________________
અધ્ય૰ ૪/૨૧, ધ્યાનશતક-૬૫
રમે. શ્રાદ્દે શબ્દથી અશરણ, એકત્વ ઈત્યાદિ બાર અનુપ્રેક્ષા ભાવવી. તેનાથી સચિત્તાદિમાં અનાસક્તિ અને ભવનિર્વેદ થાય. વળી અનિત્યાદિના ચિંતનથી સુભાવિત અંતઃકરણ ધર્મધ્યાન વડે થાય છે. અનુપ્રેક્ષા દ્વાર કહ્યું.
હવે લેશ્મા દ્વારનું પ્રતિપાદન કરે છે –
ગાથા-૬૬ ઃ
૧૫૩
ધર્મધ્યાનમાં રહેલાને તીવ્ર, મંદ કે મધ્યમ ભેદથી પીત-પ-શુકલ લેશ્યા હોય છે, તે ક્રમસર વિશુદ્ધિવાળી છે.
• વિવેચન-૬૬ :
પરિપાટી વિશુદ્ધ ઉત્પન્ન થાય છે. શું ? લેશ્યા. તે પીત, પદ્મ અને શુક્લ કહી. પીતલેશ્યાથી પાલેશ્યા વિશુદ્ધ છે, તેનાથી શુક્લ લેશ્યા ક્રમથી વિશુદ્ધ છે. એ કઈ રીતે બને ? ધર્મધ્યાનયુક્તને બને. તેમાં શું વિશેષતા છે ? તીવ્ર, મંદ, મધ્યમ ભેદથી છે. અથવા સામાન્યથી જ પરિણામ વિશેષ – તીવ્ર, મંદ, મધ્યમ ભેદો છે.
લેફ્સા દ્વાર કહ્યું, હવે લિંગ દ્વાર વર્ણવે છે –
ગાથા-૬૭ ઃ
આગમ, ઉપદેશ, આજ્ઞા, નિસર્ગ કે જિનપશ્ચિત છે, તે ભાવોની શ્રદ્ધા કરવી, તે ધર્મધ્યાનનું ચિહ્ન છે.
• વિવેચન-૬૭ :
આ આગમાદિ જે તીર્થંકર પ્રરૂપિત દ્રવ્યાદિ પદાર્થોની શ્રદ્ધા - આ અવિતથ છે, ઈત્યાદિરૂપ. તે ધર્મધ્યાનનું ચિહ્ન છે. તત્ત્વશ્રદ્ધાથી ધર્મધ્યાયી ઓળખાય છે. અહીં આમ એટલે સૂત્ર જ, તદનુસાર કથન તે ઉપદેશ, આજ્ઞા તે અર્થ, નિસર્ગ એટલે સ્વભાવ. - ગાથા-૬૮ :
તે
જિનેન્દ્ર, સાધુના ગુણોનું કીર્તન, સ્તુતિ, વિનય, દાન એ બધાંથી સંપન્ન, શ્રુત-શીલ-સંયમરતને ધર્મધ્યાની જાણવા.
વિવેચન-૬૮ :
ગુણો - નિરતિચાર સમ્યગ્દર્શનાદિ, તે ગુણોનું કીર્તન, પ્રશંસા - વખાણ કરવા વડે ભક્તિપૂર્વક સ્તુતિ. વિનય - અભ્યુત્થાનાદિ, દાન-અશન આદિ આપવા તે. આ બધાંથી યુક્ત.
શ્રુત - સામાયિકાદિ બિંદુસાર પર્યન્ત. શીલ-વ્રત આદિ સમાધાન રૂપ, સંયમ - પ્રાણાતિપાતાદિ નિવૃત્તિ રૂપ હોય.
ઉક્ત ગુણવાળાને ધર્મધ્યાની જાણવો. લિંગ દ્વાર કહ્યું.
હવે ફળ દ્વારનો અવસર છે - તે લાઘવાર્થે ફળાધિકારમાં શુકલધ્યાનમાં
કહેશે. એ રીતે ધર્મધ્યાન કહ્યું.
-
હવે શુક્લ ધ્યાનનો અવસર છે અહીં પણ ભાવનાદિથી ફળ સુધીના તે જ બાર દ્વારો થાય છે. તેમાં ભાવના, દેશ, કાળ, આસનમાં ધર્મધ્યાનથી અહીં વિશેષ
છે. આને છોડીને આલંબનો કહે છે -
૧૫૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
• ગાયા-૬૯ :
હવે આસન દ્વાર પછી નિમતમાં પ્રધાન ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિર્લોભતા એ આલંબનો છે. તેનાથી શુકલધ્યાન ઉપર આરોહણ કરે છે. • વિવેચન-૬૯ :
ક્ષાંતિ આદિ ધર્મ – ક્રોધ, માન, માયા અને લોભના પરિત્યાગરૂપ. ક્રોધના ઉદયને અટકાવવો કે ઉદીર્ણ ક્રોધને વિફળ કરવો તે ક્રોધપરિત્યાગ. આ પ્રમાણે માન આદિમાં પણ વિચારવું.
આ ક્ષાંતિ આદિ ચારે જિનમનમાં પ્રધાન છે. બિનમત - તીર્થંકર દર્શનમાં કર્મક્ષય હેતુને આશ્રીને પ્રધાન. આનું પ્રાધાન્ય એટલા માટે છે કે અકષાયથી ચાસ્ત્રિ છે અને યાત્રિથી નિયમા મુક્તિ છે.
તેથી આ ચારે આલંબનરૂપ છે, આનું આલંબન કરવાથી શુક્લધ્યાનને આરોહે છે. તથા ક્ષમા આદિ આલંબનથી જ શુક્લધ્યાન સારી રીતે પામે છે, અન્ય
કોઈ રીતે નહીં.
શુક્લધ્યાનને આશ્રીને આલંબન દ્વાર કહ્યું. હવે ક્રમ દ્વારનો અવસર છે. પહેલાં બે નો ક્રમ ધર્મધ્યાનમાં કહ્યો જ છે, તેમાં આ વિશેષ – • ગાથા-૭૦ :
છાસ્ય ત્રિલોકના વિષયમાંથી ક્રમશઃ મનને સંકોચી પરમાણું ઉપર સ્થાપિત કરીને અતિ નિશ્ચલ બનેલો શુકલધ્યાન ધ્યાવે.
છેલ્લા બે ભેદમાં ર્જિન મનરહિત હોય છે.
• વિવેચન-૭૦ :
ત્રિભુવન – અધો, તીંછાં, ઉર્ધ્વ લોકના ભેદથી, તે વિષયક આલંબન જેના મનમાં હોય. તે ત્રિભુવન વિષય ક્રમથી પ્રતિવસ્તુના પરિત્યાગરૂપ લક્ષણથી સંકોચીને અંતકરણને મળુ - પરમાણુમાં સ્થાપે. કોણ ? છાસ્થ. અતીવ નિશ્વલ બની શુક્લ ધ્યાન કરે. ત્યારપછી પણ પ્રયત્ન વિશેષથી મનને દૂર કરીને અવિધમાન અંતઃકરણવાળા અરહંત કે જિન થઈ છેલ્લા બે ધ્યાન કરે છે. તેમાં પણ પહેલાંના અંતર્મુહૂર્તથી શૈલેશીને ન પામીને કરે છે.
છદ્મસ્થ શા માટે ત્રિભુવનવિષયક, મનને સંક્ષેપીને પરમાણુમાં સ્થાપન કરે છે ? કેવલી તેમાંથી દૂર કરે છે ? તે કહે છે –
ગાથા-૭૧ થી ૭૫ :
[૭૧] જે રીતે સર્વ શરીરમાં વ્યાપેલ ઝેર મંત્ર વડે સંકોચીને ડંખ - પ્રદેશમાં લાવી મૂકવામાં આવે છે, પછી શ્રેષ્ઠતર મંત્રયોગથી ડંખ – દેશથી પણ દૂર કરવામાં આવે છે...
[૨] તેવી રીતે ત્રિભુવનરૂપી શરીરમાં પ્રસરેલ મનરૂપી ઝેરને મંત્રના સામર્થ્યવાળો પરમાણુમાં લાવી મૂકે છે, પછી જિનવર રૂપી વૈધ તેમાંથી પણ મનોવિશ્વને દૂર કરે છે.