________________
પીઠિકા-નિ ૧૮
• નિયુક્તિ-૧૮ :
શુતજ્ઞાનની સર્વ પ્રકૃતિઓ બતાવવાને મારી કેટલી શક્તિ? તો પણ શ્રુતજ્ઞાનને વિશે ચૌદ પ્રકારે નિક્ષેપને હું કહીશ.
• વિવેચન-૧૮ :
સૂત્રાર્થ મુજબ * * * * તે શક્તિ કેમ નથી ? અહીં જે શ્રતગ્રંથ અનુસારિણી મતિ વિશેષ છે, તે પણ શ્રત રૂપે વર્ણવી છે. કહ્યું છે - મતિના વિશેષ ભેદો શ્રુતજ્ઞાનાનુસાર જાણવા. તે ભેદો ઉત્કૃષ્ટથી મૃતધર પણ સર્વ અભિલાય ભેદોને પણ તેઓ અનંત હોવાથી કહી ન શકે. કેમકે આયુ પરિમિત પ્રમાણ હોય છે. બોલવું ક્રમે કરીને થાય. માટે અશક્તિ છે.
તેથી ચૌદ પ્રકારે નિક્ષેપ - નામાદિ વિન્યાસ શ્રુતજ્ઞાન સંબંધી બતાવે છે. સ્ત્ર શબ્દથી શ્રુતજ્ઞાનનો વિષય પણ બતાવશે. ઉપ શબદ વડે તે બંનેના સંબંધી ભેદો પણ બતાવશે. શ્રુતજ્ઞાનમાં સમ્યકશ્રુત અને શ્રુત અજ્ઞાનમાં અસંજ્ઞીનું અને મિથ્યાશ્રુત તથા ઉભયશ્રુત તે દર્શનના વિશેષ અભિગ્રહથી છે. અક્ષર-અનાર મૃતાદિ ભેદો કહીશ. • x -
• નિયુક્તિ-૧૯ :
અક્ષર, સંત, સમ્યક, સાદિ, સપર્યવસિત, ગમિક, ગપવિષ્ટ એ સાત અને તેના પ્રતિપક્ષી સાત એમ ચૌદ ભેદે શ્રુત છે.
• વિવેચન-૧૯ :- [આવશ્યક મૂર્ણિમાં ઘણો વિસ્તાર કરેલ છે.)
અહીં શ્રુત શબ્દ બધાં સાથે જોડવો. તેમાં (૧) અક્ષર શ્રુત - ક્ષર એટલે ખરે, ન ખરે તે અક્ષર, જ્ઞાન એટલે ચેતના. અર્થાત્ ઉપયોગ ન હોય ત્યારે પણ ઐવિત થતું નથી. કેમકે આ ભાવ અઢારનું કારણ છે. મેં કાર આદિ પણ અક્ષર કહેવાય છે. અથવા અર્થોને ખેચ્છે છે, પણ પોતે ખરતો નથી તે અક્ષર, તે સંક્ષેપથી ત્રણ ભેદે છે - સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર, લધ્યક્ષર. - સંજ્ઞાક્ષર - અક્ષરનો આકાર વિશેષ, જેમ ઘટિકાના આકારવાળો ‘ઇ' કાર છે અને આ આકારો લિપિ વિધાનથી અનેક પ્રકારે છે... વ્યંજનાક્ષર-દીવા વડે અંધારામાં દેખાતા ઘડાની જેમ જેના વડે અર્થને ઓળખાવાય છે, તે આ બધાં જ બોલાતા » કારથી ૪ કાર સુધીના છે. કેમકે તે બોલાતા શબ્દના અર્થ પ્રગટ કરનારા છે. જે અક્ષરનો ઉપલંભ - બોધ થાય તે લબ્ધિ અક્ષર. તે જ્ઞાન ઈન્દ્રિય અને મનના નિમિતે શ્રતગ્રંથ અનુસરીને થાય. અથવા તેનું આવરણ ફાય-ઉપશમ થાય તે છે.
અહીં સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર, દ્રવ્ય અક્ષરો કહ્યા. તે શ્રુત જ્ઞાન નામે ભાવ અક્ષરનું કારણ હોવાથી કહા. પણ ભાવ અક્ષર તો લબ્ધિ અક્ષર જ છે. કેમકે તે વિજ્ઞાન સ્વરૂપ છે. અહીં અક્ષરાત્મક શ્રુત તે અક્ષર શ્રત છે. તે દ્રવ્ય પક્ષને આશ્રીને છે. અથવા અક્ષર તે જ શ્રત તે અક્ષરદ્ભુત છે. તે ભાવઅક્ષરને આશ્રીને છે. હવે અનક્ષરગ્રુત કહે છે –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • નિયુકિત-૨૦ :
ઉચ્છવાસ, નિઃશ્વાસ, થુંકવું, ખાંસી, છીંકવું, નાકથી અવાજ કાઢવો કે નાસિકાથી નીકળતો અનુસ્વાર મોઢું બંધ રાખી કરાતો અવાજ તે બધું આનાક્ષર શુત છે.
• વિવેચન-૨૦ :- મૂર્ણિમાં આ સૂમની સુંદર વ્યાખ્યા કરેલ છે.]
સૂત્રાર્થ મુજબ - x - અનુસ્વાર માફક અનુસ્વાર છે એટલે તે અક્ષર નથી. છતાં તેનો ઉચ્ચાર હુંકાર કરવાની જેમ થાય છે. • x • આ ઉચ્છવાસ આદિ અનક્ષકૃત માત્ર દ્રવ્યશ્રત છે, કેમકે તેમાં માત્ર ધ્વનિ થાય છે અથવા શ્રુતનું જેને વિજ્ઞાન છે, તેવો શ્રુતજ્ઞાનવાળો કોઈ પણ જીવનો બધો વ્યાપાર છે, તેના ભાવ વડે પરિણત થવાથી શ્રુતજ્ઞાન છે.
[પ્રશ્ન છે તેમ છે, તો તેનો ઉપયોગ રાખનારની ચેષ્ટાને શા માટે શ્રુત કહેતા નથી કે શ્વાસ લેવો વગેરે જ કહો છો ? [ઉત્તર] રૂઢિથી. અથવા સાંભળીએ તે શ્રત. અવર્ય સંજ્ઞાને આશ્રીને ઉચ્છવાસાદિ શ્રુત કહેવાય છે. પણ ચેષ્ટામાં અવાજ ન સંભળાવાથી અનાર શ્રત ન કહ્યું. અનુસ્વારાદિમાં અર્થ સમજાતો હોવાથી શ્રુત કહ્યા. - - હવે સંજ્ઞીદ્વાર કહે છે –
સંજ્ઞી એટલે સંજ્ઞાન. સંજ્ઞા જે હોય તે સંજ્ઞી. તે ત્રણ ભેદે છે – દીર્ધકાલિકી, હેતુવાદ, દૃષ્ટિવાદોપદેશથી. જેમ નંદીસૂત્રમાં બતાવી છે. સંજ્ઞીજીવનું શ્રુત તે સંજ્ઞીશ્રુત. અiીનું શ્રુત તે અસંજ્ઞીશ્રુત.
- સભ્ય શ્રુત- અંગ અને અનંગપ્રવિષ્ટ, આચાર અને આવશ્યકાદિ. મિથ્યાશ્રુત • પુરાણ, રામાયણ આદિ. આ બધું જ સમ્યગ્દર્શનવાળનું શ્રુત સમ્યક્ શ્રુત છે. અસમ્યક્ દર્શનવાળાનું તે મિથ્યાશ્રુત છે.
સાદિ સાંત, અનાદિ અનંત - નયાનુસાર જાણવું. દ્રવ્યાસ્તિક નય મુજબ અનાદિ અપયવિસિત (અનંત છે. કેમકે અસ્તિકાય માફક નિત્ય છે. પર્યાયાસ્તિક નય મુજબને સાદિ સાંત છે, કેમકે નાકાદિના પર્યાયોવત્ અતિત્ય છે. અથવા દ્રવ્યાદિ ચતુથી સાદિ, અનાદિ વગેરે જેમ નંદીસૂત્રમાં બતાવ્યું છે, તેમ જાણવું. ખલુ શબ્દ નિશ્ચયાર્થે છે.
આ સાત જ પ્રતિપક્ષવાળા છે, પણ પક્ષાંતર નથી, કેમકે તે સાતથી વિરુદ્ધ સાત મળી કુલ ચૌદ ભેદ થાય છે.
ગમિક શ્રુત : રામ (આલાવા) જેવા વિધમાન છે, તે ગમિક. તે પ્રાયઃ દષ્ટિવાદમાં છે. અગમિક - ગાથાદિ અસમાન ચનાવાળો ગ્રંથ તે ગમિકશ્રત છે. તે પ્રાયઃ કાલિક શ્રુત છે. અંગ પ્રવિણ તે ગણધરવૃત્ “આચાર' આદિ છે. અનંત પ્રવિણ તે અવિરકૃત આવશ્યકાદિ છે. - * - સત્પદ પ્રરૂપણાદિ મતિજ્ઞાનવ યોજવી. શ્રુતજ્ઞાન અર્થથી બતાવ્યું.
હવે વિષયદ્વારથી બતાવે છે - તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ચાર પ્રકારે છે. શ્રુતજ્ઞાની દ્રવ્યથી બઘાં દ્રવ્યોને જાણે છે, પણ જોતો નથી. એ પ્રમાણે શ્રોત્રાદિમાં પણ