________________
૧૬
મહાનિશીરછેદસૂત્ર-અનુવાદ
જુઓને, ત્યારે પ્રાપ્ત થયેલા, કંઈક અધિક નવમાસ સુધી મેં કુક્ષિમાં ધારણ કરીને અનેક મિષ્ટ મધુર ઉષ્ણ તીખા લુખા નિગ્ધ આહાર #ાવ્યા, નાન મદન
ક્યાં, તેનાં શરીર અને ધૂડાં ધોયા. શરીર દબાવ્યા ધન-ધાન્યાદિક આપ્યા. તેને ઉછેરવાનો મહા પ્રયત્નો ક્ય.
ત્યારે મને એવી આશા હતી કે તે પુત્રના રાજમાં મારા મનોરથો પૂર્ણ થશે – પૂર્ણપણે પુરાશે, અને સ્નેહી વર્ગની આશાઓ પુરી ક્રીને હું અતિશય સુખમાં મારો સમય પસાર ક્રીશ પિતા
મેં ધાર્યું હતું તેના રતાં તત્ર વિપરીત હકીક્ત બની છે.
હવે આટલું જાણ્યા અને સમજ્યા પછી પતિ આદિની ઉપર અર્ધ ક્ષણ પણ નેહ રાખવો યોગ્ય નથી.
જે આ પ્રમાણે મારા પુત્રનો વૃત્તાંત બન્યો છે, તે પ્રમાણે ઘેર ઘેર ભૂતકાળમાં આવાં વૃત્તાંતો બન્યા છે, વર્તમાનમાં બને છે અને ભવિષ્યમાં પણ આવા બનાવો બનતા રહેશે.
તે બંધવર્ગ પણ માત્ર પોતાના ક્રોય સિદ્ધ કરવા માટે ઘટિક મુહૂર્ત તેટલો ાળ તથા સ્નેહ પરિણામ ટકાવીને સેવા કરે છે. માટે
| હે લોળે ! અનંત સંસારના ઘોર દુઃખ આપનારા એવા આ કૃત્રિમ બંધુ અને સંતાનોનુ મારે કોઈ જ પ્રયોજન નથી. માટે હવે રાતદિવસ નિરંતર ઉત્તમ વિશુદ્ધ આશયથી ધર્મનું સેવન કરો.
ધર્મ એ જ ધન, ઈષ્ટ, પ્રિય, વંત પરમાર્થથી હિતારી, સ્વજન વર્ગ, મિત્ર અને બંધુવર્ગ સમાન છે.
ધર્મ એ જ સુંદર દર્શનીય રૂ૫ રૈનાર, પુષ્ટિ કરનાર અને બલ આપનાર છે. તિમ તમે સૌ જાણો.]
ધર્મ જ ઉત્સાહ રાવનાર છે, ધર્મ જ નિર્મળ યશ-કીર્તિ સાધી આપનાર છે. ધર્મ જ પ્રભાવના ક્રાવનાર છે. શ્રેષ્ઠતમ સુખની પરંપરાને આપનાર હોય તો તે પણ ધર્મ જ છે. તથા
ધર્મ એ સર્વ પ્રક્ષરના નિધાન સ્વરૂપ છે, આરાધનીય છે, પોષવા યોગ્ય છે, પાલનીય છે, રણીય છે, આચરણીય છે, સેવનીય છે, નીચ છે, ઉપદેશનીય છે, ભણવાલાયક છે, પ્રરૂપણીય છે, ક્રાવવા લાયક છે.
ધર્મ ધ્રુવ છે, શાશ્વતો છે, અક્ષય છે, સ્થિર રહેનારો છે, સમગ્ર સુખનો ભંડાર છે. ધર્મ સલજનીય છે.
ધર્મ એ અતુલ બલ, વીર્ય, સંપૂર્ણ સત્વ, પરાક્રમસહિતપણું મેળવી આપનાર થાય છે. પ્રવર, શ્રેષ્ઠ, ઇષ્ટ, પ્રિય, કાંત એવા જનોનો સંયોગ રાવી આપનાર હોય તો તે ધર્મ છે.
સમગ્ર અસુખ, દારિદ્ધ, સંતાપ, ઉદ્વેગ, અપયશ, ખોટાં આળ પ્રાપ્ત થવાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org