________________
ઉપોદ્ઘાત નિ - ૮૭૧
અને ધન બધું લઈને ચાલી ગયા. ધન સાર્થવાહે નગરગુપ્તિકને બોલાવ્યો. તેને કહ્યું કે – તું મારી પુત્રીને છોડાવ, ધન બધું તું લઈ જજે. ચોરો ભાગ્યા, લોકો ધન લઈને
ચાલ્યા ગયા.
ધન સાર્થવાહ પુત્રોની સાથે ચિલાતની પાછળ લાગ્યો. ચિલાત કન્યાને લઈને નાસ્યો જ્યારે ચિલાત સુસુમાને વહન કરવા સમર્થ ન રહ્યો અને ધન સાર્થવાહ આદિ પણ નીકટ આવી ગયા ત્યારે સુંસુમાનું મસ્તક છેદી, લઈને ચાલવા લાગ્યો. સાર્થવાહ ધડ જોઈને પાછો ફર્યો. ત્યાં સુધીમાં તે સાર્થવાહ અને તેના પુત્રો ભુખથી પીડાવા લાગ્યા. ત્યારે સાર્થવાહે પુત્રોને કહ્યું – મને મારીને ખાઈ જાઓ, પછી નગરમાં જાઓ, પુત્રોએ તે વાત ન સ્વીકારી. પછી મોટાપુત્રએ પણ તેમજ કહ્યું – મને ખાઈ જાઓ. એ પ્રમાણે નાનાપુત્ર સુધી બધાંએ કહ્યું. ત્યારે પિતાએ તેમને કહ્યું – આપણે અંદરઅંદર કોઈને ન મારીએ. આ ચિલાતે મારી નાંખેલ સુસુમાને ખાઈએ. એ પ્રમાણે પુત્રીનું માંસ ખાધું. સાધુએ આ પ્રમાણે આહાર કરવો જોઈએ. પુત્રીના માંસની ઉપમા કારણિક છે. તેનો આહાર કરીને નગરમાં ગયા. ફરી પણ ભોગના ભાગી થયા. એ પ્રમાણે સાધુઓએ પણ નિર્વાણ સુખના ભાગી થવું જોઈએ.
તે ચિલાત પણ મસ્તક ગ્રહણ કરીને દિગ્મૂઢ થઈ ગયો યાવત્ એક સાધુને જુએ છે, તે આતાપના લઈ રહ્યા છે. તેને કહે છે – સંક્ષેપમાં મને ધર્મ કહો. નહીં તો તમારું પણ માથું વાઢી નાંખીશ. સાધુએ કહ્યું – “ઉપશમ, વિવેક, સંવર. ચિલાત આટલા પદો ગ્રહીને એકાંતમાં વિચારવા લાગ્યો કે – ઉપશમ એટલે ક્રોધાદિને શાંત કરવો, હું ક્રોધિત છું. વિવેક ધન અને સ્વજનનો કરવો જોઈએ. તેથી મસ્તક અને તલવાર ફેંકી દીધા. સંવ-ઈન્દ્રિય અને નોઈન્દ્રિયનો હોય. એ પ્રમાણે ધ્યાન કરે છે, તેટલામાં લોહીની ગંધથી કીડીઓ આવીને, તેનું શરીર ખાવા લાગી, તેનું શરીર ચાલણી જેવું કરી દીધું. પગમાંથી પ્રવેશતી કીડીઓ યાવત્ મસ્તકની ખોપડીથી નીકળવા લાગી. તો પણ તે ચિલાત ધ્યાનથી ચલિત ન થયો. આ કથાનો અંત તાધર્મમાં તદ્દન ભિન્નરૂપે છે, ત્યાં ચિલાત દુર્ગાનથી દુર્ગતિમાં ગયેલો છે.
ઉક્ત કથાના અર્થને પ્રતિપાદિત કરતાં કહે છે –
૧૪૯
• નિયુક્તિ-૮૩૨
જે ત્રણ પદો વડે સમ્યકત્વને પામેલો, સંગમ ઉપર આરૂઢ થયેલો, તે
-
ઉપશમ-વિવેક-સંવરના આરાધક ચિલાતપુત્રને હું નમું છું.
• વિવેચન-૮૭૨ :
ગાથાર્થ કહ્યો. પણમ - ક્રોધાદિ નિગ્રહ, વિવેવ્ઝ - સ્વજન અને સુવર્ણાદિનો ત્યાગ. સંવર - ઈન્દ્રિય અને નોઈન્દ્રિયની ગુપ્તિ. - x + X -
• નિયુક્તિ-૮૭૩ :
ખરડાયેલા પગો વડે લોહીની ગંધથી જેને કીડીઓ પગથી માથા સુધી ખાઈ ગઈ, તે દુષ્કરકારકને હું વંદન કરું છું.
• વિવેચન-૮૭૩ :
ગાથાર્થ કહ્યો. કીડી વડે ખવાવા છતાં જે અધ્યવસાયથી વિચલીત ન થયા,
૧૫૦
પગની શિરાથી મસ્તક સુધી કીડીઓ ગઈ. - x -
• નિર્યુક્તિ-૮૭૪ 3
મુદ્ગલ જેવા મુખવાળી કીડીઓ દ્વારા ચલણી જેવા કરાયો તે રીતે ખવાવા છતાં તે ધીર ચિલાતીપુત્રે ઉત્તમાર્થને અંગીકાર કર્યો. • વિવેચન-૮૭૪ :
ધી - સર્વીસંપન્ન, મૂર્તિ નિયરૢિ - કીડીઓ વડે ખવાવા છતાં, શુભ પરિણામ
ન ત્યાગીને ઉત્તમાર્થને સાધ્યો.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
• નિયુક્તિ-૮૭૫ :
અઢી અહોરાત્રમાં ચિલાતિપુત્ર વડે અપ્સરાના સમૂહથી વ્યાપ્ત અને રમ્ય, ઈન્દ્ર તુલ્ય દેવ ભવનને પામ્યો.
• વિવેચન-૮૭૫ :
દેવિંદામર ભવન - દેવેન્દ્રની જેમ અમર ભવન. હવે સંક્ષેપદ્વાર –
• નિયુક્તિ-૮૭૬ :
લાખ ગ્રંથોને પાંચ હજારમાં, તેનાથી અઢી હજારમાં, છેલ્લે એક શ્લોકમાં
સ્થાપિત કર્યા, તેને સંક્ષેપ જાણવો.
• વિવેચન-૮૭૬ :
(૫) સંક્ષેપ – ચાર ઋષિઓએ પ્રત્યેકે લાખ ગ્રંથ કરીને જિતશત્રુ રાજા સામે ઉપસ્થિત કર્યા. તમે અમારું શાસ્ત્ર સાંભળો કેમકે તમે પાંચમાં લોકપાલ છો. રાજા બોલ્યો કેટલા છે ? ઋષિઓ બોલ્યા – લાખ શ્લોક પ્રમાણ ચાર સંહિતા છે. રાજા બોલ્યો – મારું રાજ્ય સીદાય છે. એ પ્રમાણે અડધું - અડધું ઘટાડતા યાવત્ ઐકેક શ્લોક રહ્યો. તે પણ રાજાએ ન સાંભળ્યો. ત્યારે ચારએ પણ પોતાનો મત પ્રદર્શિત કરવા એક શ્લોક રહ્યો. તે આ પ્રમાણે
-
-
આત્રેય કહે છે – પો પછી ભોજન કરવું. કપિલ કહે છે – પ્રાણીની દયા પાળો, બૃહસ્પતિ કહે છે – કોઈનો વિશ્વાસ ન કરો, પાંચાલ કહે છે – સ્ત્રીઓને વિશે માર્દવતા-મૃદુતા રાખવી. - ૪ - ૪ - એ પ્રમાણે સામાયિક પણ ચૌદ પૂર્વના અર્થનો સંક્ષેપ કહેવાય છે.
(૬) અનવધ - હવે અનવધ દ્વાર વિષયક કથાનક –
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો, ધારિણી રાણી હતી. તેમને ધર્મરુચિ નામે પુત્ર હતો. તે રાજા સ્થવિર હતો - વૃદ્ધ થયો. ત્યારે તે પ્રવ્રજ્યા લેવાની ઈચ્છાવાળો થઈ, ધર્મરુચિને રાજ્ય આપવા ઈચ્છે છે. તે માતાને પૂછે છે – પિતાજી રાજ્યનો ત્યાગ કેમ કરે છે ? માતાએ કહ્યું – રાજ્યએ સંસાર વધારનાર છે. ધર્મરુચિ મારે પણ રાજ્યનું કામ નથી. તે પિતા સાથે તાપસ થયો. તેટલામાં અમાવાસ્યા આવી. મરુકે ઉદ્ઘોષણા કરે છે – આશ્રમમાં કાલે અમાવાસ્યા થશે, તો આજે પુષ્પ-ફળોનો સંગ્રહ કરી લો, કાલે છેદનનો નિષેધ છે. ત્યારે ધર્મરુચિને થયું – જો સર્વકાળ છેદન ન થાય તો કેવું સારું ?
બોલ્યો
કોઈ દિવસે સાધુઓ અમાવાસ્યામાં તાપસ આશ્રમની નજીકથી નીકળ્યા.