________________
૧૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
પ્રાણને ધારણ કર્યું.
હવે મારા માટે જીવવાનો બીજો કોઈ ઉપાય રહેલો નથી અથવા તો ખરેખર મને ધિક્કાર થાઓ. આમ ક્રવું ઉચિત નથી. પરંતુ તેણીને હું જીવતી જ વેંચી નાંખ.
એમ વિચારીને મહાદ્ધિવાળા ચોદે વિધા સ્થાનના પરિણામી એવા ગોવિંદ બ્રાહ્મણના ઘેર સજ્ઞશ્રીને વેંચી દીધી. તેના કારણે ઘણાં લોકોના તિરસ્કારના શબ્દોશી ઘવાયેલો તે પોતાનો દેશ ત્યાગ કરીને સુજ્ઞશિવ બીજા દેશાંતરમાં ગયો.
ત્યાં જઈને પણ હે ગૌતમ! એ જ પ્રમાણે બીજી ન્યાઓનું અપહરણ કરીને બીજા સ્થળે વેંચી વેચીને સુશિવે બીજું ઘણું જ દ્રવ્ય ઉપાર્જન .
તે અવસરે દુક્કળ સમયના કંઈક અધિક આઠ વર્ષ પસાર થયા ત્યારે તે ગોવિંદ શેઠનો સમગ્ર વૈભવ ક્ષય પામ્યો.
હે ગૌતમ વૈભવ વિનાશ પામવાના કારણે વિષાદ પામેલા ગોવિંદ બ્રાહ્મણે ચિંતવ્યું કે હવે મારા ટુંબનો વિનાશ કાળ નજીક આવેલ છે. વિષાદ પામતાં મારા બંધુઓ અર્ધક્ષણ પણ જોઈ શક્વા સમર્થ નથી તો હવે અત્યારે મારે શું કરવું?
એમ વિચારતો હતો ત્યાં એક ગોકુળના સ્વામીની ભાયાં આવી પહોંચી ખાવાના પદાર્થો વેંચવા આવેલી તે ગોવાલમ પાસેથી તે બ્રાહ્મણની ભાર્યાએ ડાંગરના માપથી ઘણાં ઘીના અને ખાંડના બનાવેલા ચાર લાડુ ખરીદ ક્યાં. ખરીદ #તાં જ બાળકો લાડુઓ ખાઈ ગયા.
મહીયારીએ હું અરે શેઠાણી ! અમને બદલામાં આપવાની ડાંગરની પાલી આપી દો. અમારે જલ્દી ગોકુળમાં પહોંચવું છે.
હે ગૌતમ ! ત્યારપછી બ્રાહ્મણીએ સુજ્ઞશ્રીને આજ્ઞા ક્રી કે અરે રાજાએ ભેંટણામાં જે મોક્ષેલ છે. તેમાં જે ડાંગરનું માટલું છે તેને જલ્દી શોધીને લાવ, જેથી આ ગોવાલણને આપું.
સુજ્ઞાથી તેને શોધવા ઘરમાં ગઈ, પણ તેણીએ તંદુલનું ભોજન જોયું નહીં, બ્રાહ્મણીને જણાવ્યું કે તંદુલ ભોજન નથી.
કરી બ્રાહ્મણીએ ક્યું કે, અરે ! અમુક ભોજન ઉંચુ ક્રીને તેમાં જો અને અને શોધીને લાવ, ફરી સુજ્ઞશ્રી તપાસ કરવા માટે આંગણામાં ગઈ, પણ તે તંદુલનું ભોજન ન જોયું. આવીને બ્રાહ્મણીને કહ્યું કે ત્યાં પણ તંદુલ ભોજન નથી.
ફરી બ્રાહાણીએ , અરે ! અમુક ભોજન ઉંચુ ક્રીને તેમાં જો અને શોધીને લાવ. ફરી તપાસ ક્રવા માટે આંગણામાં ગઈ અને ન જોયું ત્યારે બ્રાહ્મણીએ જાતે આવીને ત્યાં તપાસ ક્રી તો તંદુલ ભોજન તેણીના પણ જોવામાં ન આવ્યું. અતિ વિસ્મય પામેલા મનવાળી ફરી બારીકાઈથી દરેક સ્થળે તપાસ કરવા લાગી.
દરમ્યાન એકાંત સ્થળમાં વૈશ્યા સાથે ઓદનનું ભોજન કરતાં પોતાના મોટા પુત્રને જોયો. તે પુત્રે પણ તેના તરફ નજર ક્રી. સામે આવતી માતાને જોઈને ધન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org