________________
ઉપોદ્ઘાત નિ ૧૦૫,૧૦૬
છે. કેમકે જીવને કર્મજનિત ચીકણ રાગદ્વેષનો પરિણામ છે. આ કર્મગ્રંથિ ભેદાવાથી જ સમ્યકત્વ લાભ થાય છે.
તે ગ્રંથિ ભેદ મનો વિઘાતના પશ્રિમાદિથી દુઃસાધ્ય છે, તે આ પ્રમાણે – તે જીવ કર્મ રિપુના મધ્યમાં ગયેલો, તે ગ્રંથીને પામીને ઘણો થાકી જાય છે, કેમકે ત્યાં ઘણાં અંતકર કર્મશત્રુ એકઠા થઈને ખેદ આપે છે. - x - બીજો વાદી કહે છે – તે કર્મગ્રંથિ ભેદવાથી શું પ્રયોજન છે ? અથવા સમ્યકત્વાદિના લાભથી શું પ્રયોજન ? ઘણી લાંબી કર્મસ્થિતિ સમ્યકત્વાદિ રહિત હતો ત્યારે પણ ક્ષય કર્યો તેમજ ગુણરહિતપણે બાકીના કોડાકોડી સાગરોપમથી કંઈક ન્યૂન ખપાવીને મોક્ષનો ભાગી થાય તો શું વાંધો?
તેવી અવસ્થામાં રહેલો, જો બીજા ગુણો સંપાદન ન કરે તો બાકી રહેલી
૧
સ્થિતિનો ક્ષય કરવામાં તથા મોક્ષમાં જવાને સમર્થ નથી કેમકે ચિત્તવિઘાત આદિ ઘણાં વિઘ્નો છે, પૂર્વે અપ્રાપ્ત એવા વિશિષ્ટ ફળની નજીક આવી પહોંચેલ છે, પૂર્વે ભોગવેલ સુખાદિથી મોક્ષફળ મેળવવું અશક્ય થાય - ૪ - ૪ - ૪ - કર્મની સ્થિતિ ખપાવતા પહેલાં ઘણું સહેલું છે. પણ મોક્ષ સાધતી વખતે ઘણી કઠણ છે, તે વખતે ચારિત્ર પાલન અને સમ્યગ્દર્શન પાલન બધું કઠિન અને વિઘ્નવાળું થાય છે. - x - X - સમ્યક્ત્વ પ્રાપ્તિ વિના અલ્પ કર્મ પણ દૂર કર્યા વિના મોક્ષ ન સાધી શકે. હવે સમ્યક્ત્વ ગુણ પ્રાપ્તિ વિધિ કહે છે –
જીવો બે ભેદે છે – ભવ્ય, અભવ્ય. ભવ્યને ત્રણ કરણ થાય છે ળ - એક જાતનો વિશેષ પરિણામ. તે આ - ચયા પ્રવૃત્ત કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિ કરણ. યથા પ્રવૃત્ત - જે રીતે પ્રવર્તે તે. તે અનાદિ છે. અપ્રાપ્ત પૂર્વ તે અપૂર્વ. પાછું ન ફરે તે અનિવર્તિ. સમ્યગ્દર્શન લાભથી ન નિવર્તે તે. તેમાં અભવ્યોને યથાપ્રવૃત્ત કરણ જ હોય. જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી પહેલું કરણ છે, તેને ઉલ્લંઘવાથી બીજું થાય. સમ્યગ્ દર્શન લાભાભિમુખને ત્રીજું કરણ હોય.
હવે ત્રણ કરણોને આશ્રીને સમ્યકત્વ સામાયિક આદિ લાભની દૃષ્ટાંતોને કહે
છે -
• નિયુક્તિ-૧૦૭ :
પાલો, ગિરિનદીનો પત્થર, કીડી, પુરુષ, માર્ગ, તાવ, કોદ્રવ, જળ, વસ્ત્રો
વગેરે સામાયિકની પ્રાપ્તિના ષ્ટાંતો છે.
• વિવેચન-૧૦૭ :
તેમાં પલકનું દૃષ્ટાંત કહે છે – લાટદેશમાં ધાન્યના માપને પાલો કહે છે. તે માપ મોટું હોય, તેમાં થોડું થોડું ધાન્ય નાંખે, ઘણું ઘણું કાઢે, તો તે કાળાંતરે ખાલી થાય. એમ કર્મરૂપ ધાન્યના પાલામાં જીવ અનાભોગથી યથા પ્રવૃત્તકરણ વડે થોડું થોડું કર્મ બાંધે અને ઘણું ઘણું ખપાવે તો આ ગ્રંથિ આગળ આવે, જો ભવ્ય હોય તો તેને ઉલ્લંઘીને અપૂર્વકરણવાળો થાય છે અને સમ્યગ્દર્શન સન્મુખ જાય તો અનિવર્તિ થાય.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પ્રશ્ન - આ દૃષ્ટાંત જ અનુપપન્ન છે. કેમકે સંસારી વ્યાપાવાળા જીવને દરેક સમયે ચય-અપચય બતાવ્યા છે. તેમાં અસંયતને ચય ઘણો થાય અને
૯૨
અપચય થોડો થાય, કહ્યું છે કે – જેમ કોઈ મોટા પાલામાં ઘડો ભરી ભરીને નાંખે અને નળ ભરી-ભરીને કાઢે તેવું અસંયત અવિરતિને હોય છે, તે ઘણાં બાંધે અને થોડાં ખપે છે. ચાસ્ત્રિવંતને ઉલટું છે - પ્રમત્ત સંયતને ઘણી નિર્જરા અને થોડો કર્મબંધ થાય છે.
હવે અપ્રમત્તને બીલકુલ બંધ ન થાય તે કહે છે – જેમ મોટા પાલામાં ઘડો ભરી-ભરીને કાઢે અને નાંખે જરા પણ નહીં, તેમ અપ્રમત્ત સંયત ઘણી નિર્જરા કરે
અને જરા પણ ન બાંધે.
અસંયત મિથ્યાર્દષ્ટિને ઘણો બંધ અને થોડી નિર્જરા થાય, તો તેને ગ્રંથિ ભેદની પ્રાપ્તિ ક્યાંતી થાય ? તે બાહુલ્યતાને આશ્રીને કહેલ છે. જો સર્વથા તેમજ માનીએ, તો ઘણો ચય થવાથી બધાં કર્મ પુદ્ગલો તેઓ ગ્રહણ કરી લે, પણ તેમ માનવું અનિષ્ટ છે. સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ અનુભવ સિદ્ધ છે. માટે પલ્યાદિ દૃષ્ટાંત કોઈ-કોઈ જીવને આશ્રીને જાણવા.
અનાભોગમાં વધુ કર્મનો ક્ષય કેવી રીતે થાય, તેને આશ્રીને પર્વતીય પત્થરના દૃષ્ટાંતો છે. પર્વતીય નદીના પત્થરો પરસ્પર ઘસાઈને વિના પ્રયત્ને ગોળ-ગોળ થાય છે, તેમ યથાપ્રવૃત્તિકરણે જીવો થાય છે.
કીડીનું દૃષ્ટાંત - તે પૃથ્વીમાં સ્વભાવથી જ ગમન કરે છે, પછી ઠુંઠા ઉપર ચડે છે, પાંખો આવતા ત્યાંથી ઉડી જાય છે, ટોચે ચડીને પાછી ઉતરે છે, એમ જીવોનું પણ પૃથ્વીમાં ગમન માફક યથાપ્રવૃત્તકરણ થાય છે. ઠુંઠે ચડવાની જેમ અપૂર્વકરણ થાય, ઉડવા માફક અનિવર્તિકરણ થાય, ટોચેથી ઉતરવા માફક સ્થિતિ વધારવા જેવું થાય.
પુરુષદૃષ્ટાંત - કોઈ ત્રણ પુરુષો મોટા નગરે જવાની ઈચ્છાથી પોતાના
ગામથી નીકળીને અટવીએ આવ્યા. ઘણો લાંબો રસ્તો ઓળંગી થોડા વખતમાં પહોંચવાને, ભય સ્થાન જોઈને ઘણાં જોરથી ચાલતા બંને બાજુ ઉઘાડી તલવારવાળા બે ચોરને જોયા, તેમાં એક સામો થયો, બીજો ચોરોએ પકડી લીધો, ત્રીજો મુસાફર
ચોરોને હરાવીને ઈચ્છિત નગરે પહોંચ્યો. એ પ્રમાણે સંસાર અટવીમાં ત્રણ પ્રકારે
સંસારી પુરુષો છે. પંથરૂપ કર્મની દીર્ઘસ્થિતિ છે, ભયસ્થાન તે ગ્રંથિની જગ્યા છે, તસ્કર રૂપ રાગ દ્વેષ છે. તેમાં શત્રુ સામે થનાર ગ્રંથિ દેશ પામીને પછી અનિષ્ટ પરિણામી થતાં કર્મની વધુ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, બીજો પુરુષ કે જે ત્યાં અટકી ગયો. ત્રીજો પુરુષ તે અપૂર્વકરણ પામીને રાગદ્વેષરૂપ ચોરોને હરાવી છેલ્લે સમકિત પામ્યો.
[પ્રશ્ન] આ સમ્યગ્દર્શન ઉપદેશથી મળે કે વિના ઉપદેશથી? બંને પ્રકારે મળે. કેવી રીતે? તે કહે છે – રસ્તામાં ભુલા પડેલા ત્રણ મુસાફર માક. એક મુસાફર પોતાની મેળે જ રસ્તો શોધી કાઢે છે, બીજો જાણીતાને પૂછીને સીધા