________________
૬૦ ૪/૨૯, નિં - ૧૩૬૭
• નિયુક્તિ-૧૩૬૭ + વિવેચન :
જે અસમર્થ, બાળ, વૃદ્ધ, ગ્લાન અને પરિતાંત હોય, તે વિકશાથી વિરહિત થઈને નિર્જરપ્રેક્ષી થઈને રહે.
પરિતાંત - પ્રાધુર્ણક આદિ, તે પણ સ્વાધ્યાય અને ધ્યાનરત થઈને રહે છે. જ્યારે ગુરુઓ (સામાયિકમાં) રહે છે, ત્યારે તેઓ પણ ‘બાળ આદિ’ આ વિધિથી
રહે છે -
• નિર્યુક્તિ-૧૩૬૮ + વિવેચન :
જિનોપદિષ્ટ અને ગુરુના ઉપદેશથી આવશ્યક કરીને, ત્રણ થોય અને કાળ
પ્રતિલેખના કરે તેમાં આ વિધિ છે.
23
જિનેશ્વર કે ગણધરે ઉપદિષ્ટ, પછી પરંપરાથી યાવત્ આપણા ગુરુના ઉપદેશથી આવેલ તે આવશ્યક કરીને બીજા ત્રણ થોય કરે છે અથવા એક એકશ્લોકિકા,
બીજા દ્વિબ્લોકિકા, ત્રીજા ત્રિશ્લોકિકા, તેની સમાપ્તિમાં કાળ પ્રતિલેખના વિધિ કરવી જોઈએ.
આ વિધિને રહેવા દઈને હવે કાળભેદ કહે છે -
• નિયુક્તિ-૧૩૬૯ + વિવેચન :
કાળ (ગ્રહણ) બે ભેદે છે – વ્યાઘાતિમ અને બીજું જાણવું. તેમાં વ્યાઘાતમાં
ઘંઘશાળામાં ઘટ્ટણ અથવા શ્રાદ્ધ કથનથી છે.
ગાથાનો પૂર્વાદ્ધ સુગમ છે. પશ્ચાદ્ધની વ્યાખ્યા આ પ્રમાણે – જે અતિરિક્ત વસતિ અને કાર્પાટિકે રોવેલી છે, તે ઘંઘશાળા. તેમાં જતાં ઘન, પત્તન આદિ વ્યાઘાત દોષ તથા શ્રાવકના કથનથી વેળા અતિક્રમણ દોષ થાય છે.
• નિયુક્તિ-૧૩૭૦નું વિવેચન :
તે વ્યાઘાતવાળી બેમાં જે કાળ અને પ્રતિચારક છે તે નીકળતા, તેમને ત્રીજા ઉપાધ્યાયાદિ અપાય છે.
તે બંને કાલગ્રહીઓ આપૃચ્છા-સંદિશન-કાલપ્રવેદન બધું જ તેને જ કરે છે. અહીં ગંડગનું દૃષ્ટાંત હોતું નથી. બીજા બધાં ઉપયુક્ત થઈને રહે છે. શુદ્ધ કાળમાં
ત્યાં ઉપાધ્યાયને પ્રવેદન કરે છે.
ત્યારે દંડધર બહાર કાળને પ્રતિચરતો રહે છે.
બીજા પણ બે અંદર પ્રવેશતા, તે ઉપાધ્યાયની સમીપે બધાં એકસાથે કાળની પ્રસ્થાપના કરે છે. પછી એક નીકળે છે, દંડધર આવે છે. તેના વડે પ્રસ્થાપના થતાં સ્વાધ્યાય કરે છે.
નિર્વ્યાઘાતમાં પશ્ચાદ્ધ છે, તેનો અર્થ આ છે –
• નિયુક્તિ-૧૩૭૧નું વિવેચન :
નિર્વ્યાઘાતમાં બે જણા ગુરુને પૂછે છે - અમે કાળગ્રહણ કરીએ ? ગુરુ વડે અનુજ્ઞા પામીને “કૃતિકર્મ'' વંદન કર્યા પછી દંડક ગ્રહણ કરીને બંને ઉપયુક્ત થઈને
આવશ્યિકી આશચ્યા કરતો અને પ્રમાર્જના કરતો નીકળે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
માર્ગમાં જો સ્ખલના પામતો કે પડતો અથવા વસ્ત્રાદિને સ્પર્શતો કૃતિકાંદિ કે કંઈક વિતથ કરે, ત્યારે કાળ વ્યાઘાત.
૮૪
આ કાળ ભૂમિ પ્રતિચરણ વિધિ છે, ઈન્દ્રિયોમાં ઉપયુક્ત તે બંને પ્રતિચરતા, વિશ - જ્યાં ચારે પણ દિશા દેખાય છે, ઋતુમાં જો ત્રણ તારા દેખાય છે. પણ જો બંને ઉપયુક્ત ન હોય કે અનિષ્ટ ઈન્દ્રિયવિષય હોય. વિશ દિશામોહ - દિશા કે
તારાઓ ન દેખાય અથવા વરસાદ પડે અથવા અસ્વાધ્યાયિક થાય ત્યારે કાળવધ
કહ્યો. - પરંતુ -
• નિયુક્તિ-૧૩૭૨-વિવેચન :
તે બંનેને જ ગુરુસમીપેથી કાળભૂમિ જતા, માર્ગમાં જો ક્ષત કે જ્યોતિ સ્પર્શે ત્યારે નિવર્તે - અટકી જાય. એવા એવા કારણોથી અવ્યાહત તે બંને પણ નિર્વ્યાઘાતથી કાળભૂમિ જતાં સંદશક આદિ વિધિપૂર્વક પ્રમાર્જીને બંને બેસે અથવા ઉભા રહીને એક-એક એમ બે દિશામાં નિરીક્ષણ કરતાં રહે. ત્યાં કાળભૂમિમાં રહીને –
• નિયુક્તિ-૧૩૭૩-વિવેચન :
ત્યાં સ્વાધ્યાય (ન) કરતાં બંને રહે. કાળવેળાને પ્રતિયરે છે. જો ગ્રીષ્મમાં ત્રણ અને શિશિરમાં પાંચ વર્ષામાં સાત કણકોને પડતા જુએ, ત્યારે વિનિવર્તે [અટકી જાય]
હવે નિર્વ્યાઘાતથી પ્રાપ્ત કાળગ્રહણ વેળાએ ત્યારે જે દંડધર હોય તે અંદર પ્રવેશતા બોલે છે –
“કાળવેળા ઘણી પ્રતિપન્ન થઈ, હવે બોલ [શબ્દ] ન કરશો.
અહીં ગંડકોષમાં જે પૂર્વે કહેલ છે, તે કરે છે.
•
નિયુક્તિ-૧૩૭૪-વિવેચન :
જેમ લોકમાં ગ્રામાદિ દંડક વડે આઘોષિત ઘણાં જ શ્રુતો વડે અને અલ્પ અશ્રુતો વડે ગ્રામાદિ સ્થિત ન કરતાં દંડ થાય છે.
ઘણાં અશ્રુનો વડે ગંડાનો દંડ થાય છે. તે પ્રમાણે અહીં પણ ઉપસંહાર કરવો
જોઈએ.
પછી દંડધર નીકળતાં કાળગ્રહી ઉભો થાય છે. તે આવો હોય –
• નિર્યુક્તિ-૧૩૭૫ + વિવેચન :
પ્રિયધર્મ, દૃઢધર્મ, સંવિગ્ન, પાપભીરુ, ખેદજ્ઞ અને અભીરુ એવો સાધુ કાળ પ્રતિલેખના કરે. અહીં પ્રિયધર્મ અને દૃઢધર્મની ચૌભંગી જાણવી. તેમાં આ પહેલો ભંગ છે. તે નિત્ય સંસારના ભયથી ઉદ્વિગ્ન હોય, સંવિગ્ન હોય. વખ્ત - પાપ, તેનો ભીરુ - જે રીતે તે ન થાય તે રીતે પ્રયત્નશીલ રહે તે પાપભીરુ કહેવાય.
અહીં કાલવિધિ જ્ઞાયક ખેદજ્ઞ, સત્વવાળો, અભીરુ, આવો સાધુ કાળ પ્રતિચસ્ક અને પ્રતિજાગરક થાય. અર્થાત્ કાળગ્રાહી - કાળગ્રહણ લેનારો થાય. એ પ્રમાણે ગાથાર્થ છે.
તે વેળાને પ્રતિચતો આવા પ્રકારે કાળને તુલના કરે છે.