________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૭૮
અહીં આદિમાં જ્ઞાનનું ગ્રહણ પહેલા તેના ઉપયોગમાં રહેલા સિદ્ધ થાય છે, તેમ જણાવવાને માટે છે.
[શંકા] શું એક સાથે જુએ છે અને જાણે છે ? ના એક સાથે જાણતા નથી. તો કઈ રીતે જાણે ? તે જણાવે છે
-
--
૨૩૫
• નિર્યુક્તિ-૯૭૯
-
જ્ઞાન અને દર્શન એ બેમાંથી એક ઉપયોગવાળા છે. બધાં જ કેવલીને એક સાથે બંને ઉપયોગ ન હોય.
• વિવેચન-૯૭૯ :
જ્ઞાન અને દર્શન બેમાંથી એક ઉપયોગવાળા, કેમકે તેવા સ્વભાવથી કોઈપણ કેવલીને એક કાળે બે ઉપયોગ હોતા નથી. ક્ષાયોપશમિક સંવેદનમાં પણ તેવું દર્શન છે. - ૪ - ૪ - હવે નિરૂપમ સુખના ભાગી હોય છે તે –
• નિયુક્તિ-૯૮૦
મનુષ્યોને તે સુખ નથી, સર્વે દેવોને પણ તે સુખ નથી, જે સુખ અવ્યાબાધપણાને પામેલા સિદ્ધોને હોય છે.
• વિવેચન-૯૮૦ :
ચક્રવર્તી આદિને પણ તે સુખ નથી, અનુત્તર દેવોને પણ તેવું સુખ નથી. જે સુખ સિદ્ધોને છે. વિવિધ આબાધે તે વ્યાબાધા, તેનો અભાવ તે અવ્યાબાધ, તેને પ્રાપ્ત. જે રીતે નથી તે રીતે કહે છે –
• નિયુક્તિ-૯૮૧
દેવોના સમૂહોનું ત્રણે કાળનું સમસ્ત સુખ ભેગું કરીને તેને અનંતગણું કરીએ, તેનો પણ અનંતવાર વર્ગ કરીએ તો પણ મુક્તિના સુખ સમાન સુખને પામતાં નથી.
• વિવેચન-૯૮૧ :
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - સમસ્ત એટલે સંપૂર્ણ, અતીત, અનાગત અને વર્તમાનકાળના સમૂહથી ઉદ્ભવેલ, સર્વકાળ સમય ગુણિત, કદાચ અસદ્ભાવ કલ્પનાથી એકૈક આકાશ પ્રદેશમાં સ્થાપિત કરાય, તે સકલ લોકાકાશઅલોકાકાશ અનંત પ્રદેશ પૂરણથી અનંત થાય છે. તો પણ તે સિદ્ધિ સુખથી પ્રકર્ષગત સુખ ન થાય. - ૪ - આનો જ અનુવાદ –
• નિયુક્તિ-૯૮૨ :
સિદ્ધનો સુખરાશિ સમસ્ત કાળનો એકઠો કરાય ત્યારે જેટલો થાય, તેને
અનંત વર્ગથી ભાંગીએ તો પણ સર્વાકાશમાં ન સમાય.
• વિવેચન-૯૮૨ :
સિદ્ધના સંબંધભૂત સુખ રાશિ એટલે સુખસંઘાત. કલ્પના માત્રથી કહે છે, તે સર્વકાળ સમય ગુણિત જો થાય, તે અનંત વર્ગથી અગિત થઈ એકીભાવે જ હોય, ત્યારે લોકાલોકાકાશમાં પણ સમાતું નથી.
અહીં વિશિષ્ટ આહ્વાદરૂપ સુખ ગ્રહણ કરાય છે. ત્યાંથી જે આરંભી શિષ્ટ
૨૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ જનોની સુખશબ્દ પ્રવૃત્તિ છે, તે આહ્લાદને આશ્રીને એક-એક ગુણવૃદ્ધિ તારતમ્યથી આ આહ્લાદ વિશેષિત થતાં યાવત્ અનંતગુણ વૃદ્ધિથી નિરતિશય ગુણ નિષ્ઠાને પામેલ, તેનાથી આ સુખ અત્યંત ઉપમાતીત, એકાંત ઉત્સુકતા વિનિવૃત્ત અકલ્પ્ય ચરમ આહ્લાદ સદા સિદ્ધોને હોય છે. - x - x - ગુણ તારતમ્યથી આહ્લાદ વિશેષ તે સર્વ આકાશપ્રદેશાદિથી પણ વધારે છે, તેમ કહ્યું - x - બાકી તો તેમની નિયત દેશમાં અવસ્થિત છે, - ૪ - ૪ - વિસ્તાર કેટલો કહેવો?
હવે આ જ ભવ હોવાથી નિરૂપમતાં કહે છે -
• નિયુક્તિ-૯૮૩,૯૮૪ :
જેમ કોઈ મ્લેચ્છ, ઘણાં બધાં નગરગુણોને જાણતો હોય, પણ ઉપમાના અભાવે તે કોઈને કહી શકતો નથી, એ પ્રમાણે આ સિદ્ધોનું સુખ અનુપમ છે, તેને કોઈ ઉપમા નથી, એ કારણે વિશેષથી કંઈક સાદશ્ય કહીશું તે તમે સાંભળો. • વિવેચન-૯૮૩,૯૮૪ -
જેમ કોઈ મ્લેચ્છ સગૃહ નિવાસાદિ અનેક પ્રકારના નગરગુણો જાણતો અરણ્યમાં ગયો, પણ બીજા મ્લેચ્છોને તે કહી શકતો નથી. કયા કારણે ? તે કહે છે – તેની પાસે તેવી ઉપમા નથી. તેનો ભાવાર્થ જણાવે છે -
કોઈ એક મહા અરણ્યવાસી મ્લેચ્છ, અરણ્યમાં રહેતો હતો. આ તરફ કોઈ રાજા ઘોડા ઉપરથી ઉતરીને અટવીમાં પ્રવેશ્યો, તેણે જોયો, સત્કાર કરીને તેને જનપદમાં લઈ ગયો. રાજા પણ પછી તેને ઉપકારી જાણીને નગરમાં લઈ ગયો.
રાજાની જેમ રહ્યો. થોડો વખત જતાં તેને અરણ્ય સાંભળ્યું રાજાએ વિદાય આપી, લોકો પૂછે છે – નગર કેવું હતું? પણ તેવી કોઈ ઉપમા ન હતી કે જેનાથી તે નગરના ગુણ કહી શકે.
એ પ્રમાણે સિદ્ધોને અનુપમ સુખ વર્તે છે. પરંતુ એવી કોઈ ઉપમા નથી કે તે વર્ણવી શકાય, તો પણ બાલજનની પ્રતિપત્તિને માટે કંઈક વિશેષથી આકર્ષત્વી આ આદૃશ્ય બતાવે છે –
• નિર્યુક્તિ-૯૮૫,૯૮૬ ઃ
જેમ કોઈ પુરુષ સર્વકામગુણિત ભોજન કરીને, ભૂખ અને તરસથી મુક્ત થઈને, અમૃતથી તૃપ્ત થયો હોય તેમ રહે છે. એ પ્રમાણે સદાકાળ તૃપ્ત કર્મક્ષયને પામેલા શાશ્વત આવ્યા બાધ સુખ પામીને સિદ્ધો રહે છે.
• વિવેચન-૯૮૫,૯૮૬ -
“જે રીતે”. ઉદાહરણનો ઉપન્યાસ કરે છે. સર્વ સૌંદર્યથી સંસ્કૃત એવા ભોજનને કોઈ પુરુષ ખાઈને, જાણે અમૃતથી તૃપ્ત થયો હોય તેમ. અબાધા રહિતપણાથી, આ રસનેન્દ્રિયને આશ્રીને ઈષ્ટ વિષય પ્રાપ્તિના ઔસુક્ચથી નિવર્તીને સુખ પામે, અન્યથા કોઈ બાધા ના સંભવથી સુખનો અભાવ થાય. [અહીં વૃત્તિકારે સાત શ્લોક નોંધ્યા છે, તે સાતે શ્લોક સુખને દર્શાવવા માટેના છે, તેમાંથી અમે માત્ર ભોજન સુખને અત્રે નોંધીએ છીએ –
“વિવિધ રસથી યુક્ત એવા અનને આ માત્રા વડે ખાઈને અને જળને પીને