________________
અધ્ય ૪/૫
૨૦૯
૨૧૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
કરતાં નથી, તેમને સંયમ હોય છે.
(૨) સાધુને આજીવોમાં જેને ગ્રહણ કર્યા હોય તેને આ રીતે સંયમ થાય તેમ કહેલ છે. જેમકે –
પુસ્તક, વસ્ત્ર પંચક, તૃણ પંચક, ચર્મ પંચકમાં.
અહીં વીતરાગ ભગવંતે પુસ્તક પંચકને કહેતા – ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપૂટલક અને સુપાટિકા એ પાંચ કહ્યા છે..
બાહલ્ય અને પૃચકવથી ગંડીપુસ્તક લાંબુ હોય, કચ્છપી અંતે પાતળુ અને મધ્ય પૃયુ કહેલ છે. મુષ્ટિ પુસ્તક ચાર આંગળ લાંબુ કે વૃત આકાર અથવા ચાર આગળ લાંબુ અને ચાર ખૂણાવાળું જાણવું. સંપુટ ફલક વિકાદિને કહે છે અને સૃપાટિકા પાતળા મોના ઉંસ્કૃિત રૂપે હોય તેને વિદ્વાનોએ કહેલ છે. તે દીર્ધ હોય કે હસ્વ હોય, જે પૃથુ હોય અા બાહલ્યવાળું હોય તેને સિદ્ધાંતનો સાર જણનારાઓ સૃપાટિકા પુસ્તક છે, તેમ કહે છે.
દુષ્ય પંચક સંક્ષેપથી બે પ્રકારે હોય છે, તેમ જાણવું. અપતિલેખિત પંચક અને દુપ્રતિલેખ પંચક જાણવું. તેમાં -
પતિલેખિત દૂષ્ય પંચકમાં તૂલી અને ઉપધાનક જાણવા. ગંડોપધાન, આલિંગિની અને મસૂરક પોતમય હોય છે.
પલ્હવી, કૌતષી, પ્રાવાર, નવત્વક અને દંષ્ટ્રણાલી આ બીજુ પંચક દુષ્યપ્રતિલિખિત દૂષ્યમાં જાણવું.
પલ્હવી હસ્તાંતરણ ૫, કૌતપ રુતપૂરિત પટ રૂપ, દંપ્રણાલી પોતપોતરૂપ છે, બાકીના ભેદો પ્રસિદ્ધ છે..
રાગ-દ્વેષ-મોહને જિતેલા જિનેશ્વરે તૃણપંચક કહેલ છે, તે આ પ્રમાણે – શાલિ, વ્રીહિ, કોદરા, સલક અને અરણ્ય તૃણ.
અજિન-ચર્મ પાંચ ભેદે કહેલ છે – બકરા, ઘેટા, ગાય, ભેંસ અને મૃગનું ચર્મ અર્થાત્ અજિત છે.
અથવા બીજી રીતે - તલિકા, ખલક, વધે, કોશ અને કર્તરીએ પ્રમાણે પણ પાંચ ભેદ કહેલા છે.
ધે હિરણ્ય - વિકટ આદિ અજીવોને અસંયમત્વથી સાધુ ગ્રહણ કરતા નથી, તે જ સંયમ જાણવ.
૦ પ્રેક્ષા સંયમ - જ્યાં સ્થાનાદિ કરે ત્યાં જોઈ, પ્રમાજીને કરવા તે.
૦ ઉપેક્ષા સંયમ - બે ભેદે થાય છે, તેમ જાણ. વ્યાપારમાં, વ્યાપામાં. વ્યાપારમાં જે પ્રમાણે ઈન્દ્રિયસમૂહનો કહ્યો. આનો ઉપેક્ષા કરનાર જે રીતે વ્યાપારમાં વિનાશ પામે છે.
આની ઉપેક્ષા કેમ કરે ? તેને અહીં બે પ્રકારે અધિકાર છે. જેમ કે- વ્યાપાર ઉપેક્ષા, તેમાં સાંયોગિક સીદાતાને પ્રેરણા કરવી. બીજાને પણ પ્રાવસનીય કાર્યમાં પ્રેરણા કરવી. [33/14
અવ્યાપાર અપેક્ષાએ સીદાતા ગૃહીને પ્રેરણા ન કરે. ઘણાં બધાં કમોંમાં સંયમ આ ઉપેક્ષાનો છે.
૦ પ્રમાર્જના સંયમ - સાગારિકના પગની અપમાર્જના છતાં સંયમ થાય છે, તે જ અસાગારિકના પ્રમાર્જના સંયમ થાય છે.
o પારિષ્ઠાપના સંયમ - પાણી વડે સંસક્ત ભોજન કે પાન હોય અથવા અવિશુદ્ધ હોય અથવા ઉપકરણ અને પાત્ર આદિ અતિરિક્ત હોય તો પારિષ્ઠાપન વિધિ વડે ત્યાગ કરતા સંયમ થાય છે.
o મન, વચન, કાયાનો સંયમ – અકુશલ મન અને વાચાના રોધમાં અને કુશલ, મન, વચનની ઉદીરણામાં નથી આ સંયમ થાય.
આ મન-વચનનો સંયમ છે, કાયામાં વળી જે આવશ્યક કાર્યમાં ગમનાગમન થાય. તેમાં સમ્યક ઉપયોગ રાખવો તે કાયસંયમ છે.
કાચબાની જેમ સુસમાહિત હાથ-પગ-કાયાને કરતા સાધુને કાયસંયમ થાય છે.
મૂર્ણિની વ્યાખ્યા ખાસ જોવી, અહીં અસંયમ શબ્દથી જ વ્યાખ્યા સ્પષ્ટ બને છે.)
oધે અઢાર પ્રકારે અબ્રહ્મ - અબ્રહ્મચર્યમાં રહેવાથી તે વિષયમાં પ્રતિષેધ કરાયોલને કરવાથી જે અતિયાર થયા હોય, તે દેવસિક અતિચારોને હું પ્રતિકકું છું.
આ અઢાર ભેદે અબ્રહ્મના પ્રતિપાદન માટે કહે છે –
ઔદારિક અને દિવ્ય, મન-વચન-કાયાથી, કરણ યોગથી - અનુમોદનાકરાવતા એમ [૨ x 3 x 3] અઢાર પ્રકારે અબ્રહ્મ થાય.
ઉક્ત સંગ્રહણીની વ્યાખ્યા કરતાં આ પ્રમાણે કહે છે -
- મૂળથી બે ભેદે અબ્રહ્મ થાય છે, ઔદાકિ - તેમાં તિર્યંચ અને મનુષ્ય સંબંધી, દિવ્ય-ભવનવાસી આદિ દેવ સંબંધી.
- મન, વચન, કાયા એ ત્રણ યોગથી. – કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણથી. એ પ્રમાણે આ અબ્રહ્મનું નિરૂપણ કરાયેલ છે.
અહીં ભાવના આ પ્રમાણે જાણવી - (૧) મન વડે સ્વયં દારિક ન કરે, (૨) મન વડે બીજા પાસે ન કરાવે, (3) મન વડે કરતાંને ન અનુમોદે.
એ પ્રમાણે વૈક્રિયમાં પણ જાણવું.
૦ ઓગણીસ જ્ઞાતા અધ્યયનોથી અશ્રદ્ધાદિ કારણે થયેલા દૈવસિક અતિચારોને હું પ્રતિકકું છું.
જ્ઞાત અધ્યયન એટલે જ્ઞાતધર્મકથા અંતતિ અધ્યયનો, તે ઓગણીસ અધ્યયનોને નામથી પ્રતિપાદિત કરવાને માટે સંગ્રહણીકાર શ્રી બે ગાથા નોંધે છે.
(૧) ઉ@ોપણ, (૨) સંઘાટ, (3) અંડ, (૪) કાચબો, (૫) શૈલક, (૬) તુંબ, (2) સેહિણી, (૮) મલ્લી, (૯) માકંદી, (૧૦) ચંદ્રમા, (૧૧) દાવદ્રવ, (૧૨) ઉદક, (૧૩) મંડુક, (૧૪) તેટલીપુત્ર, (૧૫) નંદીફળ, (૧૬) અપરકંકા, (૧૭) અa, (૧૮) સુંસમા, (૧૯) પુંડરીક.