________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૩૩
• નિર્યુક્તિ-૯૩૩ :
બધાં મંત્રો સ્વાધીન હોય અથવા ઘણાં મંત્રવાળો હોય કે કોઈ પ્રધાન મંત્રવાળો હોય, તેને મંત્રસિદ્ધ જાણવો. જેમ સાતિશયથી તે સ્તંભ આકર્ષ [થાંભલા ખેંચનારો હતો.
• વિવેચન-૯૩૩ :
૧૯૫
સ્વાધીન સર્વ મંત્રો કે ઘણાં મંત્રોવાળો, મંત્રોમાં સિદ્ધ તે મંત્રસિદ્ધ અથવા પ્રધાન મંત્રવાળો, પ્રધાન એક મંત્રવાળો જાણવો. તે મંત્રસિદ્ધ, કોના જેવો ? સાતિશય સ્તંભને આકર્ષનાર સમાન. ભાવાર્થ કથાનકથી જાણવો. તે કથાનક આ પ્રમાણે છે—
એક નગરમાં ઉત્કૃષ્ટ શરીવાળો રાજા, વિષય લોલુપતાથી સાધ્વીને લઈ ગયો. સંઘ સમવાયમાં એક સિદ્ધમંત્ર સાધુએ રાજાના આંગણમાં સ્તંભો રહેલા હતા. તેને અભિમંત્રિત કર્યા. આકાશમાં ઉછાળીને ખટ્ ખટ કરે છે. પ્રાસાદના સ્તંભો પણ ચલિત થવા લાગ્યા. ભયભીત થઈને રાજાએ સાધ્વીને મુક્ત કરી અને સંઘને ખમાવ્યો. આવા પ્રકારનો મંત્રસિદ્ધ હોય છે.
હવે દૃષ્ટાંત સહિત યોગસિદ્ધને પ્રતિપાદિત કરતાં કહે છે –
• નિર્યુક્તિ-૯૩૪ :
બધાં દ્રવ્ય યોગ પરમ આશ્ચર્યકારી ફળ આપનારા પણ જેની પાસે હોય અથવા કોઈ એક યોગ હોય તે યોગસિદ્ધ, જેમ આર્ય સમિત.
વિવેચન-૯૩૪ :
બધાં પણ - સંપૂર્ણપણે દ્રવ્યયોગ, પરમ અદ્ભુત ફળવાળા હોય અથવા એક પણ દ્રવ્યયોગ [ચૂર્ણ] જેની પાસે હોય તે સિદ્ધ છે, તેને યોગસિદ્ધ કહ્યો. યોગોમાં કે યોગમાં સિદ્ધ તે યોગસિદ્ધ. - ૪ - આ રીતે ગાચાર્ય કહ્યો. હવે ભાવાર્થ માટે કથાનક કહે છે –
આભીર દેશમાં કૃષ્ણા અને બેન્ના નદીના આંતરામાં તાપસો વસતા હતા. તેમાં એક તાપસ પાદુકાનો લેપ કરીને પાણીમાં સંક્રમણ કરતો ભમતો હતો, આવતો અને જતો હતો. એ પ્રમાણે તેણે લોકોને આવાં. શ્રાવકો હીલના પામવા લાગ્યા.
વજ્રસ્વામીના મામા આર્યસમિત વિચરતા ત્યાં આવ્યા. ત્યારે શ્રાવકો ઉપસ્થિત
થયા. આચાર્યએ કહ્યું – આર્યો ! કેમ પ્રતીક્ષા કરતા નથી ? આ યોગથી કોઈપણ પગનું મર્દન કરે, તે આવું અર્થપદ પામે છે. તે તાપસને લઈ આવ્યા. અમે પણ દાન આપીએ એમ કહ્યું.
ત્યારપછી તે શ્રાવકો બોલ્યા – ભગવન્ ! બંને પગ ધોવા ધો. અમે પણ અનુગૃહિત થઈશું. તાપસની ઈચ્છા ન હોવા છતાં તેના બંને પગ અને પાદુકા ધોયા. પછી તાપસ પાણીમાં ગયો, ત્યાં ડૂબવા લાગ્યો. તેની ઘણી-ઘણી નિંદા થઈ, આવા
ન
દંભથી લોકોને ઠગે છે.
ત્યારપછી આચાર્ય નીકળ્યા, યોગ [ચૂણ] ફેંક્યુ, નદીને કહ્યું – હે બેન્ના નદી ! મને કિનારો આપ, હું પૂર્વ કુલે જઈ શકું. બંને કિનારા ભેગા થઈ ગયા. તે
તાપસો પણ બોધ પામ્યા, દીક્ષા લીધી. બ્રહ્મદ્વીપમાં રહેનારા બ્રહ્મદ્વીપકા થયા. આ
૧૯૬
આવા પ્રકારે યોગસિદ્ધ.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
હવે આગમ અને અર્થ સિદ્ધને પ્રતિપાદન કરે છે – • નિયુક્તિ-૯૩૫
આગમસિદ્ધ - સર્વાંગ પારગ ગૌતમરવામીની માફક ગુણનો રાશિ હોય છે, પ્રચુર ધનવાળો અથવા ધનપાપ્તિમાં રત એવો મમ્મણ શેઠની માફક અસિદ્ધ કહેવાય છે.
• વિવેચન-૯૩૫ :
સર્વાંગપારગ અર્થાત્ બાર અંગોને જાણનાર. આ મહાઅતિશયવાન હોય છે. જેથી કહ્યું છે – સંખ્યાતીત ભવોને કહે છે અથવા બીજો કોઈ જે પૂછે તે કહે છે. અનતિશયી એમ જાણતા નથી તે છદ્મસ્થ છે. ઈત્યાદિ. આ આગમસિદ્ધો ગૌતમની જેમ ગુણના રાશિ છે. અહીં ઘણાં જ સાતિશય ચેષ્ટિતના ઉદાહરણો છે. તથા પ્રચરાર્થ - પ્રભૂતાર્થ કે અર્થપરાયણ હોય તે અર્થસિદ્ધ કહેવાય છે. તેના અતિશયના યોગથી મમ્મણવત્. આ ગાથા અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ છે -
-
તેમાં આગમસિદ્ધ - જે સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય આદિ હોય, તેઓ જે ચેષ્ટા કરે છે, તે ભગવંત - ઉપયોગવંત થઈને ત્યારે જાણે છે.
અર્થસિદ્ધ - રાજગૃહનગરમાં મમ્મણશેઠ હતો. તેણે ઘણાં ક્લેશથી અતિબહુલ દ્રવ્ય ભેગું કરેલ હતું. તે તેને ન ખાતો કે ન પીતો હતો. પ્રાસાદની ઉપર એણે અનેક કોટિ વડે નિર્મિત ગર્ભસાર સુવર્ણનો દિવ્યરત્ન પર્યાપ્ત, શ્રેષ્ઠ વજ્રના શ્રૃંગનો એક મોટો બળદ કરાવેલ હતો અને તેવો જ બીજો બળદ બનાવવાનો શરૂ કર્યો હતો. તે પણ ઘણો નિર્માત થયેલો.
આ અરસામાં વર્ષારાત્રિમાં તેના નિર્માણ નિમિત્તે મમ્મણ કચ્છો બાંધીને, બીજું નદીના પુરમાં, કાષ્ઠ ઉપર થઈને લાકડાઓ ઉતારતો હતો. આ તરફ રાજા, રાણી સાથે અવલોકન માટે નીકળીને ઉભો હતો. તે તથાવિ અતીવ કરુણા આલંબનરૂપ રાણીએ જોયો. ત્યારે તે અમર્પસહિત બોલે છે – સત્ય સાંભળો. રાજાઓ તો મેઘ અને નદી સમાન હોય છે. ખાલી થયેલાને પ્રયત્નથી વર્તે છે ઈત્યાદિ - ૪ -
રાજાએ પૂછ્યું – કઈ રીતે ? રાણી બોલી - જે આ ગરીબ કલેશ પામે છે. રાજાએ તેને બોલાવીને પૂછ્યું – કેમ દુઃખી થાય છે ? તે બોલ્યો – મારે એક બળદ છે, તેનો સંઘાટક બીજો બળદ પુરો થતો નથી. ત્યારે રાજાએ તેને કહ્યું – ૧૦૦ બળદ લઈ જા, મમ્મણ બોલ્યો – મારે તેનું પ્રયોજન નથી. તેનો જેવો જ બીજો બળદ કરવો છે, જેવો પહેલો બળદ છે.
તે બળદ કેવો છે ? મમ્મણ, રાજાને પોતાને ઘેર લઈ જઈને બતાવ્યો. રાજા બોલ્યો – આખો રાજનો ભંડાર આપી દઉં તો પણ આ બળદ પૂરો ન થાય. તારે દેવતા જેવો વૈભવ છે. તારી તૃષ્ણાને ધન્ય છે. મમ્મણ બોલ્યો, જ્યાં સુધી આ બળદ પૂરો ન થાય ત્યાં સુધી મને સુખ ન થાય.
તેના ઉપાયનો આરંભ કર્યો. - x - ૪ - રાજાએ પૂછ્યું કે જો તારે આટલું બધું છે, તો શા માટે થોડાંક ખાતર દુઃખી થાય છે. તેણે કહ્યું – મારું શરીર