________________
ઉપોદ્યાત નિ ૪૬૨,૪૬૩
૨૦૩
- હા, છે. ત્યારે તે સ્વયં જ હાજર થયોને બોલ્યો કે તે હું છું, આપ આજ્ઞા કરે. સિદ્ધાર્થે પૂછ્યું – તારો ઘેટો અમુક કાળે ખોવાયો છે ?
તેણે કહ્યું - હા, તે આ અચ્છેદકે મારીને ખાઈ ગયો છે તેના હાડકાં આ બોરડીની દક્ષિણ બાજુએ ઉકરડામાં દાટેલાં છે. લોકો ગયા, ત્યાં જોયું ઉત્કૃષ્ટ કલકલ કરતા આવ્યા કેમકે હાડકાં ત્યાં હતા.
ત્યારે સિદ્ધાર્થે કહ્યું કે - આ બીજી ચોરી. હવે આ જ કથનને પ્રતિપાદિત કતરાં નિર્યુક્તિકાર કહે છે –
• નિયુક્તિ-૪૬૫ -
તૃણ, અંગલિ છેદ, કમર, વીરઘોષ, મહિરોન્ક, દશપલિક, બીજી ઈન્દ્રમાં ઘેટું બદરીવૃક્ષ, દક્ષિણી ઉકરડો.
- વિવેચન-૪૬૫ :અછંદકે વૃણ લીધું ઈત્યાદિ પૂર્વવતુ જાણવું.
કર્મકર વીરઘોષ સંબંધી દશપલનો કોટક લઈને મહિણેન્દુ વૃક્ષની નીચે સ્થાપેલો છે. તે આ એક ચોરી [અછંદકની છે.].
બીજી - ઈન્દ્રશમનિો ઘેટો આ ખાઈ ગયો છે. તેના હાડકાં હજી પણ બોના વૃક્ષની નીચે - બોરની નીચે દક્ષિણના ઉકરડામાં છે.
તેની ત્રીજી વાત કહેવા યોગ્ય નથી - તે ન કહેવામાં જ સાર છે. લોકોએ ઘણો આગ્રહ કર્યો ત્યારે સિદ્ધાર્થ કહે છે – જાએ, તે તેની પત્ની જ કહેશે. તેણી પછી તેના છિદ્રો શોધતી રહી. તેણીએ સાંભળ્યું કે - તે કઈ રીતે વિડંબના પામ્યો, તેની આંગળીઓ છેદાઈ, અછંદક વડે તેણીને તે દિવસે માર મારવામાં આવ્યો. તેણી વિચારે છે કે – ગામ આવવા દો, ત્યારે હું કહીશ. ગામ આવી ગયું, તેઓ પૂછે છે કે શું છે ?
અછંદકની પત્ની બોલી - તેનું નામ પણ ન લેશો. તે તેની જ બહેનનો પતિ છે, મારી તે ઈચ્છા કરતો નથી. તે બધાં હાહાકાર કરતા બોલ્યા આ પાપ છે - પાપ છે. એ રીતે તેની ઉદાહરણ થઈ. આ પાપને કારણે તેને કોઈ ભિક્ષા પણ આપતું નથી.
ત્યારે તે અા સાગારિક આવીને કહે છે - ભગવના! તમે તો બીજે પણ પૂજાશો, હું ક્યાં જઈશ ? ત્યારે આ પ્રીતિક અવગ્રહ છે, એમ જાણીને ભગવંત ત્યાંથી નીકળી ગયા.
ત્યાંથી જતા માર્ગમાં બે વાયાલ આવ્યા - ઉતરવાયાલ અને દક્ષિણવાચાલ. તે બંનેના માર્ગમાં બે નદી હતી - સુવર્ણવાલુકા, રૂવાલુકા. ત્યારે સ્વામી દક્ષિણ વાયાલના સંનિવેશથી ઉતસ્વાયાલ તરફ ગયા. તેમાં સુવર્ણવાલુકા નદીમાં રહે કાંટામાં તેમનું વા ભરાયું. ભગવંતે ફરીને તેનું અવલોકન કર્યું કે જ્યાં ભરાયું?
ક્યાં કારણે જોયું - કોઈ કહે છે - મમત્વથી અને કોઈ કહે છે - સ્થંડિલ
૨૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ભૂમિમાં પડ્યું કે અત્યંડિલ ભૂમિમાં, કોઈ કહે છે - સહસાકારથી જોયું. કોઈ કહે છે – શિષ્યોને વરા, પગ સુલભ થશે કે નહીં ? માટે જોયું.
પે'લા ધિનું જાતિય બ્રાહ્મણો તે લઈ લીધું. વણકર પાસે તે લાવ્યો. તેના લાખ મૂલ્ય ઉપજ્યા. બંનેએ પચાસ-પચાસ હજાર લઈ લીધા.
આ જ કથનને જણાવવા માટે કહે છે - • નિયુક્તિ -૪૬૬ :
બીજું તો અવાચ્ય છે. તેની પત્ની કહેશે, હું નહીં કહું. પછી પિતાનો મિત્ર, દક્ષિણ વાચાલે સુવર્ણ તાલુકા નદીમાં કાંટામાં વસ્ત્ર.
• વિવેચન-૪૬૬ :[ઉક્ત પદોની કથા પૂર્વે નિયુક્તિ-૪૬૫માં કહેલી છે.]
શેષ કથાનક. પછી સ્વામી ઉત્તરવાયાલ તરફ જાય છે. ત્યાં માર્ગમાં કનકપલ નામે આશ્રમ છે. ત્યાં બે માગોં છે – કાજુ અને વક્ર. જે ઋજુ માર્ગ છે, તે કનકખલ મળે જઈને જાય છે, જે વક છે તેને છોડીને ભગવંત ઋજુ માર્ગેથી ચાલ્યા. ત્યાં ગોવાળોએ વાર્યા. ભગવતુ ! આ માર્ગે દષ્ટિવિષ સર્પ છે, આ માર્ગે આપ જશો નહીં. ભગવંત જાણતા હતા કે આ સર્પ ભવ્ય છે અને તે બોધ પામવાનો છે. ત્યાં જતાં ચગૃહમંડપિકા મધ્ય ભગવંત પ્રતિમા ધ્યાને સ્થિર રહ્યા.
તે સર્ષ પૂર્વભવે કોણ હતો ? સાધુ હતા. પારણે વહોરવા ગયેલ. પર્યાષિત ભોજનાર્થે જતાં તેના વડે દેડકી મરી ગઈ. બાળ સાધુએ તે પાતકને યાદ કરાવ્યું ત્યારે તે કહે છે - શું મેં તેને મારી નાંખેલી, લોકોએ મારી નાંખી હોય તેમ જણાય છે. ત્યારે બાળ સાધુએ જાણ્યું કે સંધ્યાકાળે કદાચ તે સાધુ આલોચના કરી લેશે.
તે તપસ્વી આલોચના કરીને આવશ્યકમાં ઉપસ્થિત થયા. બાળ સાધ વિચારે છે - નક્કી આ ભૂલી ગયેલ છે, તેમ જાણી ફરી યાદ કરાવ્યું, તપસ્વી રોષથી તે બાળસાધુને માસ્વાને માટે દોડ્યા. ત્યાં માર્ગમાં તંભ હતો. તે સ્તંભમાં અથડાઈને મૃત્યુ પામ્યા.
શ્રામચની વિરાધનાને લીધે તેઓ જ્યોતિકમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવીને કનકMલમાં ૫૦૦ તાપસના કુલપતિ હતા. તાપસી ત્યાં ગર્ભવતી થતાં તેના પુત્રરૂપે જમ્યા. ત્યાં તેનું કૌશિક નામ રાખ્યું. તેઓ સ્વભાવથી અત્યંત ક્રોધી હતા. ત્યાં આશ્રમમાં બીજા પણ કૌશિક નામવાળા સાધુઓ હતા, તેથી આનું નામ ચંડકૌશિક પડી ગયું.
તે કુલપતિ મૃત્યુ પામ્યા. ત્યારપછી આ ચંડકૌશિક કુલપતિ થયો. તે ત્યાં વનખંડમાં મૂર્ણિત બન્યો. તે તાપસો દ્વારા ફળો અપાતા ન હતા. તે પ્રાપ્ત ન થતાં ચારે દિશામાં બાળકો દોડાદોડ કરતા. ત્યારે ત્યાં જે ગોવાળાદિ આવતા તેને તે ચંડકૌશિક મારી હટાવતો હતો.
તેની નજીક શ્વેતાંબિકા નામે નગરી હતી. ત્યાં રાજપુર આવીને ભૂલો પડેલો.