________________
૩ ૪૨૯, નિ - ૧૩૩૬
૮૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• નિર્યુકિત-૧૩૭૬-વિવેચન :
સંધ્યામાં વિધમાન કાળગ્રહણને આહરીને તે કાળગ્રહણ અને સંધ્યાનું જે શેષ, આ બંને પણ સમ જે રીતે સમ છે, તે રીતે તે કાળવેળાની તુલના કરે છે.
અથવા ઉત્તરાદિમાં ત્રણે સંધ્યામાં ગ્રહણ કરે છે.
ચરમ - બીજી અપગત સંધ્યામાં પણ ગ્રહણ કરે છે. તો પણ દોષ ન લાગે. આ પ્રમાણે ગાથાર્થ જાણવો.
તે કાલગ્રાહી વેળાને તોલ કરીને કાળભૂમિ સંદિશન નિમિત ગુરુના પાદમૂલે જાય છે. તેમાં આ વિધિ છે –
• નિર્યુક્તિ-૧૩૭૭-વિવેચન :
જે રીતે જતો એવો આયુક્ત નીકળે, તે રીતે પ્રવેશતો પણ તે આયુક્ત પ્રવેશે છે. પૂર્વે નીકળેલ જ જો પૂછ્યા વિના કાળને ગ્રહણ કરે છે. પ્રવેશતો પણ જો ખલન પામે કે પડે છે, તેનાથી અહીં પણ કાળ સમાન ઉદ્ઘાત જાણવો.
અથવા ઘાત તે ટેકુ કે અંગારાદિ વડે ઘાત થાય.
‘બોલતો, મૂઢ શંકિત, ઈન્દ્રિયવિષયમાં અમનોજ્ઞ’ ઈત્યાદિ પશ્ચાદ્ધ માંન્યાસિકને આગળ કહીશું.
અથવા અહીં પણ આવો અર્થ કહેવો - વંદન દેતો, બીજો બોલતા બોલતા આપે - વંદનહીકને ઉપયોગી ન આપે અથવા જે ક્રિયામાં મૂઢ કે આવર્ત આદિમાં શંકા કરતો કે ન કરતો વંદન દેતો અથાણ અમનોજ્ઞ ઈન્દ્રિય વિષય આવતા –
• નિયુક્તિ-૧૩૩૮ + વિવેચન :
તૈયેધિકીમાં નમસ્કાર, પંચમંગલમાં કાયોત્સર્ગ, કૃતિકર્મ કરતા બીજો કાળ પણ પ્રતિયરે છે.
પ્રવેશ કરતો ત્રણ વખત નૈધિકી કરે છે. ક્ષમાશ્રમણોને નમસ્કાર કરે છે. ઈયપિથિકીમાં પાંચ ઉચ્છવાસકાલિક કાયોત્સર્ગ કરે છે પારીને “નમો અરિહંતાણં'' બોલીને પંચમંગલ જ કહે છે.
ત્યારે કૃતિકર્મ એટલે દ્વાદશાવતું વંદન આપે છે. પછી કહે છે કે – પ્રાદોષિક કાળને ગ્રહણ કરવાની આજ્ઞા આપો. ગુરવચને ગ્રહણ કરે.
એ પ્રમાણે જ્યાં સુધી કાળગ્રાહી આજ્ઞા લઈને આવે છે, તેટલામાં બીજો દંડધર, તે કાળને પ્રતિયરે છે.
ફરી પૂર્વોક્ત વિધિથી કાળગ્રાહી નીકળે છે – • નિયુક્તિ-૧૩૩૯ + વિવેચન :
થોડી સંધ્યા બાકી રહે ત્યારે ઉત્તરામુખ સ્થાપે છે. ચતુર્વિશતિ સ્તવ, ધ્રુમપુષિકાને પૂર્વથી એક એક દિશામાં સ્થાપે.
ઉત્તરામુખ દંડધારી પણ ડાબે પડખે. ઋજુતિર્ય દંડધારી પૂર્વાભિમુખ રહે છે. કાળગ્રહણ નિમિતે આઠ શ્વાસોચ્છવાસ કાળને કાયોત્સર્ગ કરે છે. બીજા કહે છે - પાંચ ઉચ્છવાસિક કરે છે.
કાયોત્સર્ગ પારીને ચતુર્વિશતિ સ્તવ [લોગસ્સો, દ્રુમપુપિકા અને ગ્રામચપૂર્વક. આ ત્રણે અખલિત અનુપા કરીને પછી પૂર્વમાં આ જ અનુપેaો છેએ પ્રમાણે દક્ષિણમાં અને પશ્ચિમમાં પણ જાણવું.
કાળગ્રહણ લેતા આ ઉપઘાતો જાણવા - • નિર્યુક્તિ-૧૩૮૦-વિવેચન :
તેને દિશામોહ થાય અથવા દિશા પ્રતિ કે અધ્યયનપતિ મૂઢ હોય. કઈ રીતે ? તેને વૃત્તિકાર સ્પષ્ટ કરે છે –
પહેલાં ઉત્તરોમુખથી રહેવું જોઈએ, તે ફરી પૂર્વોન્મુખ ઉભો રહે. અધ્યયનોમાં પણ પહેલાં ચતુર્વિશતિ સ્તવ, તે વળી મૂઢત્વથી કુમપુપિકા અથવા શ્રામસ્યપૂર્વક કહે.
ફૂટ જ વ્યંજનના અભિલાપથી બોલતો કે કહે. બુઝુડ કરતો ગ્રહણ કરે. એ પ્રમાણે કાળગ્રહણ ન સુઝે.
શંકા કરતો પૂર્વમાં ઉત્તરોમુખથી રહે, પછી પૂર્વોમુખથી રહેવું જોઈએ. ફરી ઉત્તરના બદલે પશ્ચિમોમુખ રહે.
- અધ્યયનમાં પણ ચતુર્વિશતિને બદલે બીજું જ ક્ષુલ્લક આચાર આદિ અધ્યયન સંકામે છે.
અથવા એવી શંકા થાય છે કે – શું અમુક દિશામાં ઉભેલો કે નહીં ? અધ્યયનમાં પણ શું કર્યું કે શું ન કર્યું?
| ઈન્દ્રિય વિષય પણ અમનોજ્ઞ એટલે અનિષ્ટ પ્રાપ્ત થાય. જેમકે – શ્રોએન્દ્રિયથી વ્યંતર વડે થતા રુદનને કે અટ્ટહાસ્યને સાંભળે. રૂપ કરતા વિભીષિકાદિ વિકૃત રૂપ જુએ, ફ્લેવરાદિની ગંધ સુંધે. રસ તેમજ જાણો, સ્પર્શમાં અગ્નિ જ્વાલાદિને સ્પર્શ થાય.
અથવા ઈષ્ટ રાગને પામે, અનિષ્ટ ઈન્દ્રિય વિષયોમાં દ્વેષ કરે.
એ પ્રમાણે ઉપઘાત વર્જિત કાળને ગ્રહણ કરીને કાળનિવેદન અર્થે ગુરુની પાસે જઈને આમ કહે છે –
• નિયુક્તિ-૧૩૮૨ + વિવેચન :
જે વિધિ જતી વેળાએ છે, આવતા પણ તે જ વિધિ છે. જે અહીં નાનાવ છે, તેને હું સંક્ષેપથી કહીશ.
આ ભદ્રબાહુ સ્વામીકૃત ગાથા છે. આનો અતિદેશ કરીને પણ સિદ્ધસેના ક્ષમાશ્રમણે પૂવધિ કહેલ છે તે અતિદેશનું વ્યાખ્યાન કરે છે –
• પ્રક્ષેપગાથા-૧ + વિવેચન :
જો નીકળતી આવચ્છિકી ન કરે અને પ્રવેશતી વખતે નૈષેધિકી ન કરે અથવા કરણ આસજ્ય ન કરે.
કાળગ્રહણ ભૂમિમાં પ્રસ્થિત ગુરની સમીપે જો માર્ગમાં શાન કે મારાદિ છેદ કરે. શેષ પદો પૂર્વો કહ્યા છે, તે આ પ્રમાણે –
ખલિત થાય, પડે, વ્યાઘાત થાય, અપમાર્જના, ભય એ બધામાં કાલવધ થાય છે. હવે બીજી ગાથા કહે છે –