________________
અધ્ય ૩, નિ - ૧૨૨૨
૧૦૩
નિયુક્તિ-૧૨૨૩-વિવેચન :
અવ્યાબાધ બે ભેદે ઈત્યાદિ પૂર્વે વૃત્તિમાં કહેવાઈ ગયું છે. અપરાધ ખામણા પણ સવિસ્તાર વિભાષા કહેવી. એ પ્રમાણે બાકીના પદોમાં નિક્ષેપાદિ કહેવા. આ સૂત્રમાં પ્રાયઃ વેદમાનની વિધિ કહી. નિયુક્તિકારે પણ તેની જ વ્યાખ્યા કરી.
હવે વંધગત [વંદન પામનાર]ની વિધિ જણાવતા કહે છે – • નિયુક્તિ-૧૨૨૪-વિવેચન :
છંદેણ, અણુજાણામિ, તહત્તિ, તમને પણ વર્તે છે, એ પ્રમાણે હું પણ તને ખમાવું છું, આ બધાં વંદન યોગ્યના વયનો છે.
વિષય વિભાગ તો પદાર્થ નિરૂપણામાં નિર્દેશેલ જ છે.
• નિયુક્તિ-૧૨૨૫-વિવેચન
વંદન યોગ્ય વડે એ પ્રમાણે પ્રતિવયનો કહેવાવા જોઈએ. અપિ શબ્દના જકાર અર્થપણાથી ઋદ્ધયાદિ ગૌરવ રહિતતાથી, કષાય રહિત શુદ્ધ હૃદયથી, વંદન કરનારને સંવેગ જન્માવે તેવા, અહીં સંવેગ - એટલે શરીરાદિનો પૃથભાવ અથવા મોક્ષની ઉત્સુકતા. આ પ્રમાણે સૂત્ર સ્પર્શ નિયુક્તિથી સૂત્રની વ્યાખ્યા કહી. પદાર્થ અને પદ વિગ્રહ કહ્યો. હવે 'ચાલના' કહે છે –
• નિયુક્તિ-૧૨૨૬-વિવેચન :
અહીં આવર્ત્ત, વશ્યિકી આદિમાં યુગપત્-એક સાથે કાયા અને વચનનો વ્યાપાર કહેલ છે. તેમ હોય તો યુગપત્ બે ક્રિયાનો પ્રસંગ આવે. પરંતુ બંને ક્રિયા એક સાથે નિષેધેલ છે, કેમકે બે ઉપયોગનો એક સાથે અભાવ છે. તેથી આ વ્યાપાર અયુક્ત છે. તેથી સૂત્ર બોલીને કાય વ્યાપાર જ કરવો જોઈએ, તેથી કહે છે
• નિયુક્તિ-૧૨૨૭-વિવેચન :
અહીં ભિન્ન-ભિન્ન વસ્તુ વિષયમાં બે ક્રિયાનો નિષેધ છે. યુગપત્ જો સૂત્ર અને અર્થ કહોતો નય આદિ ગોયર અટન કરે છે. તેમાં ઉત્પ્રેક્ષામાં જ્યારે ઉપયુક્ત હોય ત્યારે અટનમાં ન હોય અને અટનમાં હોય ત્યારે ઉત્પ્રેક્ષામાં ઉપયોગ ન હોય, કેમકે કાળની સૂક્ષ્મતા છે. વિલક્ષણવિષયા ત્રણે યોગની ક્રિયા પણ વિરુદ્ધ છે. જેમ કહેલ છે કે – ભંગિક શ્રુતને ગણતો ત્રણે પણ યોગમાં વર્તે છે. પ્રત્યવસ્થાન કહ્યું. • નિયુક્તિ-૧૨૨૮,૧૨૨૯-વિવેચન :
શિષ્ય પહેલા પ્રવેશમાં વાંદવાને માટે આવશ્યિકીથી પ્રતિક્રમી, બીજા પ્રવેશમાં ફરી વાંદે છે. શું ચાલના છે અથવા જેમ દૂત રાજાને નમીને કાર્યનું નિવેદન કરે, પછી, વિસર્જિત કરાયા પછી વાંદીને જાય એ પ્રમાણે જ સાધુઓ પણ [બે વાંદણામાં કરે છે.] • નિયુક્તિ-૧૨૩૦-વિવેચન :
અનંતર કહેલ કૃતિકર્મ-વંદન વિધિને યોજીને ચરણ-કરણમાં ઉપયુક્ત થયેલા સાધુઓ ઘણાં ભવમાં ઉપાર્જિત અને સંચિત કર્મો ખપાવે છે. કેટલાં ખપાવે ? અનંત. અનુગમ કહ્યો. નયો સામાયિક નિયુક્તિવત્.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૩-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
(1-1008d)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૧૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
જે અધ્યયન-૪-‘પ્રતિક્રમણ''
— — — — — — — —
વંદન અધ્યયનની વ્યાખ્યા કરી. હવે પ્રતિક્રમણનો આરંભ કરે છે. તેનો
સંબંધ આ પ્રમાણે – અનંતર અધ્યયનમાં અર્હત્ ઉપદિષ્ટ સામાયિક ગુણવાળાને જ વંદન પ્રતિપત્તિ કરવી એવું પ્રતિપાદિત કર્યુ. અહીં વળી તેમ ન કરનાર આદિથી સ્ખલિતની જ નિંદા જણાવે છે અથવા વંદન અધ્યયનમાં કૃતિકર્મરૂપ સાધુ ભક્તિને તત્ત્વથી કર્મક્ષય કહ્યો. જેમકે વિનય ઉપચાર, માનનું ભંજન, ગુરુજનની પૂજા, તીર્થંકરની આજ્ઞા, શ્રુતધર્મનું આરાધન અને અક્રિયા થાય છે.
પ્રતિક્રમણ અધ્યયનમાં મિથ્યાત્વ આદિ પ્રતિક્રમણ દ્વારથી કર્મનિદાન નિષેદ બતાવે છે. કહેશે કે – “મિથ્યાત્વનું પ્રતિક્રમણ તેમજ અસંયમમાં પણ પ્રતિક્રમણ, કષાયોનું પ્રતિક્રમણ અને અપ્રશસ્ત યોગોનું પણ પ્રતિક્રમણ અથવા સામાયિકમાં ચારિત્રનું વર્ણન કર્યુ. ચતુર્વિશતિ સ્તવમાં અરહંતોની ગુણ સ્તુતિ કરી, તે દર્શનજ્ઞાનરૂપ છે. એ પ્રમાણે આ ત્રણેથી યુક્ત છે. આ વિતથ આસેવનના આલોક કે પરલોકના અપાયો દૂર કરવા ગુરુને નિવેદન કરવું જોઈએ અને તે વંદના પૂર્વક થાય તે આનાથી અનંતર અધ્યયનમાં બતાવ્યું. અહીં તે નિવેદન કરીને પછી શુભ સ્થાનોમાં જ પ્રતીપક્રમણનું આસેવન કરવું તે બતાવે છે. આ રીતે આના દ્વારા અનેકરૂપ સંબંધથી આવેલ આ પ્રતિક્રમણ અધ્યયનના ચાર અનુયોગ દ્વાર યુક્તિ
સહિત કહેવા જોઈએ.
-
આ
તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપમાં પ્રતિક્રમણ અધ્યયન છે. તેમાં પ્રતિક્રમણને નિરૂપે છે. પ્રતિ - એ આ ઉપસર્ગ છે. તે પ્રતિપાધ અર્થમાં વર્તે છે. પ્રતીપ કે પ્રતિકૂળ ક્રમણ [ગમન] તે પ્રતિક્રમણ. અહીં એમ કહે છે કે – શુભ યોગોમાંથી અશુભ યોગમાં ગયેલાનું શુભમાં જ પાછું કે પ્રતિકૂળ જે ક્રમણ તે પ્રતિક્રમણ. કહ્યું છે કે – સ્વસ્થાનથી જે પરસ્થાને પ્રમાદના વશથી ગયેલનું ફરી ત્યાં જ ગમન તે પ્રતિક્રમણ કહેવાય. અથવા ક્ષાયોપશમિક ભાવથી ઔદયિક ભાવને વશ ગયેલને ત્યાં જ તે જ અર્થે પ્રતિકૂળ જઈને સ્મરવું તે. અથવા પ્રતિ પ્રતિ ક્રમણ તે પ્રતિક્રમણ અર્થાત્ શુભ યોગોમાં પ્રતિ પ્રતિ વર્તવું તે. કહ્યું છે – મોક્ષ ફળ દેનારા શુભ યોગોમાં પ્રતિ પ્રતિ વર્તન, જે નિઃશલ્યનો યત્ન તેને પ્રતિક્રમણ જાણવું - x -
• નિયુક્તિ-૧૨૩૧-વિવેચન :
પ્રતિક્રમણ, પ્રતિક્રમક અને પ્રતિક્રમિવ્ય એ અનુક્રમે ત્રણે અતીત, વર્તમાન અને અનામત કાળમાં હોય છે. તેમાં પ્રતિક્રમણ શબ્દ પૂર્વે કહ્યો. પ્રતિક્રમે છે તે પ્રતિક્રમક, પ્રતિક્રાંતવ્ય-તે અશુભ યોગરૂપ કર્મ. - x - પ્રતિક્રમણાદિ ત્રણ કાળમાં યોજવા.
શંકા - પ્રતિક્રમણ એ અતીત વિષયક છે. કહ્યું છે – અતીતનું પ્રતિક્રમણ કર્યું છું, વર્તમાનને સંવરુ છું અને ભાવિને પચ્ચકખુ છું, તો ત્રણ કાળમાં કઈ રીતે અહીં યોજ્યું? [સમાધાન] પ્રતિક્રમણ શબ્દ જ અહીં અશુભયોગ નિવૃત્તિ માત્રના અર્થમાં
સામાન્યથી ગ્રહણ કરેલ છે. તેમ હોવાથી અતીત વિષય પ્રતિક્રમણ નિંદા દ્વારથી