________________
ઉપોદ્ઘાત નિ ૧૦૩
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ગોપવવું તે ગુપ્તિ. તે આવતાં કર્મ કચરાને રોકે છે. ગુપ્તિ કરે તે ગુપ્તિકર, સંયમ અપૂર્વ કર્મ કચરો રોકવામાં ઉપકારી છે. • x - આ રીતે તપ, સંયમ, ગુપ્તિ ત્રણે કચરો કાઢવામાં ઉપકારી છે. પરંતુ જ્ઞાન અને સાત્રિ બંને ક્ષાયિક હોય તે મોક્ષ આપે. ક્ષયોપશમથી કર્મમલ ન કપાય. ક્ષાયિક જ્ઞાન અને ચારિત્રના સમાયોગે સંપૂર્ણ મેલ કપાય, તેમ જિનશાસનમાં કહ્યું છે.
પ્રશ્ન - સમ્યગુ દર્શનાદિ ત્રણથી મોક્ષ થાય તે આગમનો વિરોધ થશે. કેમકે સમ્યગ્દર્શન વિના ઉક્ત જ્ઞાનાદિ ત્રણથી જ મોક્ષ થશે એવું તમે કહો છો (ઉત્તર) સમ્યગુદર્શન તે જ્ઞાનનો એક ભાગ હોવાથી રચિરૂપે છે. તેથી જ્ઞાનમાં અંતભવિ છે, માટે અદોષ છે. પૂર્વ નિર્યુક્તિકારે કહેલ કે શ્રુતજ્ઞાનમાં વતતો જીવ મોહો ન જાય, તેમાં આ હેતુ છે કે, તે ક્ષાયોપથમિક ભાવમાં છે, x• અત્ ક્ષાયિક જ્ઞાન-ચારિત્ર થાય ત્યારે મોક્ષે મળે.
હવે સૂત્રનું ક્ષાયોપથમિકપણું બતાવે છે – • નિયુક્ત-૧૦૪ -
બાર ગરૂપ પણ સુતજ્ઞાન સાયોપયમિક ભાવે હોય છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ માત્ર કષાયોનો ક્ષય થવાથી ક્ષાયિક ભાવે જ થાય.
• વિવેચન-૧૦૪ :
થવું તે ભાવ, તે ઔદયિકાદિ અનેક ભેદે છે. તેથી કહ્યું કે બાર અંગવાળુ શ્રુતજ્ઞાન તથા આપ શબ્દથી અંગ બહારનું જ્ઞાન તથા મતિ, અવધિ, મન:પર્યવ એ ત્રણ, સામાયિકાદિ ચાર ચાસ્ત્રિ ક્ષાયોપસમિક ભાવે છે, પણ કેવળનો ભાવ તે કૈવલ્ય, તે ધાતિકર્મના વિયોગથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન ક્ષાયિકભાવે છે. આ ગ્રહણ કરવાથી “અજ્ઞાની પ્રકૃતિ મુક્તપુરુષ" મતનું ખંડન થાય છે. * * * * *
સ્વ મતથી તો ક્રોધાદિ કષાયનો ક્ષય થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય, અન્ય પ્રકારે નહીં.
અહીં જો કે છાસ્થ વીતરાગ અવસ્થામાં બારમે ગુણ ઠાણે ક્ષાપક શ્રેણિમાં કપાયો ક્ષય થતાં મોહનીય સર્વથા ક્ષય થયા પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન ન હોય પણ જ્ઞાનાવરણ (આદિ ?] ક્ષય થયા પછી કેવળજ્ઞાન થાય. છતાં કષાય ક્ષય બતાવવાનું કારણ મોહનીયના ભેદમાં કષાયોનું પ્રાધાન્ય બતાવવાનું છે. કષાય ક્ષયે નિવણ (કેવળજ્ઞાન ?] થાય. કેવળજ્ઞાન થાય ત્યારે સમ્યગુદર્શન, જ્ઞાન, ચા»િ ગણે ક્ષાયિકપણે હોય તેમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન તો પછી જે કહ્યું કે- શ્રુતજ્ઞાનમાં જીવ વર્તવા છતાં જે તપ, સંયમરૂપ યોગથી શૂન્ય છે, તે મોક્ષન પામે તે વિશેષણ નકામું થશે ને ? કેમકે - ૪ - કેવળજ્ઞાનના અભાવે મોક્ષ તો નહીં જ થાય. [ઉત્તર) તમારી વાત સત્ય છે, પણ ક્ષાયોપથમિક સમ્યકત્વ-શ્રુત-ચાસ્ત્રિ એ ત્રણે એકઠાં થાય પછી ક્ષાયિક સમ્યકવાદિ થતાં પરંપરાએ મોક્ષ થાય છે માટે અમારું કથન અદોષ છે - ક્ષાયિક જ્ઞાન કે શ્રતાદિનો લાભાલાભ કઈ રીતે થાય ? તે કહે છે –
• નિર્યુક્તિ-૧૦૫,૧૦૬ :
આઠ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વતતો જીવ ચારમાંથી એકે સામાયિકને ન પામી શકે. જો સાત કોંની એક કોડાકોડી સાગરોપમની અંદરની સ્થિતિ હોય તો ચારમાંથી એક સામાયિક પામે છે.
• વિવેચન-૧૦૫,૧૦૬ - - જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વતતો જીવ પૂર્વોક્ત સામાયિકાદિ અર્થાત સમ્યકત્વ, શ્રત, દેશવિરતિ અને સર્વ વિરતિ તેમાંનું કોઈપણ એક સામાયિક પણ મળે નહીં. આપ શબ્દથી મતિ, અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાનાદિ પણ ન મળે, પૂર્વે પામેલ પણ ન હોય. કેમકે જે એક વખત સમ્યકત્વ પામીને વમેલ હોય તે પણ ગ્રંથીને ઉલંઘીને ઉત્કૃષ્ટ સ્થિતિક કર્મ પ્રકૃતિ ફરી ન બાંધે. એકલા આયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન પૂર્વ પ્રતિપન્ન હોય તે અનુતર વિમાને ઉપપાત કાળે દેવ છે, પણ તે ત્યાં ઉત્પન્ન થતાં પૂર્વે સમ્યકત્યાદિ પામેલો ગણાય, પણ નવું સમ્યકત્વ ન પામે. તુ શબ્દથી સમજવું કે જઘન્યસ્થિતિમાં વર્તનારો જીવ પ્રતિપન્ન પણ ન હોય અને એકલા આયુ કર્મની જઘન્ય સ્થિતિમાં વર્તમાન જીવ પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિપધમાનક પણ ન હોય, કેમકે ક્ષુલ્લક ભવમાં જઘન્યાય અનંતકાય વનસ્પતિમાં જ હોય છે. તેમાં પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિપધમાનકનો અભાવ હોય છે.
તે પ્રકૃતિની ઉત્કૃષ્ટ, જઘન્ય ભેદથી ભિન્ન સ્થિતિ આ પ્રમાણે - પહેલાંના ત્રણ તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય તથા અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી, મોહનીયની 30, નામ અને ગોગની ૨૦ કોડાકોડી અને આયુ કર્મની 33-સાગરોપમ છે.
જઘન્ય સ્થિતિ - વેદનીયની ૧૨-મુહૂર્ત, નામ અને ગોગની ૮-મુહૂર્ત, બાકીના છ કર્મોની અંતર્મુહૂર્ત છે. તેમ તવાર્થમાં કહેલ છે.
[પ્રન] આ બધી સાથે જ ઉત્કૃષ્ટ સ્થિતિ મેળવે કે એકની ઉત્કૃષ્ટ સ્થિતિ થતાં બીજી નિયમથી હોય? [ઉત્તર] મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં બાકીની છની ઉત્કૃષ્ટ હોય જ. આયુની ઉત્કૃષ્ટ કે મધ્યમ સ્થિતિ હોય પણ જઘન્ય ન હોય. મોહનીય સિવાયની કોઈની પણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં મોહનીય અને શેષ પ્રકૃતિની ઉત્કૃષ્ટ કે મધ્યમ હોય પણ જઘન્ય ન હોય. આયુ છોડીને સાત કર્મની જે પર્યન્તવર્તિની સ્થિતિને આશ્રીને એક સાગરોપમ કોડાકોડી સ્થિતિમાં વર્તનારો થાય ત્યારે તે ઉપરોક્ત ચાર શ્રત સામાયિકાદિને મેળવે છે, પણ વધુ સ્થિતિ ભોગવવી બાકી હોય તો તે ચારમાંનું એકપણ ન મળે. • x •
હવે આખી ગાવાનો અર્થ વિશેષથી કહે છે
જ્યારે સાત કર્મની પર્યન્તવર્તિની સાગરોપમ કોડાકોડી સ્થિતિમાં એક પલ્યોપમનો અસંગેય ભાગ હીન થાય ત્યારે ઘન ગણદ્વૈપનો પરિણામ અત્યંત દર્ભેદ્ય છે. તેથી લાકડાંની ગાંઠ ચીરવા માફક કર્મગ્રંથિ ભેદવી મુશ્કેલ છે. ભાષ્યકાર કહે છે - આ મિથ્યાત્વની કર્મ ગાંઠ કર્કશ ધન રૂઢ ગુઢ ગાંઠ માફક ભેદવી મુશ્કેલ