________________
૮/- ૧૪૯૯ થી ૧૫૦૩
૧૯૧
એ પ્રમાણે બોલીને હે ગૌતમ ! તે પ્રવચન દેવતાઓએ તે શ્રેષ્ઠ કુમાર ઉપર પુષ્પની વૃષ્ટિ છોડી.
ફરી પણ દેવતા કહેવા લાગ્યા કે
[૧૫૦૪ થી ૧૫૦૭] જગતના અજ્ઞાની આત્માઓ પોતાના ર્મથી કષાયી કે દુઃખી થયા હોય તો...
– દૈવ-ભાગ્ય કે દેવતાને દોષ આપે છે.
પણ પોતાના આત્માને ગુણોમાં સ્થાપન તો નથી.
– દુઃખ સમયે સમતામાં રમણ કરતો નથી.
સુખો ફોગટના મફતીયા મળી જાય તેવી યોજના કરે છે.
આ દૈવ-ભાગ્ય મધ્યસ્થ ભાવમાં રહેનાર, પ્રત્યેક જીવને સમપણાથી જોનાર
–
હોય છે, તથા
• સર્વ લોક તેમનામાં વિશ્વાસ રાખનાર હોય છે.
-
જે જે કંઈ પણ કર્માનુસારે પ્રાપ્ત થાય છે, તેનો નિક્ષેપ અથવા ત્યાગ દૈવ રાવતો નથી.
-
· તો હવે તમે સર્વજનો બોધ પામો.
—
- સર્વોત્તમ શીલ-ગુણથી મહધ્ધિક એવા આ કુમાર શ્રેષ્ઠના ચરણ મળમાં
તામસ ભાવ રહિત બનીને પ્રણામ કરો.
એ પ્રમાણે બોલીને દેવતા અદૃશ્ય થયો.
[૧૫૦૬] આ પ્રસંગ જોઈને તે ચતુર રાજ પુરુષો જલ્દી રાજા પાસે પહોંચ્યા અને જોયેલો વૃતાંત નિવેદન કર્યો.
તે સાંભળીને ઘણાં વિક્લ્પો રૂપ તરંગ માલા વડે પુરાતા એવા હૃદય સાગરવાળો હર્ષ અને વિષાદ પામેલો હોવાથી ભય સહિત ઉભો થયો.
ત્રાસ અને વિસ્મય યુક્ત હૃદયવાલો રાજા ધીમે ધીમે ગુપ્ત સુરંગના નાના દ્વારથી કંપતા સર્વમાત્રવાળો અને
મહાદ્વૈતુક્થી કુમારદર્શનની અત્યંત ઉત્કંઠાવાળો થયો. કુમાર હતા તે પ્રદેશમાં આવ્યો.
સુગૃહિત નામવાળા, મહાયશસ્વી, મહાસત્ત્વવાળા, મહાનુભાવ કુમારના
રાજાએ દર્શન ક્યાં.
અપ્રતિપાતી મહા અવધિજ્ઞાનથી પ્રત્યયથી સંખ્યાતીત ભવોના અનુભવેલા એવા સુખ અને દુઃખો [તથા]
સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ, સંસાર, સ્વભાવ, ક્ર્મબંધ, તેની સ્થિતિ તે ક્માંથી મુક્તિ કંઈ રીતે થાય ?
એ પ્રમાણે વૈર બંધવાળા રાજા આદિને અહિંસા લક્ષણ પ્રમાણ ધર્મનો [કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org