________________
ઉપોદ્ઘાત નિં ૪૬૬
ગોવાળોએ તેને આશ્રમનો માર્ગ બતાવ્યો. તે કાંટાળા માર્ગે ત્યાં જવા લાગ્યો. તેને
જોઈ હાથમાં પરસુ લઈ તે ધમધમતો દોડ્યો. કુમારે તેને આવતો જોયો. જોઈને કુમાર ત્યાંથી ભાગી ગયો. ચંડકૌશિક પણ હાથમાં કુહાડો લઈ દોડતાં ખાડામાં પડ્યો. તે કુહાડો સન્મુખ રહી ગયો, તેનાથી ચંડકૌશિકના મસ્તકમાં બે ફાડયા થઈ ગયા. ત્યાં
મરીને તે જ વનખંડમાં દૃષ્ટિવિષ સર્પ થયો.
૨૦૯
દૃષ્ટિવિષ સર્પ રોષથી અને લોભથી તે વનખંડનું રક્ષણ કરે છે. પછી ત્યાંના તાપસોને બધાંને બાળી નાંખ્યા, જે બળ્યા ન હતા, તેઓ નાશી ગયા. તે સર્પ ત્રણે સંધ્યાએ વનખંડમાં ફરીને જે કોઈ પક્ષીને પણ જુએ, તેને બાળી નાંખતો હતો.
તે અવસરે તેણે ભગવંતને જોયા, જોઈને ક્રુદ્ધ થયો. શું તું મને જાણતો નથી ? સૂર્યની સન્મુખ જોઈ, પછી ભગવંતને જોયા, પણ તે દૃષ્ટિવિષ સર્પથી સ્વામી બળ્યા નહીં. એ પ્રમાણે બે, ત્રણ વખત જોયું, તો પણ સ્વામીને કંઈ ન થયું. ત્યારે જઈને ભગવંતને ડંસ દીધો.
ડંસ દઈને પાછો ભાગ્યો, રાખેને ! મારી ઉપર પડે તો ? એ પ્રમાણે પણ ત્રણ વખત ડંસ દીધો, છતાં સ્વામીનું મૃત્યુ ન થયું. ત્યારે ખૂબ રોષથી ભગવંત સમક્ષ જોતો ઉભો રહ્યો.
તે ભગવંતના રૂપને જોતા, તે વિષથી ભરેલી દૃષ્ટિથી ધ્યાન કરતા સ્વામીની સૌમ્ય કાંતિ તે સર્વે જોઈ. ત્યારપછી સ્વામીએ તેને કહ્યું, અરે ઓ, ચંડકૌશિક ! તું
ઉપશાંત થા !
ત્યારે સર્પને ઈહા-અપોહ-માર્ગણા-ગવેષણા કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તેણે ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને મનથી ભોજનના પ્રત્યાખ્યાન કર્યા. જો કે તીર્થંકર તે જાણે છે. પછી તે બિલમાં મુખ રાખીને રહ્યો. તેણે વિચાર્યુ કે – “મારા રોષથી કોઈ લોક મરી ન જાઓ.' ભગવંત તેની અનુકંપાથી
ત્યાં ઉભા રહ્યા.
ભગવંતને જોઈને ગોવાળ, વત્સપાલો આવી ગયા. પછી પોતે વૃક્ષ પાછળ છુપાઈને તે ગોપાલાદિ તે સર્પની ઉપર પત્થરો ફેંકે છે. પણ સર્પને ચલિત થતો ન જોઈને લાંકડા વડે કંઈક ઘસે છે. તો પણ સ્પંદિત ન થતો જોઈને તેઓએ લોકોને બોલાવ્યા.
લોકો ત્યાં આવ્યા. ભગવંતને વંદન કરીને પછી તે સર્પની પણ પૂજા કરે છે. બીજા વળી દુધ, ઘી, લાવીને તે સર્પને ચોપડે છે, સ્પર્શે છે. પરિણામ એ આવ્યું કે
સર્પની ઉપર તે કારણે કીડીઓ ચડવા લાગી. તે વેદનાને સહન કરતો સર્પ અર્ધમાસ પછી મરીને સહસાર નામે આઠમાં દેવલોકમાં ઉત્પન્ન થયો.
આ જ કથનનો ઉપસંહાર કરતાં કહે છે –
• નિયુક્તિ-૪૬૭ :
ઉત્તરવાચાલના માર્ગે, વનખંડમાં ચંડકૌશિક સર્પ, બાળી ન શક્યો, ચિંતા,
31/14
૨૧૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
જાતિસ્મરણ, જ્યોતિક, હું ક્રોધથી સર્પ થયો.
• વિવેચન-૪૬૭ :
ઉત્તરવાચાલના માર્ગના વનખંડમાં ચંડકૌશિક સર્પ હતો વગેરે બધી ઘટના ઉપર કથાનકમાં કહેવાઈ ગયેલ છે.
હવે અનુક્ત અર્થના પ્રતિપાદનાર્થે કહે છે –
• નિયુક્તિ-૪૬૮ :
ઉત્તર વાચાલમાં ભગવંતને નાગોને ખીર વડે ભોજન કરાવ્યું. દિવ્યો પ્રગટ થયા. શ્વેતાંબીમાં પ્રદેશી, પંચરશોમાં, નિક [અર્થાત્ નૈયક રાજા અથવા સગોત્રીય અર્થ કરેલ છે.]
• વિવેચન-૪૮ :
૦ ગાથાર્થ કહ્યો છે. બાકીનો ભાવાર્થ કયાનકથી જાણવો.
૦ કથાનક આ પ્રમાણે – ત્યારપછી ભગવંત ઉત્તર વાચાલે ગયા. ત્યાં પંદર દિવસના પારણે ગયા. ત્યાં નાગોન નામે ગાથાપતિએ ક્ષીરના ભોજન વડે પ્રતિલાભિત કર્યાં. પાંચ દિવ્યો પ્રગટ થયા.
ત્યાંથી શ્વેતાંબી ગયા. ત્યાં પ્રદેશી રાજા શ્રમણોપાસક હતો. તેણે ભગવંતનો
મહિમા કર્યો. પછી ભગવંત સુરભિપુર ગયા. માર્ગમાં તૈયક નામે રાજા હતો. તે પ્રદેશી રાજા પાસે પાંચ રથો વડે આવતો હતો. તેણે ત્યાં ભગવંતને વંદના કરી, પૂજા કરી.
ત્યાંથી સ્વામી સુરભિપુર ગયા. ત્યાં ગંગા નદી ઉત્તરવાની હતી. ત્યાં સિદ્ધ યાત્ર નામે નાવિક હતો. ક્ષેમિલ નામે શકુનનો જ્ઞાતા હતો. ત્યાં નાવમાં લોકો વળગ્યા. તે કૌશિક મહાશકુનથી વાસિત હતો. કૌશિક નામે ઉલૂક [ઘુવળ] પછી ક્ષેમિલે કહ્યું કે – જેવા પ્રકારના શકુન દેખાય છે, તે પ્રકારે આપણને મારણાંતિક
ઉપસર્ગ થશે.
પછી શું? આ મહર્ષિના પ્રભાવથી બચી જઈશું.
તે નાવ ચાલી. સુદૃષ્ટ નાગકુમાર રાજાએ ભગવંતને નાવમાં બેઠેલા જોયા.
તેને ક્રોધ ઉત્પન્ન થયો.
તે ખરેખર જે સિંહને ત્રિપૃષ્ઠ વાસુદેવ વડે મારી નંખાયેલો તે જીવ હતો. સંસાર ભમતાં ભમાતાં સુષ્ટ્ર નામે નાગરાજ થયેલો. તે સંવર્તક વાયુ વિકુર્તીને નાવને ડૂબાડવા ઈચ્છતો હતો.
આ તરફ કંબલ અને શંબલ દેવનું આસન ચલિત થયું. વળી આ કંબલ અને થંબલની ઉત્પત્તિ શું છે ?
મથુરા નગરીમાં જિનદાસ નામે શ્રાવક વણિક્ હતો. સોમદાસી નામે તેની પત્ની શ્રાવિકા હતી. બંને પતિ-પત્ની જીવાદિ જ્ઞાનના જ્ઞાતા અને કૃત પરિણામી હતા. તે બંને એ ચતુષ્પદનો પરિગ્રહને કરવો તેવા પચ્ચક્ખાણ કરેલા હતા.
તેઓ રોજેરોજ ગોરસ લેતા. ત્યાં આભીરી ગોરસ લઈને આવી. તેણીને તે