________________
અધ્ય-૧, નમસ્કાર નિ
૧૮
૧૮૩
૧૮૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
બીજા એમ કહે છે કે - રાજા બોલ્યો - જતાં એવા તમે ઉભા રહો. સાધુઓ બોલ્યા - અમે તો સ્થિત જ છીએ, તમે જ સ્થિત રહો.
રાજા વિચારમાં પડ્યો. બોધ પામ્યો. આચાર્યો અતિશયયુકત હતા. તે અવધિજ્ઞાની હતા. આવું કેમ બને ?
એ પ્રમાણે જિલૅન્દ્રિય દુ:ખને માટે થાય છે. હવે સ્પર્શનેન્દ્રિયનું ઉદાહરણ આપે છે –
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો, તેની પત્ની સુકુમાલિકા નામે હતી. તેનો સ્પર્શ અત્યંત સુકુમાલ હતો. સજા રાજયનો વિચાર કરતો ન હતો. તે રાણીને નિત્યપણે પ્રતિભોગવતો રહેતો હતો.
એ પ્રમાણે કાળ વહેતો હતો. મૃત્યો વડે સામંતો સાથે મંત્રણા કરીને રાણી સાથે તેને બહાર કાઢી મૂકયો અને તેના પ્રેમની સજગાદીએ સ્થાપના કરી. રાજાસણી અટવીમાં ચાલ્યા ગયા.
રાણીને તરસથી પીડા થવા લાગી. તેણીએ પાણી માંગ્યું. ત્યારે રાજાએ તેણીની આંખો બંધ કરીને કહ્યું કે ડરીશ નહીં. નસમાંથી લોહી કાઢીને તેણીને પીવડાવ્યું. લોહીમાં મૂલિકા નાંખી જેથી થીજી ન જાય.
ફરી મણી ભુખ વડે પીડિત થઈ. સાથળમાંથી માંસ કાપીને ખાવા આપ્યું. પછી સંરોહિણી ઔષધિથી સાઢળને રૂઝવી દીધો.
એમ કરતા તેઓ જનપદમાં પહોંચ્યા. આમરણોને ગોપવી દીધા. એકત્ર વણિકવ કરે છે. તેની શેરી-ગલી શોધનારો એક પાંગળો હતો. રાણી અને તે એક વખત મળ્યા. પછી રાણીએ રાજાને કહ્યું કે – મને ઘેર એકલી રહેવું ગમતું નથી - રહી શકતી નથી. કોઈ બીજું હોય તો રહી શકું.
રાજાએ વિચાર કર્યો – નિરપાયમાં આ પાંગળો રાખવો જ સારો છે. તેણે આને ગૃહપાલક રૂપે નિયુક્ત કર્યો. તેણે ગીત-છલિત-કથા આદિ વડે શણીને આવM લીધી. પછી તેની સાથે જ સણી ચોંટી રહી.
રાણી પતિના છિદ્રો શોધવા લાગી. જ્યારે કોઈ જ છિદ્ર ન મળ્યા, ત્યારે ઉધાનિકામાં ગયા. તે રાજાને સુવિશ્વસ્ત કર્યો. ઘણો જ દારુ પીવડાવી દીધો. પછી રાજાને ગંગામાં ફેંકી દીધો.
સણી પણ તેનું દ્રવ્ય ખાઈને ખંભા ઉપર પાંગળાનું વહન કરવા લાગી. ઘેર ઘેર ગીગાન કરતાં ફરે છે. કોઈ પૂછે તો જણાવે છે કે – માતાપિતા દ્વારા મને આવો પતિ મળેલ છે, તો હું શું કરું ?
તે સજા પણ ગંગામાંથી કોઈ એક નગરે નીકળ્યો. વૃક્ષની છાયામાં સુતો હતો. છાયા પરાવર્તન પામતી ન હતી. ત્યાંનો રાજા અપુઝીયો મરણ પામ્યો. અધિવાસિત કરેલો અશ ત્યાં ગયો. તેથી “જય-જય” શબ્દ વડે તેને રાજા તરીકે ઘોષિત કરાયો. તે રાજા થઈ ગયો.
પે'લો પાંગળો અને સણી બંને તે નગરમાં જઈ ચડ્યા. રાજાને તે સમાચાર મળ્યા, તે બંનેને રાજમાં બોલાવ્યા. રાણીને પૂછયું કે આ કોણ છે ? સણી કહે છે
- મારા માતાપિતાએ આપેલો આ મારો પતિ છે.
ત્યારે રાજા તે ગણીને કહે છે - બાહુનું લોહી પીધુ છે, સાથળનું માંસ ખાધેલું છે, પતિને ગંગામાં વહાવી દીધા છે. હે પતિવ્રતા ! ધન્ય છે તને. ઘણું સારું કર્યું, ઘણું સારુ કર્યા.
રાજાએ તુરંત જ તેણીને દેશનિકાલની આજ્ઞા આપી. એ પ્રમાણે રાજા-રાણી બંનેને અને વિશેષ તો સુકમાલિકાને સ્પર્શનેન્દ્રિય દુ:ખને માટે થઈ.
શબ્દના સંગમાં જે દોષ છે. તે મૃગાદીને શરીરની હાનિ કરે છે. સતત સુખનો અર્થ અને વિદ્વાન્ શબ્દમાં કેમ સંગવાળો થાય? એ રીતે પતંગીયાનો રૂપના પ્રસંગથી ક્ષય થતો જોઈને, સ્વસ્થયિતનો રૂ૫માં કેમ વ્યર્થ સંગમ સંભવે ? ગંઘના દોષથી સર્ષોની પરતંત્રતાની સમીક્ષા કરીને કોણ ગંધ આસક્ત થાય અથવા કાય સ્વભાવ ન ચિંતવે ? રસના આસ્વાદના પ્રસંગથી મસ્યાદિનું ઉત્સાનિ જાણીને તેવા દુ:ખાદિજનક રસમાં કોણ સંગમ પામે ? સ્પર્શમાં આસક્ત ચિત્તવાળા હાથી આદિને ચોતરફથી અસ્વાતંત્ર્ય સમક્ષ જોઈને પણ કોણ સ્પર્શને વશ થાય ?
એ પ્રમાણે આવા પ્રકારે ઈન્દ્રિયો સંસારને વધારનારી છે, વિષય લાલસા દુર્જય, દુરંત છે ઈત્યાદિ પૂર્વવતું.
હવે પરીષહદ્વારનો અવસર છે. તેમાં માર્ગથી ન ચ્યવીને નિર્જરાર્થે પરિસહન કરવું તે પરીષહ, તેમાં માર્ગથી ન ચ્યવવા માટે દર્શન અને પ્રજ્ઞા પરીષહ છે. બાકીના પરીષહો નિર્જરાર્થે છે.
આ પરીષહોની સંખ્યા બાવીશ છે. તે આ પ્રમાણે - ભુખ, તરસ, શીત, ઉષ્ણ, દશ-મશક, નાન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા ઈત્યાદિ - X - X • તેને વિસ્તારથી જાણવા જોઈએ. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે –
(૧)- ભુખથી પીડાતા, શક્તિમાન્ સાધુ શોષણાનું ઉલ્લંઘન ન કરે ચામામાત્રામાં ઉધત વિદ્વાન અદીન અને અવિપ્લવચી ચરે.
-૨)- તૃષાતુર હોય, માર્ગમાં રહેલ હોય તો પણ તવવિદ્ દીનતા છોડીને કાયુ પાણીની અભિલાષા ન કરે, કથિત જળ શોધે.
(3)- શીતથી અભિઘાત થવા છતાં યતિ વયા વસ્ત્રના રક્ષણને છોડીને અકય વસ્ત્ર પ્રહણ ન કરે કે અગ્નિ ન સળગાવે.
(૪)- ઉણથી તપવા છતાં તેને નિંદે નહીં કે છાયાનું સ્મરણ કરે નહીં. સ્નાન, ગાત્ર અભિષેકાદિ અને વીંઝણો પણ વર્ષે.
ન૫)- દંશમશક કડે ત્યારે મુનિ ત્રાસથી હેપ ન પામે, તેને નિવારે નહીં પણ ઉપેક્ષા કરે કે બધાં આહારપ્રિયત્વવાળા છે. | -૬)- મારા વર અશુભ ન હોય, તેમ સારુ કે ન સારુ ન ઈચ્છ, લાભ અને અલાભનું વિચિત્રત્વ જાણીને નગ્નતાને સહે.
ન9)- જતા, રહેતા કે બેસતા અરતિવાળો ન થાય, ધર્મરૂપી આસમમાં રસ્તા નિત્ય સ્વસ્થચિત્તવાળો મુનિ થાય.
-૮)- સંગરૂપી પંક સુદુબથિ છે, આીઓ મોક્ષમાર્ગની આર્મલા સમાન છે.