________________
૧૨૫
૧૨૬
આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૨
ઉપોદ્દાત નિ - ૮૪૧,૮૪૨ કહ્યું છે કે –
• નિયુક્તિ-૮૪૩ -
ચાન, કવચ, શસ્ત્ર, યુદ્ધમાં કુશલત્વ, નીતિ, દક્ષત, વ્યવસાય, શરીર, આરોગ્યતા એ સુભટના જીતના હેતુઓ છે.]
• વિવેચન-૮૪૩ :
યાન-હાથી આદિ, આવરણ-કવચ આદિ, પ્રહરણ-ખગ આદિ, યુદ્ધમાં કુશલવ-સમ્યજ્ઞાન, નીતિ-નિર્ગમન પ્રવેશ રૂપ, દક્ષd-આશુકારિત્વ, વ્યવસાય - શૌર્ય, શરીરનું અવિકલપણું, આરોગ્યતા-વ્યાધિ રહિતતા.
આટલી ગુણ સામગ્રીથી અવિરહિત યોદ્ધો જય-શ્રીને પામે છે. આ દૃષ્ટાંતનો મર્મ-જીવ તે યોદ્ધો છે, વ્રતરૂપી યાન, ઉત્તમ ક્ષાંતિ રૂપ કવચ, ધ્યાનરૂપી શસા, ગીતાર્થવરૂપી કૌશલ્ય, દ્રવ્યાદિમાં યથોપાય અનુરૂપ વર્તવું તે નીતિ, યોગ્ય અવસરે અહીં ક્રિયા કરણ તે દક્ષત, તપનું કરવું અને ઉપસર્ગને સહેવા રૂપ વ્યવસાય. આ બધાંથી સુનીરોગ કર્મશત્રુને જીતે છે.
• નિયુક્તિ-૮૪૪ -
જોવાથી, સાંભળવાથી, કમનો ક્ષય થવાથી, કમનો ઉપશમ થવાથી, મનવચન-કાયાના શુભ વ્યવસાયથી બોધિની પ્રાપ્તિ થાય છે.
• વિવેચન-૮૪૪ :
ભગવંતની પ્રતિમાદિ જોતા સામાયિક પામે. જેમ શ્રેયાંસકુમાર ભગવંતના દર્શનથી પામ્યો. કથાનક પૂર્વે કહેલ છે. સાંભળતા પામે જેમ - આનંદ અને કામદેવ પામ્યા. અહીં કચાનક અંગસૂત્રોચી જાણવું. અનુભૂત ક્રિયાકલાપસી પામે, જેમ વલ્કલચીએિ પિતાના ઉપકરણ જોતા પ્રાપ્ત કર્યું. કર્મનો ક્ષય કરવાથી પામે, જેમ ચંડ કૌશિક પામ્યો, ઉપશમ કસ્વાથી પામે - જેમ ગઝષિ પામ્યા. પ્રશસ્ત મન-વચન-કાયાના યોગમાં પામ્યા. બોધિ અર્થાત્ સામાયિક. અથવા અનુકંપાદિ વડે પામે. કહે છે -
• નિયુક્તિ -૮૪૫,૮૪૬ :
અનુકંપા, કામનિર્જરા, બાલતપ, દાન, વિનય, વિભંગ, સંયોગ અને વિયોગ, વ્યસન, ઉત્સવ, ઋહિત, સકાર. [એ ૧૧ દ્વારા અનુક્રમે વૈધ, મહાવત, ઈન્દ્રનામ, કૃતyણય, પુશાલસુત, શિવ, બે મથુરાના વષિક, બે ભાઈઓ, આભીર, દશાણભદ્ર અને ઈલાચિપુત્ર [સામાયિક પામ્યા.]
• વિવેચન-૮૪૫,૮૪૬ -
અનુકંપામાં રd-ચિતવાળો જીવ સામાયિક પામે છે, કેમકે તે શુભ પરિણામયુક્ત હોય છે. જેમ વૈધ. આ જ પ્રતિજ્ઞાને વિશેષથી કહે છે. હેતુદષ્ટાંત અન્યત્વ પ્રતિપ્રયોગ કહીશું. અકામ નિર્જરાવાળા જીવને સામાયિક પ્રાપ્ત થાય. જેમ શુભ પરિણામવાળા મહાવતને થઈ. બાલતપોયુક્તવણી ઈન્દ્રનાગવતું, સુપગપયુક્ત યથાશક્તિ શ્રદ્ધાદાનથી કૃતપુણ્યકવતુ, આસધિત વિનયત્વથી પુષશાલપુણવત્, વિર્ભાગજ્ઞાનવ પામીને તાપસ શિવરાજર્ષિવતુ, દેટ સંયોગના વિપ્રયોગવથી મથુરાના બે વણિકવતું, અનુભૂત વ્યસનવથી બે ભાઈ શકટયવ્યાપાદિત મíડીલબ્ધ માનુષત્વ સ્ત્રી ગર્ભ જાત
પ્રિય પુત્રદ્ધયની માફક, અનુભૂત ઉત્સવત્વથી આભીરવતુ, મહાઋદ્ધિ જોઈને દશાર્ણભદ્રરાજાવતુ, સકાર કાંક્ષી હોવા છતાં સકાર ન પામનાર ઈલા પુણવતું. આ અક્ષર ગમનિકા કહી. હવે ઉદાહરણ –
(૧) દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવને બે વૈધો હતા - ધવંતરી અને વૈતરણી. ધવંતરી અભવ્ય હતો, વૈતરણી ભવ્ય હતો. તે સાધુ અને ગ્લાનને પ્રીતિ વડે કહેતો. તે પ્રાસક ઔષધ બતાવતો. જો તેની પોતાની પાસે ઔષધ હોય ત્યારે આપતો. ધવંતરી વૈધ સાવધ ઔષધ બતાવતો, તે અસાધુપાયોગ્ય કહેતો, ત્યારે સાધુઓ કહેતા - અમારે આ શા કામના? તે બોલતો કે મેં સાધુ માટે વૈધક શાસ્ત્રનો અભ્યાસ કરેલો નથી. તે બંને મહાભી અને મહાપરિગ્રહી આખી દ્વારિકામાં ચિકિત્સા કરતા હતા.
કોઈ દિવસે કૃષ્ણ વાસુદેવે પૂછ્યું - આ બંને ઘણાં ઢંકાદિના વધ કરીને કયા જશે? ત્યારે ભગવંતે કહ્યું કે- આ ધનંતરી પ્રતિષ્ઠાન નકમાં ઉત્પન્ન થશે. આ વૈતરણી કાલેજસ્વર્તી અટવીમાં ગંગા મહાનદી અને વિંધના આંતરામાં વાંદરાપણે જન્મ લેશે. ત્યારે તે યુવાન થઈને સ્વયં જ ચૂથપતિત્વ કરશે. ત્યાં કોઈ દિવસે સાર્થની સાથે સાધુઓ આવશે. એક સાધુના પગમાં કાંટો લાગશે. ત્યારે સાધુઓ કહેશે કે - અમે તારી પ્રતિક્ષા કરીશું. તે સાધુ જણાવશે કે - બધાંએ મરવાની જરૂર નથી, તમે ચાલો, હું અહીં ભક્ત પ્રત્યાખ્યાન કરીશ. ત્યારે તે પણ નિબંધ કરીને રહ્યો. શલ્યને કાઢવું શક્ય ન બન્યું. પછી તે સ્પંડિલ ભૂમિ અને છાયા પ્રાપ્ત કરી રહ્યો. સાધુ પણ ગયા.
ત્યારે તે વાનરયૂથાધિપતિ જ્યાં સાધુ હતા ત્યાં આવ્યો. આમને પૂર્વે જોયા છે એમ વિચારી કિલકિલાટ કરવા લાગ્યો. પછી -x ન્યૂયાધિપતિએ સાધુને જોયા. તેમને જોઈને ઈહા-અપોહ કરતાં મેં આમને ક્યાં જોયા છે? એમ વિચારતા જાતિસ્મરણાના થયું. દ્વારિકા યાદ આવી. ત્યારે તે સાધુને વંદના કરી, તેનું શલ્ય જોયું. ત્યારે બધી ચિકિત્સા યાદ આવી. ત્યારે તે પર્વત જઈને શલ્ય ઉદ્ધરણી અને શરા રોહિણી બંને
ઔષધિ લઈને આવ્યો. પછી શચ કાઢવા માટે પગે ઔષધિ લગાડી, એક મુહર્ત બાદ શલ્ય નીકળ્યું. સંરોહિણી ઔષધિથી ઘા ઝવ્યો. ત્યારે તેની આગળ અક્ષરો લખ્યા - હું વૈતરણી નામે પૈધ પૂર્વભવે દ્વારિકામાં હતો. સાધુએ તેને ધર્મ કહ્યો. ત્યારે તે વાનરે ભાપત્યાખ્યાન કર્યું. ત્રણ અહોરમ જીવીને સહસાડલો ગયો.
અવધિજ્ઞાનનો પ્રયોગ કરી જ્યાં પોતાનું શરીર જોયું, સાધુને જોયા. ત્યાં આવીને દેવઋદ્ધિ દેખાડીને કહ્યું - આપની કૃપાથી મને આ દેવદ્ધિ મળી. તે દેવ વડે તે સાધુ તેમના સાધુ પાસે પહોંચ્યો. તેઓએ પૂછયું - અહીં કેવી રીતે આવી ગયો ? ત્યારે બધો વૃતાંત કહ્યો. એ પ્રમાણે તે વાનરને સમ્યકત્વ સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિકનો અનુકંપાથી લાભ થયો. •x - દેવલોકથી ચ્યવીને ચાસ્ત્રિ સામાયિક અને મોક્ષ પામશે.
[અહીં અમે કથા સળંગ આપી છે તેની નિયુક્તિ આ પ્રમાણે છે | • નિયુક્તિ-૮૪૩ -
તે વાનર ચૂથપતિ અટવીમાં સુવિહિતની અનુકંપાવી દેદીપ્યમાન શરીરનો ધારક દેવ અને વૈમાનિક થયો.