________________
અધ્યઃ ૪/૨૬
(૧૮) આકુટિ - જાણીને મૂલ આદિ ભોજન કરે તો શબલ. (૧૯) વર્ષમાં દશ વખત ઉદકલેપ કરે તો શબલ. (૨૦) વર્ષમાં દશ વખત માયાસ્થાનને સ્પર્શે તો શબલ.
(૨૧) શીતોદક - સચિત જળ વડે ભીના હાથ કે પગથી પાણી ટપકતું હોય કે કડછીથી પાણી ટપકતું હોય, તેવા ભજનાદિથી અપાતા અને લેવાતા આહાને ભોગવે તો શબલ.
આ અર્થ સંક્ષેપથી કહ્યો છે. વિસ્તારથી અર્થ જાણવા માટે દશાશ્રુતસ્કંધ ગ્રંથથી જાણવું. અસંમોહને માટે દશાશ્રુત સ્કંધથી શબલનું આ સ્વરૂપ કહેલ છે. સંગ્રહણીકાર આ પ્રમાણે કહે છે.
(૧) વર્ષમાં દશ વખત, (૨) મહિનામાં ત્રણ વખત ઉદકલેપ કરે. એ પ્રમાણે જ (3) અને (૪) માયા સ્થાનોને સ્પર્શે.
જાણવા છતાં કે જાણીને (૫) વધ, (૬) અસત્ય, (૭) અંદd, (૮) મૈથુન અને (૯) રાત્રિ ભોજન કરે.
(૧૦) આધાકર્મ, (૧૧) નૃપપિંડ, (૧૨) ક્રીત, (૧૩) પ્રામિત્ય એવા આહાર દોષને સેવે - ખાય.
(૧૪ થી ૧૬) અભિક્ષસંવરિત. (૧૩) કંદાદિને ખાતો (૧૮) ભીના હાથે ગ્રહણ કરતો (૧૯) સચિત શિલાદિ ઉપર બેસતો.
(૨૦) છ માસમાં ગણ સંક્રમણ કરતો, (૨૧) કરકર્મ કરતો. આ પ્રમાણે ૨૧-શબલ દોષને સેવે છે. અહીં સંગ્રહણીની ત્રણ ગાવાની વ્યાખ્યા પૂર્વે નિરૂપેલ શબલ અનુસાર કરી દેવી. o હવે બાવીશ પરીષહ -
માર્ગથી ખસ્યા વિના નિર્જસને માટે સહન કરવું તે પરીષહ. તેમાં સમ્યગદર્શનાદિ માર્ગથી ચલિત ન થવું અને જ્ઞાનાવરણીય આદિ કર્મની નિર્જરા માટે, ઘર - ચોતરફથી આવી પડેલ ભુખ-તરસ આદિ દ્રવ્ય, ગ, કાળ, ભાવની અપેક્ષાથી સહસ્ત કસ્વા જોઈએ.
હવે પરીષહના સ્વરૂપને જણાવતાં કહે છે –
(૧) ભુખ, (૨) તરસ, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) દંસ, (૬) અયેલ, () રતિ, (૮) સ્ત્રી, (૯) ચર્યા, (૧૦) નૈષેધિકી, (૧૧) શય્યા, (૧૨) આક્રોશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ, (૧૬) રોગ, (૧૩) તૃણ સ્પર્શ, (૧૮) મલ, (૧૯) સકાર, (૨૦) પ્રજ્ઞા, (૧) અજ્ઞાન, (૨૨) સમ્યકત્વ.
હવે આ બાવીશની વ્યાખ્યા કરીએ છીએ –
(૧) ક્ષુધા પરીષહ - સુધા વેદનીયના ઉદયથી સર્વે વેદનાના અતિશયપૂર્વક સારી રીતે ન સહેવાતા, જઠરમાં વિદાહ કરતી હોય તેને આગમ વિહિત વિધિથી શમાવતો અને અનેષણીયને પરિહરતો ક્ષુધા પરીષહનો જય થાય છે. અનેષણીય ગ્રહણ કરતાં વિજિત થતો નથી.
(૨) એ પ્રમાણે તૃષા પરીષહ પણ જાણવો જોઈએ.
૨૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (3) શીત - ઘણી ઠંડી હોય તો પણ જીર્ણ વસ્ત્ર રૂ૫ રક્ષણનો ત્યાગ કરીને અક્ષય વસ્ત્રો ન ગ્રહણ કરે કે ન ભોગવે. શીતથી પીડાઈને અગ્નિ ન પ્રગટાવે, બીજાએ પ્રગટાવેલને પણ ન સેવે. એ પ્રમાણે રહેતા શીત પરીષનો ય કરનાર થાય છે.
(૪) ઉણ - ગરમીથી પરિતત હોય તો પણ જલઅવગાહન કરે, નાન ન કરે, વીઝણાદિથી કૃત્રિમ વાયુ ન ઈચ્છે, આતપત્રાદિને ગરમી સામે રક્ષણને માટે ગ્રહણ કરે, પણ ઉણતાને સમ્યકપણે સહે. એ પ્રમાણે રહેતા ઉણપરીષહ જય કરેલ થાય.
(૫) દેશ-દંશ, મશક આદિ વડે ડસાય તો પણ તે સ્થાનથી દૂર ન જાય, તેને દૂર કરવાને માટે ધૂમાડા આદિનો પ્રયત્ન ન કરે. વીંઝણાદિથી તેને નિવારે નહીં. એ પ્રમાણે અનુષ્ઠાન કરતા દંશ પરીષહનો જય કરેલો થાય છે.
આ પ્રમાણે બધે ક્રિયા જોડવી.
(૬) અચેલ-મહાધનના મૂલ્યવાળા નહીં એવા, ખંડિત અને જીર્ણ વસ્ત્રો ન ધારણ કરે, તેવા પ્રકારની દૈન્યતા પામે. આગમમાં કહ્યું છે કે- “પરિજીર્ણ વસ્ત્રોમાં હું અચેલક થઈશ કે સચેલક થઈશ તેવું ભિક્ષુ-સાધુ ન ચિંતવે.” ઈત્યાદિ.
(૩) અરતિ - વિચરતો હોય કે રહેલો હોય, જો અતિ ઉત્પન્ન થાય, તો પણ સમ્યગ્રુધર્મમાં રત બનીને સંસારના સ્વભાવને અવલોકીને રહેવું.
(૮) સ્ત્રી - સ્ત્રીના અંગ, પ્રત્યંગ, સંસ્થાન, હાસ્ય, લલિત, નયન, વિશ્વમાદિ ચેષ્ટા ન ચિંતવવી. જતી હોય ત્યારે તે તરફ દૃષ્ટિ પણ ન મૂકવી. કેમકે કામબુદ્ધિ એ મોક્ષમાર્ગમાં અર્ગલા છે.
(૯) ચર્યા - આળસને છોડીને ગામ, નગર, કુળ આદિમાં અનિયત વસે અને નિર્મમ પ્રતિમાસ ચર્યાને આચરે.
(૧૦) નિષધા - જેમાં બેસાય તે નિષધા - સ્થાન, તે સ્ત્રી નપુંસક પશુથી રહિત વસતિને સેવે અને પશાભાવી ઈષ્ટ-અનિષ્ટ ઉપસર્ગોને સમ્યક રીતે સહે.
(૧૧) શય્યા - શય્યા, સંથારો. ચંપકાદિ પટ્ટ, મૃદુ-કઠિનાદિ ભેદથી ઉંચીનીચી વસતિ-ઉપાશ્રય કે ધુળની પ્રચુરતા હોય, ઠંડી હોય કે ઘણી ગરમી વાળી નિષધા હોય, તો પણ ત્યાં ઉદ્વેગ ન પામે.
(૧૨) આકોશ - અનિષ્ટ વચન, તે સાંભળીને પણ બીજાની આલોચનાથી કોપ ન કરે.
(૧૩) વધ - કોઈ પત્થરથી, લતાણી, ચાબુકથી તાડન કરે તો પણ શરીર અવશ્યતયા વિધ્વંસ થવાનું છે એમ માનીને સમ્યક્ સહન કરે, પોતાના કરેલા કર્મોનું ફળ છે આ, એવું વિચારે.
(૧૪) ચાયના - માગવું, ભિક્ષુને વસ્ત્ર, પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રયાદિ બીજા પાસેથી જ બધું મળે છે, તેથી યાચના પ્રતિ અનાદર ન કરે, સાધુએ કાર્ય પડે ત્યારે સ્વધર્મ કાય પરિપાલન માટે યાચના અવશ્ય કરવી જોઈએ, એમ અનુષ્ઠાન કરતો ચાચના પરીષહનો જય કરનાર થાય.
(૧૫) અલાભ - માંગવા છતાં ન મળે તો પણ પ્રસન્ન ચિતે જ અવિકૃત