________________
૫૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
પંચમંગલનું ઉપધાન કરવું.
[૪૩] ભગવન ! કઈ વિધિથી પંચમંગલનું વિનય ઉપધાન કરવું ? ગૌતમ ! અમે તે વિધિ આગળ જણાવીશું.
અતિ પ્રશસ્ત તેમજ શોભન તિથિ, ણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબલ, હોય જેના શ્રદ્ધા સંવેગ નિઃશંક અતિશય વૃદ્ધિ પામેલા હોય, અતિતીવ્ર ઉલ્લાસ પામતા, શુભાધ્યવસાય સહિત પૂર્ણ ભક્તિ-બહુમાન સહ કોઈજ આલોક પરલૌક્ના ફળની ઇચ્છા રહિત સળંગ પાંચ ઉપવાસના પચ્ચક્ખાણ કરીને જિનમંદિરમાં અચિત્ત જગ્યામાં રહીને જેનું મસ્તક ભક્તિપૂર્ણ બનેલ છે. હર્ષથી રોમાંચિત, નયન ક્મળ વિકસિત થયેલ શાંત-સૌમ્ય-સ્થિર દૃષ્ટિવાળો, હૃદયમાં સંવેગની છોળો ઉછળી રહી છે તેવો, અતીતીવ્ર ઉલ્લાસથી, અનેક ધન આંતરરારહિત, અચિંત્ય પરમ શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત, વીર્ય યોગે સમયે સમયે વૃદ્ધિ પામતા, હર્ષપૂર્ણ-શુદ્ધ-નિર્મળ-નિશ્ચલ હૃદયવાળા સ્થાપિત એવી શ્રી ઋષભાદિ તીર્થંકર પ્રતિમા વિશે સ્થાપના કરેલ નયન ને મનવાળો, એકાગ્ર પરિણામી, આરાધક આત્મા શાસ્ત્રજ્ઞ, દેઢ ચારિત્રી, ગુણવાન, યોગ્ય શબ્દોચ્ચારથી અનુષ્ઠાન કરાવવાના અદ્વિતીય લક્ષ્યાળા ગુરુના વયનને અબાધક, વિનયાદિ બહુમાન પ્રાપ્ત, શો-સંતાપાદિ રૂપ સર્વે દુષ્ટ શ્વાયદથીયુક્ત ભવસમુદ્રમાં નાવ સમાન, આગમ શાસ્ત્ર મધ્યે વર્તતા -*- · એવા પંચમંગલ મહાશ્રુતસ્કંધવાળા પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળા, પ્રવયન દેવતાધિષ્ઠિત એવા–
જે ત્રણ પદ, એક આલાવાયુકત અને સાત અક્ષર પ્રમાણ, અનંતગમ પર્યાયને જણાવનાર સર્વ મહામંત્રો અને શ્રેષ્ઠ વિધાઓના પરમ બીજભૂત ‘નમો અરિહંતાણં' એવા પ્રકારનું પહેલું અધ્યયન વાચનાપૂર્વક ભણવું જોઈએ. પાંચ ઉપવાસ ર્યા પછી પહેલાં અધ્યનની વાયના લીધા પછી તે દિવસે આયંબિલ તપથી પારણું રવું જોઈએ.
તે જ પ્રમાણે બીજા દિવસે અર્થાત્ સાતમા દિવસે અનેક ગુણસંપદાયુક્ત પૂર્વોક્ત અર્થને સાધી આપનાર પૂર્વોક્ત ક્રમે બે પદયુક્ત એક આલાવો, પાંચ અક્ષર પ્રમાણ નમો સિદ્ધાણં એ બીજા અધ્યયનને ભણવું, તે દિવસે આયંબિલથી પારણું રે.
એ પ્રમાણે પૂર્વોક્ત અર્થને સાધી આપનાર ત્રણ પદ યુક્ત એક આલાવો, સાત અક્ષર પ્રમાણ ‘નમો આયરિયાણં' એવા ત્રીજા અધ્યયનનું પઠન કરવું, પારણે આયંબિલ કરવું.
તથા આગળ કહેલા અર્થને સાધી આપનાર ત્રણ પદ યુક્ત એક આલાવો અને સાત અક્ષર પ્રમાણ નમો ઉવજ્ઝાયાણં એવા ચોથા અધ્યયનનું પઠન કરવું, પારણે આયંબિલ વું.
એ જ પ્રમાણે ચારપદ યુક્ત એક આલાવા ને નવ અક્ષર પ્રમાણ 'નમો લોએ સવ્વસાહૂણં' એવા પાંચમાં અધ્યયનની વાચના લઇને ભણવું, તેમાં દશમાં દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org