________________
૧૭
પાંચ સમિતિનું શોધન કરવું. ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવું.
. ઇર્યા સમિતિ આદિ બાર ભાવનાઓ ભાવથી. અશનાદિ તપનું ઉપધાન-અનુષ્ઠાન કરવું.
· માસાદિક ભિક્ષુની બાર પ્રતિમા આરાધવી.
•
વિચિત્ર પ્રકારના દ્રવ્યાદિ અભિગ્રહો કરવા.
• અસ્નાન, ભૂમિશયન, કેશ લોચાદિ, શરીરની ટાપટીપનો ત્યાગ [ઇત્યાદિ નિયમોનું પાલન કરવું.]
હંમેશાં સર્વકાળ ગુરુ આજ્ઞા પ્રમાણે વર્તવું. ભુખ-તરસ આદિ પરીષહોને સહન કરવા.
દિવ્ય આદિ ઉપસર્ગો ઉપર વિજય મેળવવો.
કંઈ મળે કે ન મળે તે બંનેમાં સમભાવ રાખવો અથવા ન મળે તો
•
•
•
·
•
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
તવૃદ્ધિ અને મળે તો ધર્મવૃદ્ધિ તેવી ભાવના રાખવી.
વધારે કેટલું વર્ણન કરવું ?
અરે લોકો ! આ ૧૮૦૦૦ શીલાંગનો ભાર વિના વિશ્રાંતિએ શ્રી મહાપુરુષોની વહન કરી શકાય તેવો અત્યંત દુર્ધર માર્ગ વહન કરવા લાયક છે. વિશાદ પામ્યા વિના બે બાહાઓથી આ મહાસમુદ્ર તરવા સરખો આ માર્ગ છે. આ સાધુધર્મ સ્વાદ વિનાના રેતીના કોળીયા ભક્ષણ કરવા સમાન છે. અતિ તીક્ષ્ણ પાણીદાર ભયંકર તલવારની ધાર ઉપર ચાલવા સરખો આ સંયમ ધર્મ છે. [તથા
ઘી વગેરેથી સારી રીતે સિંચાયેલા અગ્નિની જ્વાળા શ્રેણીનું પાન વા સમાન યાત્રિ ધર્મ છે. સૂક્ષ્મ પવનથી કોથળો ભરવો, તેના સમાન કઠણ સંયમ ધર્મ છે.
ગંગાના પ્રવાહની સામે ગમન કરવા, સાહસના ત્રાજવાથી મેરુ પર્વતનો તોળવો, એકાકી મનુષ્યે ધીરતાથી દુર્જય આતુરંત સેનાને જીતવી, પરસ્પર અવળી દિશામાં ભ્રમણ કરતાં આઠ ચંદ્રોની ઉપર રહેલ પુતળીની ડાબી આંખ વીંધવી અથવા સમગ્ર ત્રણ ભુવનમાં વિજય પ્રાપ્ત કરીને નિર્મળ યશ કીર્તિની જય પતાકા ગ્રહણ કરવી.
ઉક્ત સર્વે વિષયો રતાં પણ ધર્માનુષ્ઠાન દુર છે. હે લોકો ! આ સંયમ ધર્માનુષ્ઠાનથી કોઈ પણ અન્ય વસ્તુ દુર નથી અર્થાત તેનાથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે.
[૧૪૮૫ થી ૧૪૮૭] મસ્તક ઉપર ભાર વહન રાય છે, પણ તે ભાર વિસામો લેવાતા-લેવાતા વહન રાય છે. જ્યારે અતિ મહાન શીલનો ભાર વિશ્રાંતિ વિના જીવન પર્યન્ત વહન ાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org