________________
ઉપોદ્દાત નિ - ૩૮૨,૭૮૩
૯૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
• વિવેચન-૩૮૨,૩૮૩ :
ગાથાર્થ કહ્યો. અવયવાર્થ તો ભાણકાર કહેશે. જ્ઞાનોત્પત્તિથી આરંભીને ૧૪ વર્ષ અને ૧૬ વર્ષ વ્યતીત થયા પછી તેમાં પહેલાં બે નિકૂવો ઉત્પન્ન થયા. ભગવંત નિવણિ પામ્યા પછી ચોક્ત કાળે બાકીના અતુિ અવ્યકતાદિ ઉત્પન્ન થયા. બોટિક પ્રભવકાળ લાઘવાયેં કહ્યો.
હવે સૂચિતાર્થને મૂળ ભાષ્યકાર યથાક્રમે કહે છે – • ભાગ-૧૫ -
જિનવર મહાવીરને જ્ઞાનોત્પાદન પછી ચૌદ વર્ષ ગા બાદ બહુરત નામનો મત શ્રાવત્તિમાં ઉત્પન્ન થયો.
• વિવેચન-૧૫ :ગાથાર્થ રહ્યો. જે રીતે ઉત્પન્ન થયો, તે દર્શાવતી ગાથા કહે છે - • ભાષ-૧૨૬ :
વીર ભગવંતની પુત્રી જ્યેષ્ઠા કે સુદર્શના કે અનવધા હતી. જમાઈ જમાલી હતા. જેમાલીએ પoo પુરુષના પરિવાર સાથે અને પુત્રીએ ૧oooના પરિવાર સાથે દીક્ત લીધી. જમાલીએ શ્રાવતીના હિંદુક ઉધાનમાં બહુરત મત સ્થાપ્યો. જમાલિને છોડીને બીજાને ટંક શ્રાવકે બોધ કર્યો.
• વિવેચન-૧૨૬ :
કંડપુર નગરમાં ત્યાં જમાલિ ભગવંત વીરનો ભાણેજ હતો. તેણે ભગવંતની પાસે ૫ooના પરિવાર સાથે દીક્ષા લીધી. તેની પત્ની જે ભગવંતની પુત્રી હતી, તેના નામો જ્યઠાકે સુદર્શના કે અનવધા પણ ૧૦ooના પરિવાર સાથે પ્રવજિત થઈ [અહીં નામમાં કંઈ પાઠદોષ સંભવે છે, અામ સુદર્શનનું નામ બહેન રૂપે છે. જેમ ભગવતી સત્રમાં છે, તેમ કહેવું. જમાલી ૧૧ અંગ ભચા. સ્વામીને કહીને પ00ના પરિવાર સાથે જમાલી શ્રાવતી ગયો, ત્યાં તિંદુક ઉધાનમાં કોષ્ટક રીત્યમાં સમોસય. ત્યાં તેને અંતપ્રાંત આહારથી રોગ થયો. વિહાર કરવા અસમર્થ થયા. ત્યારે શ્રમણોને કહ્યું - શય્યા સંસ્કારક કરો. તેઓએ સંથારો કરવાનો આરંભ કર્યો.
એટલામાં જમાલિ દાહજ્વરથી અભિભૂત થયા. શિષ્યોને પૂછે છે સંથારો પથરાયો કે નહીં ? તેઓએ કહ્યું - પથરાયો, જમાલિએ ઉઠીને જોયું તો અર્ધ સંસ્કૃત [પથરાયેલ] જોઈને કોધિત થયો. સિદ્ધાંત વચન યાદ આવ્યું - “કરાતું કરાયું” કહેવાય. કર્મના ઉદયથી વિપરીત ચિંતવે છે. “કરાતું કર્યુ” એ ભગવંત વયના વિપરીત છે. કેમકે પ્રત્યક્ષ વિરદ્ધ છે અહીં અડધો પથરાયેલ સંથારો પથરાયેલો નથી તે દેખાય છે. તેથી કરાતાપણાથી પ્રત્યક્ષ સિદ્ધ વડે ‘કરાયુ' ઘમ દૂર કરવો એમ ભાવના છે. તેથી જે ભગવંત કહે છે, તે અસત્ય છે. પરંતુ “કરાયુ તે જ કરાયુ” કહેવાય. એમ વિચારીને એ પ્રમાણે જ પ્રરૂપણા કરે છે.
તેણે આવી પ્રરૂપણા કરતા વગચ્છના સ્થવિરોએ આ પ્રમાણે કહ્યું - હૈ આચાર્ય ભગવંત વચન છે “કરાતું કરાયું” તે અવિપરીત જ છે, તે અવિરુદ્ધ નથી.
જો “કરાતી ક્રિયાવિટને કરાયી” ઈચ્છતા નથી, તો પહેલાં ક્રિયા અનારંભ સમયની જેમ પછી પણ ક્રિયાના અભાવે કેમ ઈચ્છો છો ? નિત્ય પ્રસંગ છે. કેમકે ક્રિયાના અભાવનું અવિશિષ્ટવ છે. તથા જે તમે કહ્યું કે “અડધો પથરાયેલ સંથારનું ન પથરાયેલું દેખાય છે.” તે પણ અયુક્ત છે, કેમકે જે જ્યારે જેટલાં આકાશ દેશમાં વર૬ પથરાય છે તે ત્યારે તેટલામાં પથરાયું જ છે. એ પ્રમાણે પછીના વસ્ત્ર પાથરવાના સમયે નિશે એ પથરાયેલ જ છે. ભગવંતનું વચન વિશિષ્ટ સમય આપેક્ષી છે, માટે તેમાં દોષ નથી.
એ પ્રમાણે જયારે તે સ્વીકારતો નથી, ત્યારે કેટલાંક તેના વચનની શ્રદ્ધા કરતાં ભગવંત પાસે ગયા. બાકીના તેની સાથે જ રહ્યા, પ્રિયદર્શના પણ સાથે રહ્યા. [પહેai સુદના કહેd, અહીં પ્રિયદર્શન લખ્યું, જે અય શાસ્ત્રમાં સંમત નામ છે.]
ત્યાં ઢક નામે કુંભાર શ્રાવક હતો. ત્યાં રહ્યા, તેણી વેદન કરવાને આવી, તેણીને પણ તેમજ પ્રજ્ઞાપના કરી. તેણી જમાલીના અનુરાગથી મિથ્યાત્વને પામી. સાવીઓને એમ કહેવા લાગી. ટંકને પણ કહે છે. ટૂંક જાણે છે કે આ ભગવંત વચનથી વિપરીત મતવાળી થઈ છે. તેથી ઢંક કહે છે – હું આ વિશેષતર સમ્યક જાણતો નથી.
અન્ય કોઈ દિવસે સ્વાધ્યાય પોરિસિ કરે છે. ત્યારે ટંકે વાસણ ખોલીને તેમાંથી અંગારો ફેંક્યો ત્યારે પ્રિયદર્શના સાધ્વીની સંઘાટી-વસ્ત્રમાં એક સ્થાને બળી ગયું. તે કહે છે – હે શ્રાવક ! તમે મારા વરને કેમ બાળો છો ? ટંક બોલ્યો - તમે જ કહો છો કે “બળતું બન્યું ન કહેવાય.” તો પછી તમારો કપડો કઈ રીતે બળ્યો. ત્યારે તેણી બોધ પામીને કહે છે – હું સભ્ય પ્રતિચોયણાને ઈચ્છું છું. ત્યારે તેણીએ જઈને જમાલીને ઘણું કહ્યું. જમાલીએ જ્યારે સ્વીકાર્યું નહીં, ત્યારે તેણી અને બાકીના સાધુઓ ભગવંત પાસે ઉપસંપન્ન થયાં - જોડાયાં. બીજો પણ એકાકી - અનાલોચિત કાળગત થયો.
આ સંગ્રહાર્થ કહ્યો. [ગાથાર્ય પૂર્વે કહ્યો જ છે.] બીજા આચાર્યો કહે છે - ચેષ્ઠા એટલી મોટી, સુદર્શના નામે ભગવંતની બહેન હતી, જમાલિ તેનો પુત્ર હતો. તેને અનવધા નામની ભગવંતની પુત્રી, જમાલીની પત્ની હતી.
પહેલો નિદ્ભવ કહ્યો. હવે બીજાનું પ્રતિપાદન કરે છે - • ભાણ-૧૨૭ :
વીર ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ૧૬ વર્ષ બાદ જીવપદેશ સંબંધી મત ઋષભપુર નગરમાં ઉત્પન્ન થયો.
• વિવેચન-૧૨૩ :
ભગવંતને જ્ઞાન ઉત્પાદિતાના ૧૬-વર્ષ પછી જીવપ્રાદેશિક મત કઈ રીતે ઉત્પન્ન થયો ? રાજગૃહનગરમાં ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં વસુ નામના ચૌદપૂર્વ આચાર્ય સમોસય. તેમના શિષ્ય તીષ્યગુપ્ત હતા. તેને આત્મપ્રવાદ પૂર્વમાં આ આલાવો ભણવામાં આવ્યો - ભગવન્એક જીવ પ્રદેશ જીવ હોય તેમ કહેવાય ? ના, આ