મસંપરાય હોય છે. છેલ્લા ખંડના અસંખ્યય કરી સમયે સમયે ઉપશમાવે.
(પ્રજ્ઞ] સંજવલન આદિ આ પ્રમાણે કહેલો ઉપશમ યુકત છે, પણ અનંતાનુબંધીનો તો દર્શન પ્રતિપત્તિમાં જ ઉપશમ હોવાથી ઘટતું નથી. [ઉત્તર] દર્શન પ્રતિપત્તિમાં તેઓનો ક્ષય, ઉપશમ હોય છે. અહીં ઉપશમ છે, માટે વિરોધ નથી. [પ્રશ્ન ક્ષયોપશમ અને ઉપશમમાં શો ભેદ છે? [ઉતર) ઉદીર્ણનો ક્ષય અને અનુદીના વિપાક અનુભવની અપેક્ષાથી ઉપશમ છે, પણ પ્રદેશ અનુભવનો ઉદયમાં વિધમાન છે અને ઉપશમમાં પ્રદેશ અનુભવ પણ ન હોય. આ વાત ભાષ્યમાં પણ કહી છે.
- સંયતોને અનંતાનુબંધી કષાયોના ઉદયનો નિષેધ કહ્યો છે, તો ઉપશમ કેવી રીતે ઘટે ? અહીં પણ વિપાક કમને આશ્રીને કહ્યું, પ્રદેશકમને આશ્રીને ઉદયનો નિષેધ નથી. માટે તેનો ઉપશમ ઘટે છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે – કમ બે ભેદે છે, પ્રદેશકર્મ અને અનુભાવ કર્મ. પ્રદેશ કર્મ અવશ્ય વેદે છે, અનુભાવ કર્મ કેટલુંક વેદાય - કેટલંક ન વેદાય. તેથી પ્રદેશ કર્મનો અનુભાવનો ઉદય હોય તેનો ઉપશમ કરે, એમ જાણવું.
સંયતને અનંતાનુબંધીના પ્રદેશનો ઉદય છે, તો સમ્યગ્દર્શનનો વિઘાત કેમ ન હોય ? પ્રદેશ કમનો અનુભવ મંદ હોવાથી તેનો ઘાત થતો નથી, તેમજ કોઈને
અનુભાવ કર્મનો થોડો અનુભવ હોય તો અત્યંત અપકાર માટે થતો નથી. જેમ સંપર્ણ મત્યાદિ ચાર જ્ઞાનવાળાને તેના આવરણનો ઉદય હોય છતાં પણ બધાની મતિ મુંઝાતી નથી.
અહીં સંખ્યય લોભ ખંડોને ઉપશમાવતો બાદર સંપરાય, છેલ્લા સંખ્યય ખંડ અસંખ્યાય ખંડોને ઉપશમાવતો સૂમ સંપરાય છે તે કહે છે -
• નિયુક્તિ-૧૧૭ :
જે ઉપશામક કે ાપક લોભના અણુને વેદતો હોય તે સૂક્ષ્મ સંપરાય ચાીિ ગણાય અતિ કંઈક જૂન યાખ્યાત ચાીિ બને છે.
• વિવેચન-૧૧૭ :
ગાથાર્થ કહો. વિશેષ આ - ચયાખ્યાત કંઈક ન્યૂન છે. તેથી સૂક્ષ્મ સંપરાય અવસ્થાન અંતર્મુહd માત્ર કાળમાન અનુભવીને ઉપશામક નિર્ગસ્થ યથાવાત ચાસ્ત્રિી થાય છે. તે જો બદ્ધાયુ હોય, તે અવસ્થામાં જ મરણ પામે તો નિયમથી અનુત્તર વિમાનવાસીમાં ઉપજે. શ્રેણીની પડેલા માટે નિયમ નથી. અબદ્ધાયુ હોય, તો તમુહd માત્ર ઉપશામક નિગ્રન્થ થઈને નિયમથી ફરી પણ ઉદિત કષાય થઈ સંપૂર્ણપણે શ્રેણીથી નીચે આવે –
• નિર્યુક્તિ-૧૧૮ :
ગુણ મહત્તાવાળા પાણી ઉપણામ પણ પમાડેલા કષાયો કેવળીસમ ચાસ્ત્રિી ઉપશામકને પાડી દે છે, તો બીજાની શી વાત કરવી ?
• વિવેચન-૧૧૮ :
શાંત અવસ્થા તે ઉપશમ છે. તેને તથા ક્ષયોપશમને પામેલા અને ગુણોથી મહાન એવા ઉત્તમ ઉપશામકોને કપાયો સંયમથી ભવભ્રમણમાં પાડે છે. આ ઉપશમકનું ચારિત્ર જિન યાત્રિ તુલ્ય છે. તેની આ દશા થાય તો સરાણ સ્થાનીય મુનિઓની કેવી બૂરી અવસ્થા થાય ?
ભમચ્છન્ન અગ્નિ જેમ ઢાંકેલી રાખ ઉડી જતાં પોતાનું ખરું સ્વરૂપ બતાવે, તેમ આ ઉપશામક સંયત ક્રોધાદિથી પડી દુ:ખ ભોગવે છે વળી જઘન્યથી શુભ સંયોગે તે જ ઉપશામક ક્ષાપક બની મોક્ષ પણ મેળવે નહીં તો ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ સંસાર વધારે.
તીર્થકર ઉપદેશવત્ હોવાથી ઉપદેશની બે ગાયા કહે છે – • નિયુક્તિ-૧૧૯,૧૨૦ :
ઉપસમિત કષાયો પણ ફરી ઉદયમાં આવે તો સંસારમાં અનંત કાળા રખડાવે, માટે થોડાં પણ રહેલાં શેષ કષાયોનો વિશ્વાસ ન કરો. થોડું ઋણ, થોડો ઘા, થોડો અગ્નિ, થોડો કષાય, તેનો તમારે વિશ્વાસ ન કરવો કેમકે તે થોડું પણ ઘણું થાય છે.
• વિવેચન-૧૧૯,૧૨૦ :થોડુ પણ ત્રણ કરતાં વણિકપુગી દાસત્વને પામી. આ વાત જ ભાણકારે પણ