________________
પીઠિકા-નિ ૨૦
જાણવું.
અશ્રુતજ્ઞાન સતિશય રૂપ રત્નોના સમુદ્ર સમાન છે. પ્રાયઃ ગુરુ પાસેથી મળતું હોવાથી પરાધીન છે. તેથી શિષ્યાનુગ્રહાર્થે જેને જે લાભ થાય તે દર્શાવતા કહે
છે
૪૩
• નિયુક્તિ-૨૧ :
આઠ બુદ્ધિના ગુણો વડે આગમશાસ્ત્રોનું ગ્રહણ કરવું, તેને પૂર્વ વિશારદ ધીરપુરુષો શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કહે છે.
• વિવેચન-૨૧ :
આ - અભિવિધિ કે મર્યાદા અર્થમાં છે. આગમન તે આગમ. મ - પરિચ્છેદ
[બોધ]. તે આગમ છે, તે કેવળ, મતિ, અવધિ, મનઃપર્યવ લક્ષણ હોય છે. તે ખુલ્લું બતાવતા કહે છે – જેના વડે શીખવાય તે શાસ્ત્ર, શાસ્ત્ર એ જ શ્રુત. આગમ ગ્રહણ, ષષ્ટિતંત્રાદિ કુશાસ્ત્રના વ્યવચ્છેદાર્થે છે કેમકે તે આગમ નથી. કેમકે તેમાં સમ્યક્ બોધપણાંનો અભાવ છે, છતાં તે લોકમાં શાસ્ત્રરૂપે રૂઢ છે. આગમ એ જ શાસ્ત્ર તે આગમ શાસ્ત્ર. તેનું ગ્રહણ. હવે પછી બતાવાનાર આઠ ગુણો વડે શ્રુતજ્ઞાનનો લાભ દેખેલ છે, તે ગ્રહણ કરવાનું બતાવે છે. કોણ બતાવે છે ?
પૂર્વોમાં વિશારદ અને વ્રતપાલનમાં સ્થિર એવા ધીરપુરુષો. બુદ્ધિના આઠ ગુણો કહેલા છે, તે આ પ્રમાણે –
• નિયુક્તિ-૨૨
સુશ્રુષા, પ્રતિપૃચ્છા, સાંભળવું, ગ્રહણ કરવું. ઇહા-વિચારવું, પછી અપોહનિશ્ચય કરવો, પચી ધારવું, તે મુજબ સમ્યક્ કરવું.
• વિવેચન-૨૨ :
વિનયયુક્ત થઈ શિષ્ય, ગુરુ મુખેથી સાંભળવાની ઈચ્છા કરે, ફરી પૂછે-પૂછીને તે શ્રુતને અશંક્તિ કરે. ફરી કહેવાય તે સાંભળે, સાંભળીને ગ્રહણ કરે, ગ્રહણ કરીને ઈહા કરે - પર્યાલોચના કરે કે શું આ આમ છે કે બીજી રીતે છે ? = શબ્દ સમુચ્ચય મટો છે. અપિ શબ્દથી પર્યાલોચન કરતો કંઈ સ્વબુદ્ધિથી પણ ઉત્પ્રેક્ષા કરે.
ત્યારપછી પોહન કરે - એ પ્રમાણે આચાર્યએ જે આદેશ કર્યો છે. પછી તે અર્થને
તે પ્રમાણે ધારી રાખે. તે મુજબ સમ્યક્ અનુષ્ઠાન કરે, કેમકે તેમાં કહેવાયેલ અનુષ્ઠાન પણ શ્રુતપ્રાપ્તિનો હેતુ થાય છે. કેમકે તે અનુષ્ઠાનો જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમાદિના નિમિત્ત પણે છે. અથવા ગુરુ જે-જે આજ્ઞા કરે છે, તેને સમ્યગ્ અનુગ્રહ માનતો સાંભળવાને ઈચ્છે છે તે શુશ્રૂષા કહેવાય છે.
પૂર્વે આજ્ઞા કરેલ સર્વે કાર્યો કરીને ફરી પૂછે તે પ્રતિપૃચ્છા.
ફરી આદેશ કરાય તેને સારી રીતે સાંભળે. બાકી પૂર્વવત્. આ સૂત્રની વ્યાખ્યા યૂર્તિ અને નિયુક્તિ દીપિકામાં વધુ વ્યવસ્થિત છે.
• નિયુક્તિ-૨૩
મૌન, હુંકાર, ગાઢ રીતે બોલે, પતિપૃચ્છા, વીમશ, પછી સર્વે પદાર્થોના
૪૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
અર્થમાં પારંગત થાય, પછી પરિનિષ્ઠ થાય તે સાતમું.
• વિવેચન-૨૩ :
(૧) મૂંગા થઈને સાંભળે, અર્થાત્ પહેલાં શ્રવણમાં શરીર સંયત કરી, મૌન થઈને રહે. (૨) પછી હું કારો આપે - વંદન કરે. (૩) બાઢત્કાર કરે અર્થાત્ તે તેમજ
છે, બીજી રીતે નથી. (૪) સાંભળીને પૂર્વાપર સૂત્ર અભિપ્રાયથી કંઈક પ્રતિકૃચ્છા કરે કે આ કેવી રીતે છે ? (૫) મીમાંસા કરે - તેના પ્રમાણની જિજ્ઞાસા કરે. (૬) શ્રવણમાં તેના ઉત્તર ઉત્તર ગુણ પ્રસંગ અને પારગમન થાય. (૭) શ્રવણમાં પરિનિષ્ઠા થાય અર્થાત્ ગુરુએ કહેલને અનુભાષણ કરી શકે. શ્રવણ વિધિ કહી.
1
હવે વ્યાખ્યાન વિધિ કહે છે . • નિયુક્તિ-૨૪
-
પહેલા સૂત્રનો અર્થ, બીજું નિયુક્તિ સહિત મિશ્ર અર્થ કહેવો. ત્રીજું સંપૂર્ણ [પાત કે આપરાત] કહેવું, આ અનુયોગ વિધિ કહી છે. • વિવેચન-૨૪ ઃ
સૂત્રનો અર્થ તે સૂત્રાર્થ જ માત્ર જે અનુયોગમાં પ્રતિપાદિત કરાય તેને સૂત્રાર્થ કહેવાય. અથવા સૂત્રાર્થ માત્ર બતાવનાર મુખ્ય અનુયોગ તે સૂત્રાર્થ. - X - ગુરુએ પહેલાં સૂત્રનો અર્થ માત્રના નામવાળો અનુયોગ કહેવો, જેથી નવા શીખનારની મતિ સંમોહ ન પામે. બીજો અનુયોગ સૂત્ર સ્પર્થિક નિર્યુક્તિ સહિત કરવો. એ પ્રમાણે જિનેશ્વર અને ચૌદ પૂર્વી કહે છે. ત્રીજો સંપૂર્ણ અર્થાત્ પ્રસક્ત કે અનુપ્રસક્ત પણ જ્યાં લાગુ પડે તેવું બધું કહી બતાવે, આવો ત્રણ પ્રકારનો વિધિ જિનાદિએ બતાવેલો છે.
ક્યાં ? સૂત્રના પોતાના અભિધેય સાથે અનુકૂળ યોગ તે અનુયોગ અર્થાત્ સૂત્રનું વ્યાખ્યાન. - ૪ - શ્રુતજ્ઞાન સમાપ્ત. હવે અવધિજ્ઞાન –
• નિર્યુક્તિ-૨૫ :
અવધિજ્ઞાનની બધી પ્રવૃતિઓ ખરેખર અસંખ્યાત છે. કેટલીક ભવપત્યયિક
છે અને કેટલીક ક્ષાયોપશર્મિક છે.
• વિવેચન-૨૫ --
ગણાય તે સંખ્યા, તે સંખ્યાથી અતિત તે અસંખ્યેય. તે સંખ્યાતીતમાં અનંત પણ થાય છે. તેથી તે અનંત પણ છે. તુ વિશેષણ અર્થે છે. તેથી ક્ષેત્ર અને કાળ નામક પ્રમેય અપેક્ષાથી જ સંખ્યાતીત છે. દ્રવ્ય અને ભાવથી અનંતા છે. અવધિજ્ઞાનની
પ્રકૃતિ-ભેદ કે અંશો છે. અર્થાત્ -
-
અવધિજ્ઞાની લોકોત્રના અસંખ્યય ભાગથી આરંભીને પ્રદેશની વૃદ્ધિથી અસંખ્યેય લોક પરિમાણ ઉત્કૃષ્ટ આલંબનથી ક્ષેત્ર કહ્યું. કાળથી આવલિકાના અસંખ્યેય ભાગથી માંડીને સમય વૃદ્ધિએ અસંખ્યેય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કહ્યો છે. જ્ઞેયભેદથી જ્ઞાનભેદ છે. તેથી સંખ્યાતીત તેની પ્રકૃતિઓ કહી છે. વૈજા વાદ્રવ્યમાં અપાંતરાલવર્તી વર્ગણાઓ અનંત પ્રદેશવાળા દ્રવ્યોથી લઈને વિચિત્રવૃદ્ધિથી સર્વે મૂર્ત દ્રવ્યો ઉત્કૃષ્ટથી જુએ, તે વિષય પરિમાણ કહ્યું. પ્રતિવસ્તુગત અસંખ્યેય પર્યાય