________________
અધ્ય૰૪/૨૧, ધ્યાનશતક-૫૨ થી ૬૨
૧૫૧
[૫૫] જેના દ્વારા ઉપમુક્ત થવાય તે ઉપયોગ. તે આકાર અને અનાકાર બે ભેદે છે. તે જેનું લક્ષણ છે તે ઉપયોગ લક્ષણ, જીવ છે તે ભવ કે અપવર્ગ પ્રવાહની અપેક્ષાથી નિત્ય છે તથા શરીરથી પૃથક્ છે. શરીર - ઔદારિક આદિ લેવા. જે જીવે છે, જીવશે કે જીવ્યો તે જીવ. તે અમૂર્ત છે. કર્મના કર્તા-નિર્વર્તક છે અને પોતાના બાંધેલ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ઉપભોક્તા છે.
[૫૬] તે જીવના પોતાના કર્મથી નિર્વર્તિત-જનિત સંસાર સાગરને કહે છે. આ સંસાર સાગર જન્મ, જરા, મરણ રૂપ જળથી ભરેલો છે કષાય જ અગાધ ભવજનની સામ્યતાથી પાતાળ જેવો છે. વ્યસન-દુઃખ કે ધૃત તેમાં સેંકડો પીડાના હેતુપણાથી શ્વાપદો તેમાં રહેલા છે. વળી મોહ - મોહનીય કર્મથી તેમાં વિશિષ્ટ ભ્રમણ કરતા હોવાથી આવર્ત સ્વરૂપ છે અને આ સંસાર મહાભયાનક છે.
[૫] જ્ઞાનાવરણ કર્યોદય જનિતને આત્મ પરિણામ તે જ અજ્ઞાન. તેના પ્રેરકપણાથી વાયુ વડે પ્રેરિત સંયોગ અને વિયોગ રૂપ તરંગો જેમાં છે, તેવા પ્રકારનો છે. સંચોળ - કોઈક સાથેનો સંબંધ અને વિોશ - તેનાથી જ વિપ્રયોગ. એ જ સતત પ્રવૃત્ત હોવાથી તરંગ છે, તેનો પ્રવાહ-સંતતિ. સંસરવું તે સંસાર તે સાગર જેવો હોવાથી સંસારસાગર કહ્યો. તે ‘અનોપાર’ એટલે અનાદિ અનંત છે. અશોભન છે એમ વિચારવું.
[૫૮] તે સંસારસાગરમાં તરવાને માટે સમર્થ જહાજને કહે છે. આ જહાજ - સમ્યગ્દર્શનરૂપ શોભન બંધનવાળું છે. અનય - અપાય છે. જ્ઞાનરૂપ નિમિક વિશેષથી યુક્ત છે, એવું તે ચારિત્ર્ જહાજ છે. આ મહાબોધિસ્થ જહાજને ચિંતવે.
[૫૯] આશ્રવનો નિરોધ તે સંવર. તેના દ્વારા જેના છિદ્રોને બંધ કરેલ છે, અનશન આદિ લક્ષણ તપ એ જ ઈષ્ટનગર પ્રતિ પ્રેરકપણે હોવાથી પવન છે, તેના વડે પ્રેરાઈને જલ્દીથી જેનો વેગ ચે તથા વિરાગનો જે ભાવ તે વૈરાગ્ય, એ જ ઈષ્ટપુરને પ્રાપ્ત કરવાનો માર્ગ હોવાથી વૈરાગ્યમાર્ગ કહ્યું, તે માર્ગે જતા તથા અપધ્યાનાદિ વિઘ્નોરૂપ તરંગો વડે જે જરા જ કંપતું ન હોવાથી નિષ્પકંપ છે. આવું જે જહાજ, તેના ઉપર – [૬૦] આરોહણ કરીને, મુનિવણિક - આય અને વ્યયની પ્રવૃત્તિમાં અતિ નિપુણ તે વણિક્ એવા મુનિ જહાજમાં બેસીને. વળી તે જહાજ મહામૂલ્યવાન છે, પૃથ્વીકાયાદિનો સંભાદિ પરિત્યાગ તે શીલરૂપ અંગોવાળું છે. એકાંતિક અને આત્યંતિક સુખના હેતુપણાથી રત્નો વડે તે ભરેલું છે. તે નિવૃણિપુર - સિદ્ધિ નગરે થોડા કાળમાં
જ અને અંતરાય રહિતપણે પ્રાપ્ત કરાવનાર - પહોંચાડનાર છે, તેમ ચિંતવે.
[૬૧] તે નિર્વાણનગરમાં જ્ઞાનાદિ ત્રણ રત્નના વિનિયોગ સ્વરૂપ, એકાંત ભાવિ અને અબાધારહિત, સ્વાભાવિક એટલે કૃત્રિમ નહીં તેવા નિરુપમ - ઉપમાતીત અપર્યવસાન - અક્ષય સુખને સમીપતાથી પામે છે, તેનું ચિંતવન કરે. વિશેષ શું કહેવું –
[૬૨] સંપૂર્ણપણે જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ નામક પદાર્થથી યુક્ત સિદ્ધાંતનો સદ્ભાવ, દ્રવ્યાસ્તિકાદિ નય સંઘાતકાય ચિંતવે. એટલે કે સિદ્ધાંતના અર્થને હૃદયમાં ધારણ કરે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ધ્યાતવ્ય દ્વાર કહ્યું. હવે જે આના ધ્યાતા-ધ્યાન કરનારા છે, તેનું પ્રતિપાદન કરતાં કહે છે –
૧૫૨
• ગાયા-૬૩ :
સર્વ પ્રમાદથી રહિત મુનિ તથા ક્ષીણમોહ અને ઉપશાંત મોહવાળા, જ્ઞાનરૂપી ધનથી યુક્તને ધર્મધ્યાનના ધ્યાતા કહેલા છે.
• વિવેચન-૬૩ :
પ્રમાદ - મધ આદિ. એવા બધાં પ્રમાદથી રહિત અર્થાત્ તે ‘અપ્રમાદવંત’ કહેવાય. મુનિ અર્થાત્ સાધુ.
ક્ષીણમોહ - ક્ષક નિગ્રન્થ. ઉપશાંતમોહ - ઉપશામક નિર્પ્રન્ટ. ' શબ્દથી બીજા પણ પ્રમાદીને લેવા.
ધ્યાતા - ચિંતક, ધર્મધ્યાનના ધ્યાતા. તે કેવા છે ? જ્ઞાનરૂપી ધનવાળા. એવું તીર્થંકર અને ગણધરોએ કહેલ છે.
ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા. હવે શુક્લધ્યાનના પણ પહેલાં બે ભેદના અવિશેષથી આ જ ધ્યાતા હોય છે, તેથી પ્રસંગથી લાઘવતા માટે છેલ્લા બે ભેદને છે – . ગાથા-૬૪ :
આ જ મુનિ શુક્લધ્યાનના પહેલા બે ભેદના અધિકારી છે, માત્ર તે પૂર્વધર અને સુપ્રશસ્ત સંઘયણના ધાસ્ક હોવા જોઈએ. શુકલધ્યાનના પાછલા બે પ્રકારના ધ્યાતા તો સયોગી - અયોગી કેવળી જ હોય.
• વિવેચન-૬૪ ઃ
આ જે અનંતર ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા, તે શુક્લ ધ્યાનના પૂર્વના બે ભેદ - પૃથકત્વવિતર્ક સવિચાર અને એકત્વ વિતર્ક અવિચાર એ બંનેના ધ્યાતા હોય છે. પણ તેમાં વિશેષ એટલું કે ચૌદ પૂર્વજ્ઞાતા અને તેમાં ઉપયોગવાળા અર્થાત્ અપ્રમત જ જાણવા, નિર્ગુન્હો નહીં. સુપ્રશસ્ત એટલે પહેલું સંઘયણ, તેનાથી યુક્ત હોવા જોઈએ. બંને શુક્લધ્યાનના પાછલા કે ઉત્તરકાળ ભાવિ ભેદ આ છે સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ અને વ્યુપસ્તક્રિયા અપ્રતિપાતિ. તે અનુક્રમે સયોગી અને અયોગી કેવળી
-
ધ્યાતા હોય છે.
આ પ્રમાણે જાણવું કે – શુક્લધ્યાનના બે ભેદ વીતી ગયા. પછી ત્રીજો ભેદ પ્રાપ્ત ન થયો હોય, એ ધ્યાનાંતસ્કિામાં વર્તતા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. સૂક્ષ્મક્રિયા નિવૃત્તિ સુધી તે શુક્લલેશ્યાનો અધ્યાની રહે.
હવે અવસર પ્રાપ્ત અનુપ્રેક્ષાદ્વારની વ્યાખ્યા કરે છે -
• ગાથા-૬૫ ઃ
ધ્યાન ચાલ્યું ગયા પછી પણ મુનિ હંમેશાં અનિત્યાદિ ભાવનામાં રમણ કરે અને ધર્મધ્યાનથી ચિત્તને પૂર્વવત્ ભાવિત કરે.
• વિવેચન-૬૫ :
ધ્યાનથી ધર્મધ્યાન લેવું. તે ચાલી જતાં સાધુ સર્વકાળે અનિત્યાદિ ચિંતનમાં