________________
અધ્ય૰ ૪/૨૫
(૨૦) એષણા સમિતિ - અનેષણાનો ત્યાગ-પરિહાર ન કરે. જો કોઈ તેની પડિયોયણા - પ્રેરણાદિ કરે તો તે સાધુ સાથે પણ ઝઘડવા લાગે. વળી તેનો અપરિહાર કરતાં કાયાના ઉપરોધમાં વર્તે છે, તે રીતે વર્તતા પોતાને અસમાધિમાં જોડે છે.
આ રીતે સંક્ષેપથી ત્રણે ગાથાનો અર્થ કહ્યો. વિસ્તારથી જાણવા દશાશ્રુતસ્કંધ આગમ દ્વારા જાણી લેવું.
૨૧૩
• સૂત્ર-૨૬ :
એકવીસ શબલદોષ, બાવીશ પરીષહો, તેવીશ સૂત્રકૃત્ આગમના કુલ અધ્યયનો, ચોવીશ દેવો, પચીશ ભાવના, છવીશ - દશાશ્રુતસ્કંધ બૃહત્ કલા અને વ્યવહાર એ ત્રણેના મળીને ઉદ્દેશનકાળ, સત્તાવીશ પ્રકારે અણગારનું ચાસ્ત્રિ, અઠ્ઠાવીશ ભેદે આચાર પ્રકલ્પ, ઓગણીશ ભેદે પાપશ્રુતના પ્રસંગો વડે, શ્રીશ મોહનીય સ્થાનો વડે, એકીશ સિદ્ધોના ગુણો વડે, [બીશ યોગ સંગ્રહ વડે]... [જે કોઈ પણ પ્રકારે મને દિવસ સંબંધી અતિચાર થયા હોય તે-તે અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું.]
વિવેચન-૨૬ :
[આ સૂત્રમાં ૨૧ થી ૩૨થી સુધીના ૧૨ બોલનું પ્રતિક્રમણ છે, જેમકે - શબલ દોષ, પરીષહો, ઈત્યાદિ તેમાં બીશમો બોલ યોગસંગ્રહ છે, તેની નિયુક્તિ અને વિવેયન આ
ભાગમાં નથી પણ ચોથા ભાગમાં છે.]
૦ એકવીસ શબલ દોષ વડે થયેલ અતિચારોનું –
ાવન - કાબરચીતરું, તે શબલ ચાસ્ત્રિના નિમિત્તત્વથી હસ્ત કર્મકરણ આદિ ક્રિયા વિશેષને શબલ કહે છે.
કહ્યું છે – થોડાં પણ અપરાધમાં જેમાં સાધુ મૂલગુણમાં ન વર્તે, તે ચાસ્ત્રિને મલિન કરવાથી શબલત્વ કહેવાય છે.
આવા એકવીશ શબલ સ્થાનોને દર્શાવતા કહે છે –
(૧) હસ્તકર્મ કરે, (૨) મૈથુન સેવે, (૩) રાત્રે ખાય, (૪) આધાકર્મ ભોગવે, (૫) રાજપિંડ ભોગવે, (૬) કીત ભોગવે, (૭) પ્રામિત્ય ભોગવે, (૮) અભિહત ભોગવે, (૯) આચ્છેધ ભોગવે, (૧૦) અભીક્ષ્ણ ભોગવે.
(૧૧) ગણ સંક્રમણ કરે, (૧૨) દક્ લેપ કરે, (૧૩) માયા સ્થાનોને સેવે, (૧૪) પ્રાણાતિપાત આકુષ્ટિ કરે, (૧૫) મૃષાવાદ કરે, (૧૬) અદત્તને ગ્રહણ કરે, (૧૭) અંતર વિના પૃથ્વી સ્થાને શય્યા કે નિષધા કરે, સસ્નિગ્ધ, સરજક ચિતવત્ શિલાદિમાં આવાસ કરે, આકુટ્ટિથી સાંડસપ્રાણસબીજ યાવત્ સસંતાનકમાં સ્થાનાદિ કરે, (૧૮) આકુટ્ટિથી મૂળ, કંદ આદિ તથા હરિતકાયાદિને ખાય. (૧૯) ઉદક લેપ કરે, (૨૦) શીતોદકાદિયુક્ત ભાજનથી અપાતા ભોજન-પાન ગ્રહણ કરે અને (૨૧) આવા પ્રકારના શબલ દોષયુક્તને ભોગવે.
[અહીં વ્યાખ્યા કરીએ છીએ તો પણ મૂર્તિની વ્યાખ્યા અને દશાશ્રુતસ્કંધની પૂર્ણિ પણ જોવા સૂચન છે.]
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
૰ હવે ઉક્ત દશ ગાથામાં જણાવેલા ૨૧-શબલ દોષની વ્યાખ્યા – (૧) હસ્તકર્મ સ્વયં કરે છે, બીજા પાસે કરાવે છે.
(૨) મૈથુન તે દેવ, મનુષ્ય કે તિર્યંચ વિષયક એ ત્રણેમાં અતિક્રમ આદિ વડે
સાલંબન સેવતા શબલ દોષ.
૨૧૪
(૩) રાત્રિના ખાતા શબલ દોષ. અહીં ચતુર્ભાગી જાણવી. (૧) દિવસે ગ્રહણ કરી દિવસે ખાય, (૨) દિવસે ગ્રહણ કરેલ રાત્રે ખાય, (૩) રાત્રે ગ્રહણ કરેલ રાત્રે ખાય, (૪) રાત્રે ગ્રહણ કરેલ દિવસે ખાય. આમાં ત્રણ ભંગો અશુદ્ધ છે માત્ર પહેલો ભંગ યોગ્ય છે, તેને અતિક્રમતા શબલ દોષ થાય છે. તેમાં સંનિધિ આદિને સેવતા પણ દોષ લાગે.
(૪) આધાકર્મ ભોગવે - પ્રગટ અર્થ છે.
(૫) રાજપિંડ ભોગવે - પ્રસિદ્ધ છે. (૬) ક્રીત-ખરીદીને લાવેલને ભોગવે.
(૭) પ્રામીત્વ - ઉધાર લાવેલું આપે તે ભોગવે. (૮) અભિત - સામેથી લાવેલ હોય તે ભોગવે.
(૯) આચ્છંધ - છીનવીને લાવેલ હોય તે ભોગવે.
ચારથી નવ દોષ પિંડનિયુક્તિ આદિમાં પ્રસિદ્ધ છે, તે પ્રમાણે જાણી લેવા. આ દોષ સેવનથી શબલ ચારિત્રિ થાય.
(૧૦) અસકૃત્ પચ્ચક્ખાણથી ભોગવતા શબલ દોષ.
(૧૧) છ માસની અંદર જ એક ગણથી બીજા ગણમાં સંક્રમણ કરતાં શબલદોષ થાય. સિવાય કે જ્ઞાન, દર્શન કે ચારિત્રના હેતુથી આવું સંક્રમણ કરે. (જ્ઞાનાદિમાં દોષ નથી.)
(૧૨) એક જ માસમાં ત્રણ વખત ઉદક લેપ કરે, લેપ એટલે નાભિપ્રમાણ જળ. કહ્યું છે કે – જંઘાદ્ધ સંઘટ્ટ નાભિલેપ તેનાથી આગળ તે ‘લેપોપરિ’ તેને શબલ દોષ કહ્યો.
(૧૩) ત્રણ માયા સ્થાનોનું પ્રચ્છાદનાદિ કરતો શબલ દોષ પામે. (૧૪) આધુદ્ધિથી - જાણીને પૃથ્વી આદિનો પ્રાણાતિપાત કરતાં શબલદોષ લાગે. (૧૫) મૃષાવાદ કરતાં શબલ દોષ.
(૧૬) અદત્ત ગ્રહણ કરતાં શબલ દોષ,
(૧૭) અંતરરહિત એટલે સીધાં જ સચિત પૃથ્વી ઉપર સ્થાન-કાયોત્સર્ગ કરે, શય્યા, શયન, નૈષેધિકી કરતાં શબલ દોષ.
સસ્નિગ્ધ જળ વડે, સરજક પૃથ્વી, રજ વડે ચિત્રિત શિલા કદાચ સચેતન પણ હોય. લેલુ-ઢેકું, કોલ-ધુણો, તેનો આવાસ એટલે ધુણા વડે ખવાયેલ કાષ્ઠ, ત્યાં સ્થાનાદિ કરતાં શબલ દોષ.
એ પ્રમાણે ઇંડા આદિની સાથેની ભૂમિ ઉપર પણ સ્થાનાદિ કરતાં શબલ દોષ
લાગે છે.