________________
અધ્ય૰-૧, નમસ્કાર નિ - ૯૮૫,૯૮૬
તૃપ્ત થયેલો આત્મા શુભ સ્વાદિમનો આ સ્વાદ લે છે.''
આ ભોજન અને સંગીત, વાધ, કામ કથા સાંભળતો, સુંદર પ્રાસાદાદિ જોઈને નયનને આનંદ પમાડતો, વિવિધ સુગંધને સુંઘતો, મૃદુ તળાઈના સ્પર્શન પામતો, ઈષ્ટ ભાર્યામાં ફ્ક્ત એવો સર્વે ઈન્દ્રિયાર્થને પ્રાપ્ત સર્વ બાધાથી નિવૃત્ત એવો પ્રશાંત આત્મા જે આનંદ પામે, તેના કરતાં મુક્તાત્મા અનંતસુખ પામે છે.
એ પ્રમાણે સર્વકાળ તૃપ્ત, સ્વ સ્વભાવમાં સ્થિતપણાથી અતુલ નિર્વાણને પામેલા સિદ્ધો, સર્વદા સર્વ ઔત્સુક્ચથી વિનિવૃત્ત, તેથી જ સર્વકાળભાવિ વ્યાપાર બાધા પરિવર્જિત સુખને પામીને સુખી થઈને રહે છે.
[પ્રશ્ન] સુખને પ્રાપ્ત એમ કહ્યું તો પછી ‘સુખી’ શબ્દ અનર્થક છે, [સમાધાન]ના, દુઃખનો અભાવ માત્ર મુક્તિ સુખના નિરાસ વડે વાસ્તવ સુખ પ્રતિપાદનાર્થે કહ્યું છે. તેથી કહે છે – સંપૂર્ણ દોષના ક્ષયથી શાશ્વત અને અવ્યાબાધ સુખને પામી સુખી થઈને રહે છે, માત્ર દુઃખના અભાવરૂપ સુખ નહીં. હવે વસ્તુતઃ સિદ્ધપર્યાય શબ્દોને પ્રતિપાદન કરે છે -
૨૩૭
• નિર્યુક્તિ-૯૮૭ :
સિદ્ધ છે, બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે, કર્મકવચથી મુક્ત છે, અજર-અમર અને અસંગ છે.
• વિવેચન-૯૮૭ :
કૃતકૃત્યત્વથી સિદ્ધ છે, કેવલજ્ઞાનથી વિશ્વને જાણે છે માટે બુદ્ધ છે, ભવસમુદ્રને પાર જવાથી પારગત, પુન્ય બીજ સમ્યકત્વ જ્ઞાન ચારિત્ર ક્રમ પ્રતિપત્તિનો ઉપાય
કહેવાથી પરંપરાએ ગયેલ હોવાથી તેને પરંપરાગત કહે છે. બધાં કર્મોથી રહિત
હોવાથી કર્મકવચ મુક્ત કહેવાય છે વયના અભાવથી ‘અજર' છે, આયુષ્યના અભાવે ‘અમર' છે, સકલ કલેશના અભાવથી અસંગ છે. હવે ઉપસંહાર કહે છે— • નિર્યુક્તિ-૯૮૮ :
સર્વ દુઃખોનો જેમણે અત્યંત છેદ કરેલો છે, જન્મ જરા-મરણના બંધનથી વિમુક્ત થયેલા સિદ્ધો શાશ્વત અવ્યાબાધ સુખને અનુભવે છે.
• વિવેચન-૯૮૮ ઃ
વસ્તુતઃ વ્યાખ્યાત જ છે, તેથી વિસ્તાર કરતાં નથી.
• નિયુક્તિ-૯૮૯ થી ૯૯૨ :
સિદ્ધને કરેલ નમસ્કાર જીવને હજારો ભવોથી મૂકાવે છે, વળી ભાવથી નમસ્કાર બૌધિની પ્રાપ્તિ માટે થાય છે, ભવનો ક્ષય કરતા ધન્ય જીવોના હૃદયને ન છોડતો સિદ્ધોનો નમસ્કાર અશુભ અધ્યસયાને નિવારે છે. એ પ્રમાણે નિશ્ચે સિદ્ધોનો નમસ્કાર મહા અર્થવાળો છે, તેથી વર્ણવ્યો. જે મરણ મજીક આવતા ઘણીવાર અને સતત કરવામાં આવે છે. આ સિદ્ધોનો નમસ્કાર સર્વ પાપનો પ્રકૃષ્ટ નાશક છે, તે સર્વ મંગલોમાં બીજું મંગલ છે.
• વિવેચન-૯૮૯ થી ૯૯૨ :
સિદ્ધ નમસ્કાર કહ્યો. હવે આચાર્ય નમસ્કાર. આચાર્ય એટલે કાર્યાર્થ વડે
૨૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
જે સેવાય છે, તે આચાર્ય. તે નામાદિ ચાર ભેદે કહેલ છે
• નિયુક્તિ-૯૯૩,૯૯૪ -
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી એમ ચાર ભેદે આચાર્ય કહ્યા. દ્રવ્યમાં એક ભવિક વગેરે, લૌકિક શિલ્પશાસ્ત્રાદિ ભણાવનાર. ભાવથી પંચવિધ આચારને આચરતા તથા પ્રભાસતા અને આચારને દર્શાવતા હોવાથી તે આચાર્ય કહેવાય છે. • વિવેચન-૯૯૩,૯૯૪ :
નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય, ભાવાચાર્ય ચાર ભેદ છે. પહેલાં બે સુગમ છે. દ્રવ્યાચાર્ય આગમ, નોઆગમાદિ ભેદે છે. - ૪ - તવ્યતિક્તિ દ્રવ્યાચાર્યને કહે છે – એક ભવિક બદ્ધાયુક અભિમુખ નામ અને ગોત્ર અથવા આવિ શબ્દ દ્રવ્યભૂત આચાર્ય કે દ્રવ્ય નિમિત્તે જે આચારવાન્ ઈત્યાદિ હોય. ભાવાચાર્ય લૌકિક અને લોકોત્તર બે ભેદે. તેમાં લૌકિક તે શિલ્પ શાસ્ત્રાદિના જ્ઞાનથી, તેના ભેદ અને ઉપચારથી કહેલ છે. - ૪ - ૪ - લોકોત્તર ભાવાચાર્ય કહ્યા, તે આ પ્રમાણે –
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યના ભેદથી આચાર એટલે કે મર્યાદામાં ચરણ, મર્યાદા - કાળ નિયમાદિ લક્ષણથી ચરવું તે. અર્થાત્ તેને અનુષ્ઠાનરૂપે આચારતા તથા વ્યાખ્યાન વડે તેને પ્રભાષિત કરતા, પડિલેહણાદિ દ્વારથી આચારને દર્શાવતા અને મુમુક્ષુઓ વડે જે કારણે સેવાતા, તે કારણે આચાર્ય કહેવાય છે. આ જ અર્થ કહે છે
-
• નિયુક્તિ-૯૯૫
-
જ્ઞાન આદિ આચાર, તેને આચરવાથી કે પ્રરૂપણા કરવાથી મુમુક્ષુ વડે જે સેવાય છે તે અને ભાવાચારમાં ઉપયુક્તને ભાવાચાર્ય કહ્યા. • વિવેચન-૯૯૫ -
આચાર-જ્ઞાનાદિ પાંચ પ્રકારે, તે આચારને આચરવા અને પ્રરૂપવાથી તેમજ દર્શાવવાથી જે મુમુક્ષુ કે ગુણવાન વડે સેવાય છે, તે ભાવાચાર્ય કહેવાય છે. આવી આચરણાદિ અનુપયોગથી પણ સંભવે છે, તેથી કહે છે – ભાવાર્થથી આચારમાં
ઉપયોગવંત.
આચાર્યને નમસ્કાર ઈત્યાદિ ચાર ગાથા સામાન્યથી અર્હત્ નમસ્કારવત્ જાણવી, વિશેષથી તો સુગમ જ છે.
આચાર્ય નમસ્કાર અધિકાર કહ્યો. હવે ઉપાધ્યાય નમસ્કાર અધિકાર કહે છે. તેમાં ઉપાધ્યાય એટલે - જેની સમીપે જઈને સાધુઓ સૂત્રને ભણે છે તે. આ ઉપાધ્યાય નામાદિ ચાર ભેદે છે –
• નિયુક્તિ-૬ :
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર ભેદે ઉપાધ્યાય છે. દ્રવ્યમાં લૌકિક ભેદમાં શિલ્પાદિ પાઠક કે નિહવો છે. ભાવમાં આ પ્રમાણે • વિવેચન-૯૯૬ :
-
તત્વથી આ ગાથા આચાર્યની ગાથાની તુલ્ય છે, માટે વિસ્તાર કરતા નથી. વિશેષ નિશ્ર્વ - જે કહ્યા, તેમાં તેઓ અભિનિવેશ દોષથી એકાદ પદાર્થની અન્યથા પ્રરૂપણા કરતા