________________
ઉપોદ્ઘાત નિ - ૮૫૮
ભવમાં શત પૃથકત્વ આકર્ષો કહ્યા. આઠ ભવો કહ્યા. તેથી શતપૃથકત્વને આઠ વડે ગુણતાં સહસ્ર પૃથકત્વ થાય છે. એમ અવાવાર્થ કહ્યો.
હવે સ્પર્શદ્વાર કહે છે. તેની આ ગાથા છે –
• નિયુક્તિ-૮૫૯
સમ્યકત્વ અને ચાસ્ત્રિયુક્ત આત્મા સમસ્ત લોકને સ્પર્શે છે. સમકિત અને શ્રુત સહિત ૧૪ ભાગમાંથી ૭ ભાગોને અને દેશવિરતિયુક્ત ૧૪-ભાગમાંથી
પાંચ ભાગોને સ્પર્શે છે.
-
૧૪૧
• વિવેચન-૮૫૯ :
સમ્યકત્વ અને ચારિત્રયુક્ત પ્રાણી ઉત્કૃષ્ટથી સર્વ લોકને સ્પર્શે છે, શું બહિવ્યિિપ્તથી ? ના, અસંખ્યાત પ્રદેશને પણ સ્પર્શે છે. આટલા કેવલિ સમુદ્ઘાત અવસ્થામાં સ્પર્શે. જઘન્યથી અસંખ્યાત ભાગને સ્પર્શે છે શ્રુત સામાયિક સહિત ૭/૧૪ ભાગોને સ્પર્શે છે. અનુત્તર દેવોમાં ઈલિકા ગતિથી ઉત્પન્ન થતાં, = શબ્દથી પાંચ તમઃપ્રભામાં દેશવિરતિ સહિત ૫/૧૪ ભાગોને સ્પર્શે છે, અચ્યુતમાં ઉત્પન્ન થતાં.
ઈત્યાદિ - ૪ - ૪ -
એ પ્રમાણે ક્ષેત્ર સ્પર્શના કહી. હવે ભાવ સ્પર્શના કહે છે - શ્રુતાદિ સામાયિક શું છે ? કેટલાં જીવો વડે સૃષ્ટ છે, તે કહે છે –
• નિર્યુક્તિ-૮૬૦ :
પ્રાયઃ સર્વે જીવોએ શ્રુતને સ્પર્શેલ છે. સર્વે સિદ્ધોએ સમ્યકત્વ અને ચાસ્ત્રિનો સ્પર્શ કરેલ છે, તેના અસંખ્યાતભાગ પ્રમાણ જીવોએ દેશવિરતિનો સ્પર્શ કરેલ છે.
• વિવેચન-૮૬૦ ઃ
સાંવ્યવહારિક રાશિમાં રહેલાં બધાં જીવોએ સામાન્ય શ્રુતને સ્પર્શેલ છે અને સિદ્ધોએ સમ્યકત્વ અને ચારિત્રને સ્પર્શેલ ચે. તેને અનુભવ્યા સિવાય સિદ્ધત્વની ઉપપત્તિ નથી. અસંખ્યેય સિદ્ધ ભાગો વડે દેશવિરતિ પણ સૃષ્ટ છે. અહીં આટલું ધ્યાન રાખવું - સાર્વ સિદ્ધોના બુદ્ધિ વડે અસંખ્યાત ભાગ કરીને, અસંખ્ય ભાગો વડે ભાગ ન્યૂનથી દેશવિરતિ સ્પષ્ટ છે. અસંખ્યેયભાગ વડે સ્પષ્ટ નથી. જેમ મરુદેવાસ્વામિની. હવે નિરુક્તિ દ્વાર, સામાયિકનું નિર્વચન ચાર પ્રકારે છે છતાં ક્રિયા-કારકભેદ પર્યાયો વડે શબ્દાર્થ કથન તે નિરુક્તિ.
તેમાં સામાયિકની નિરુક્તિ જણાવવા માટે કહે છે – • નિયુક્તિ-૮૬૧ :
સમ્યક્દષ્ટિ, અમોઘ, શોધિ, સદ્ભાવ, દર્શન બોધિ, અવિપરીત, સુદૃષ્ટિ આદિ [પાયિોથી] નિરુક્તિ છે.
• વિવેચન-૮૬૧ :
(૧) સમ્યક્ - પ્રશંસા અર્થે છે. દર્શન - દષ્ટિ, સમ્યક્ - અવિપરીત. સમ્યક્દષ્ટિ એટલે અર્થોનું અવિપરીત દર્શન. (૨) મોહાવું કે વિતથ ગ્રહણ કરવું તે મોહ, એવો મોહ ન હોવો તે અમોહ. (૩) શોધવું તે શુદ્ધિ - મિથ્યાત્વ મળના દૂર થવાથી
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ સમ્યકત્વની શુદ્ધિ થવી તે. (૪) જિનેશ્વરે બતાવેલ પ્રવચનનો ભાવ તે સદ્ભાવ. (૫) તેનો ઉપરંભ તે સદ્ભાવ દર્શન.
(૬) બોધ કરવો તે બોધિ, પરમાર્થ સંબોધ. (૭) તેના અધ્યવસાય વિપરીત ન થવા તે અવિપરીત, અર્થાત્ તત્વના અધ્યવસાય. (૮) સુદૃષ્ટિ એટલે શોભન દૃષ્ટિ. આ બધાં સમ્યગ્દર્શનના નિરુક્તો છે.
-
હવે શ્રુત સામાયિકની નિરુક્તિ દર્શાવવા કહે છે • નિયુક્તિ-૮૬૨ :
અક્ષર, સંજ્ઞી, સભ્ય, આદિ, સવસિત, ગર્મિક, ગાવિષ્ટ. એ સાત અને પ્રતિપક્ષ ગણતા બીજા સાત એમ ૧૪-ભેદો છે.
૧૪૨
• વિવેચન-૮૬૨ :
આની વ્યાખ્યા પીઠિકામાં કરેલ છે. હવે દેશવિરતિ સામાયિક નિરુક્તિ – • નિયુક્તિ-૮૬૩
વિતાવિરતિ, સંવૃત્તાસંવૃત્ત, બાલપંડિત, દેશૈક્ક દેશવિરતિ, અણુધર્મ અને અગારધર્મ [એ દેશવિરતિના પર્યાય છે.]
• વિવેચન-૮૬૩ :
(૧) વિરમવું તે વિરતિ, વિરતિનો અભાવ તે અવિરતિ. - X - (૨) જે યોગમાં સાવધયોગો છે. તે સંવૃત્તાસંવૃત્ત. અર્થાત્ સ્થગિતા સ્થગિત કે પરિત્યકતા પરિત્યક્ત. (૩) બાલપંડિત - ઉભય વ્યવહારનું અનુગતત્વ. (૪) દેશૈકદેશવિરતિ - પ્રાણાતિપાતવિરતિ છતાં પૃથ્વીકાયાદિની અવિરતિ ગ્રહણ કરી હોય. (૫) અણુધર્મ - બૃહત્ સાધુધર્મ અપેક્ષાથી દેશવિરતિ (૬) અગારધર્મ - ગૃહ, તેના યોગથી અગાર એટલે ગૃહસ્થ, તેનો ધર્મ.
સર્વવિરતિ સામાયિકની નિરુક્તિને દર્શાવવા માટે કહે છે – • નિયુક્તિ-૮૬૪ :
સામાયિક, સમયિક, સમ્યવાદ, સમાસ, સંક્ષેપ, અનવધ, પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન એ આઠ [સર્વ વિરતિ સામાયિકના પર્યાયો છે.]
• વિવેચન-૮૬૪ -
(૧) સામાયિક - રાગદ્વેષના અંતરાલમાં વર્તનાર તે સમ અર્થાત્ મધ્યસ્થ. થ - ગમન, જવું તે. સમનો અય તે સમાય. તે વ્યાકરણના નિયમથી બન્યુ સામાયિક અર્થાત્ એકાંત ઉપશાંતિ ગમન. (૨) સમયિક - સમ એ સમ્યક્ શબ્દાર્થ ઉપસર્ગ છે. સમ્યક્ અપ. સમ્યક્ દયાપૂર્વક જીવોમાં ગમન, સમય જેમાં છે તે સમયિક, (૩) સમ્યવાદ રાગાદિથી વિરહિત, તે સમ્યક્, તેના વડે કે તે પ્રધાન કહેવું તે અર્થાત્ યથાવત્ કહેવું.
(૪) સમાસ - તેમાં અન્ન એટલે ોપ, મમ શબ્દ પ્રશંસાર્થે છે. શોભનઅસન તે સમાસ અર્થાત્ આત્માનું કે જીવથી કે કર્મથી અપવર્ગે જવું અથવા ત્રણ પદના સ્વીકાર વૃત્તિથી ક્ષેપ તે સમાસ. (૫) સંક્ષેપ - સંક્ષેપવું તે. થોડા અક્ષર સામાયિકનો
દ્વાદશાંગ પિંડાર્યત્વથી મહા અર્થ. (૬) અનવધ - અવધ એટલે પાપ, જેમાં અવધ