________________
૬૦ ૬/૯૨ નિ - ૧૬૦૪
આંબેલમાં જાણવા.
લોકને આશ્રીને કુડંગ, એ પ્રમાણે વેદાદિ ચારેને આશ્રીને કુડંગ એવા આ પાંચ કુડંગો જાણળા. (શેમાં ?) આયંબિલના વિષયમાં.
૨૧૧
સંક્ષેપમાં અર્થ કહ્યો. હવે વિસ્તરાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. તે આ – અહીં આચામ્સ અને આચામ્ય પ્રાયોગ્ય થાય છે. તેમાં ઓદનમાં આયમઆમ્લ તે આયામ્તપ્રાયોગ્ય થાય છે. આયામ-આમ્લ ક્રૂર સહિત છે. જે કૂરના ભેદ છે, તે આયામ્ત પ્રાયોગ્ય છે. ચોખાની કણિકા, કુંડાંત, પીસીને પૃથક્ કરાયેલ, પૃષ્ટપોલિકા, રાલગા, મંડકાદિ, કુભાષા પૂર્વે પાણી વડે બફાય છે, પછી ખાંડણીમાં પીસાય છે. તે ત્રણ પ્રકારે લક્ષણ, મધ્ય, સ્થૂલ.
આ આયા છે. આચામ્લ પ્રાયોગ્ય વળી જે ફોતરાથી મિશ્ર, કણિક્કા, કાંકટુકા વગેરે જાણવા.
સતુ [સાથવો] જવનો, ઘઉંનો અને ચોખાનો હોય.
પ્રાયોગ્ય વળી ઘઉંને મશળીને, ગળી જાય પછી ખાય. જે યંત્ર વડે પીસવા શક્ય ન હોય, તેનો જ નિર્ધાર કે કણિક્કા કરવા. આ બધાં આયામ્તને પ્રાયોગ્ય થાય છે.
-
તે આચામામ્લ ત્રણ ભેદે છે – ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય.
(૧) ઉત્કૃષ્ટ - દ્રવ્યથી કલમ, શાલિ, કૂર ઉત્કૃષ્ટ છે અથવા જે જેને પચ્ચ હોય અથવા રુચે છે તે ઉત્કૃષ્ટ કહેવાય.
(૨) જઘન્ય-રાલક કે શ્યામાક તે જઘન્ય છે.
(૩) મધ્યમ - બાકીના બધાંને મધ્યમ જાણવા,
તે જે કલમ, શાલિ અને કૂર છે, તે રસને આશ્રીને ત્રણ ભેદે છે – ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. તે જ ત્રણ પ્રકારે આચામામ્સ નિર્જરાગુણને આશ્રીને ત્રણ ભેદે છે – ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય નિર્જરાગુણ.
કલમ, શાલિ, કૂર દ્રવ્યથી ઉત્કૃષ્ટ દ્રવ્ય ચોથા રસ વડે ખવાય છે. રસથી પણ ઉત્કૃષ્ટ, તેના હોવાથી પણ આચામામ્લ વડે ઉત્કૃષ્ટ રસથી અને ગુણથી છે. જઘન્યમાં
થોડી નિર્જરા કહેલી છે.
તે જ કલમ ઓદન જ્યારે બીજા આચામામ્બથી હોય ત્યારે દ્રવ્યથી ઉત્કૃષ્ટ, રસથી મધ્યમ અને ગુણથી પણ મધ્યમ જ છે. તે જ્યારે ઉષ્ણ જળથી હોય ત્યારે દ્રવ્યથી ઉત્કૃષ્ટ, રશતી જઘન્ય અને ગુણથી મધ્યમ જ છે. જે કારણે દ્રવ્યથી ઉત્કૃષ્ટ
છે, તે રસથી નથી.
હવે જે મધ્યમા છે, તે તંદુલ ઓદન દ્રવ્યથી મધ્યમા આચામામ્સ વડે, રસથી ઉત્કૃષ્ટા, ગુણથી મધ્યમા છે તે પ્રમાણે જ ઉષ્ણ જળ વડે દ્રવ્યથી મધ્યમ, રસથી જઘન્ય, ગુણથી મધ્યમ મધ્યમ દ્રવ્ય છે.
રાલગ, તૃણ, કૂર દ્રવ્યથી જઘન્ય, આચારમામ્સથી, રસથી ઉત્કૃષ્ટ અને ગુણથી મધ્યમ છે. તે જ આચામામ્સથી દ્રવ્યથી જઘન્ય, રસાથી મધ્યમ અને ગુણથી
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
પણ મધ્યમ છે. તે જ ઉષ્ણ જળ વડે દ્રવ્યથી જઘન્ય, રસથી પણ જઘન્ય અને ગુણથી ઉત્કૃષ્ટ છે. બહુ નિર્જરા થાય તેમ કહેલ છે.
અથવા ઉત્કૃષ્ટમાં ત્રણ વિભાષા છે – ઉત્કૃષ્ટોત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ મધ્યમ, ઉત્કૃષ્ટ જઘન્ય. કાંજિકા આચામામ્લ ઉષ્ણ ઉદક વડે જઘન્યા મધ્યમોત્કૃષ્ટ નિર્જરા એ પ્રમાણે ત્રણેમાં વિભાષા કરવી જોઈએ.
૨૧૨
છલના નામ એકથી આચામામ્સ પ્રત્યાખ્યાત છે. તેનાથી ભ્રમણ કરતાં શુદ્ધ ઓદન ગ્રહણ કરે. અજ્ઞાનથી દુધ વડે નિયમિત ગ્રહણ કરીને આવેલ, આલોચના કરીને પછી જમે છે. ગુરુ વડે કહેવાયું – હમણાં તો તે આચામામ્સનું પ્રત્યાખ્યાન કર્યુ. તે બોલ્યો . – સત્ય છે. તો પછી કેમ જમે છે ? જે મેં પ્રત્યાખ્યાન કરેલ છે કે પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાનમાં માતા નથી. એ પ્રમાણે આચામામ્સમાં પણ પ્રત્યાખ્યાન કર્યા પછી તે કરતો નથી.
આને છલના કહેવાય. બંને અર્થમાં વર્તતી હોવાથી આવી છળના તદ્દન નિરયિકા કહેલી છે.
પાંચ કુંડકા - વકો કહ્યા છે – લોકમાં, વેદમાં, સમયમાં, અજ્ઞાનમાં અને ગ્લાનમાં. તેમાં એકે આચામામ્સનું પ્રત્યાખ્યાન કર્યુ. તેણે ભ્રમણ કરતાં શંખડી સંભાવિત થઈ. બીજે ઉત્કૃષ્ટ પ્રાપ્ત થયું. આચાર્યને બતાવે છે. ત્યારે આચાર્યએ કહ્યું – તેં તો આચામામ્બનું પરાકખાણ કરેલ છે ને ?
ત્યારે તે કહે છે – હે ક્ષમાશ્રમણ ! મારા વડે ઘણાં જ લૌકિશાસ્ત્રો એકઠા કરાયા. તેમાં આચામામ્લ શબ્દ જ નથી. આ લૌકિકકુડંક.
અથવા ચારે વેદોમાં સાંગોપાંગમાં પણ ક્યાંય આયામામ્લ શબ્દ અમે જોયેલ નથી, તેમ કહેનાર બીજો કુડંક.
અથવા સમય-સિદ્ધાંતમાં ચરક, ચીકિ, ભિક્ષુ, પાંડુરંગોમાં, ત્યાં પણ આચામામ્લ શબ્દ નથી. મને ખબર નથી પડતી કે તમારા [જૈનસિદ્ધાંતમાં આ શબ્દ ક્યાંથી આવી ગયો છે ? આ ત્રીજો કુડંક.
અજ્ઞાનથી કહે છે – હે ક્ષમાશ્રમણ ! હું જાણતો નથી કે આવામામ્સ કેવા સ્વરૂપનું - કેવા પ્રકારનું હોય છે ? હું સમજ્યો કે કુસણ વડે પણ જમાય છે, તેથી મેં ગ્રહણ કરેલ છે. તો “મિચ્છા મિ દુક્કડં”. ફરી તેવું કરીશ નહીં. આ અજ્ઞાન વાળો ચોથો કુડંક જાણવો.
ગ્લાન કહે છે – હું આચામામ્લ કરવાને સમર્થ નથી, કારણ કે મને તેનાથી શૂળ ઉપડે છે. અથવા કોઈ બીજા રોગનું નામ કહે ચે. તેથી મારાથી આયામામ્સ ન થાય. આ પાંચમો કુક જાણવો.
તેના - આયંબિલના આઠ આગારો કહેલા છે તે આ –
અન્નત્ય - અનાભોગથી, સહસાકારથી, લેપકૃતથી, ગૃહસ્થ સંસ્કૃતથી, ઉત્ક્ષિપ્તવિવેકથી, પારિષ્ઠાપનિકાકાથી, મહતરાકાથી, સર્વસમાધિ નિમિત્તાગારથી [આ આઠ કારણો સિવાય] વોસિરાવે છે તજે છે.
-