________________
૮-૧૪૮૪
૧૩
જ અધ્યયન-૮ અથાગ ચૂલિક-૨, સુસઢ ક્યા જ
- - - - - - - * - * - *- ૪ - [ @ામાં સુસઢની મુખ્યતા છે. તે સિવાય અનેક પાત્રો અને આવતર ા પણ છે. જયા' ધર્મ સિવાયનો બીજો પણ ઘણો બોધ આ સ્થાનમાં આવતરામાં ભો છે. ખરેખર માનનીય અધ્યયન છે [૧૪૮૪) હે ભગવાન્ ! ક્યા કારણથી આમ હ્યું?
તે કાળે, તે સમયે અહીં સુસઢ નામે એક અણગાર હતો. તેણે એક એક પક્ષની અંદર ઘણાં અસંયમ સ્થાનકોની આલોચના આપી અને અતિ મહાન ઘોર દુક્ર પ્રાયશ્ચિત્તોનું સેવન ક્યું. તો પણ તે વિચારોને વિશુદ્ધિ પદ પ્રાપ્ત ન થયું. આ કરણે એમ Èવાયું.
ભગવદ્ ? તે સુસઢની વક્તવ્યતા કેવા પ્રકારે છે ?
ગૌતમ ! આ ભારતવર્ષમાં અવંતી નામનો દેશ છે. ત્યાં સંબક્ક નામનું એક ગામ હતું. તે ગામમાં જન્મથી દારિદ્ર, લાજભર્યાદા વગરનો, કૃપા વગરનો, કૃપણ, અનુક્યા રહિત, અતિ ક્રુર, નિર્દય, રીદ્ધ પરિણામી, આક્રી શિક્ષા નારો, આભિગૃહિક મિથ્યાષ્ટિ, જેનો નામોચ્ચાર કરવામાં પાપ છે, એવો સુજ્ઞશિવ નામે બ્રાહ્મણ હતો.
તેને સુજ્ઞશ્રી નામે પુત્રી હતી. સમગ્ર ત્રણે ભુવનમાં નર અને નારી સમુદાયોના લાવણ્ય, વંતિ, તેજ, રૂપ, સૌભાગ્યાતિશય જતાં તે પુત્રીના લાવણ્ય, રૂપ, ઘંતિ વગેરે અનુપમ અને ચડિયાતા હતા.
તે સુજ્ઞશ્રીએ કોઈ આગલા બીજા ભવમાં એમ દુષ્ટ વિચારેલ હતું કે – “જો આ બાળક્ની માતા મૃત્યુ પામે તો બહુ સારું થાય કેમ કે તો હું શક્ય વગરની થાઉં પછી આ બાળક દુખે કરી જીવી શક્યું. તેમજ રાજ્ય લક્ષ્મી મારા પુત્રને પ્રાપ્ત થશે.”
તે દુષ્ટ ચિંતવનાના ફળ રૂપે તે ર્મના દોષથી જન્મતાની સાથે જ તેની માતા
મૃત્યુ પામી.
ત્યાર પછી તે ગૌતમ ! તે સુજ્ઞશિવ પિતાએ મોટા ક્લેશથી આજીજી ક્રીને, કરગરીને, ઘણાં નવા બાળકેને જન્મ આપનારી માતાને ઘેરઘેર ફરી, તે પુત્રીનો બાલ્યકાળ પૂર્ણ ક્ય.
તેટલામાં માતા-પુત્રના સંબંધને ટાળનાર મહા ભયંક એવા-૧૨ વર્ષનો લાંબા કાળનો દુષ્કાળ સમય આવ્યો. એટલામાં સગાં-સંબંધીઓનો ત્યાગ કરીને સમગ્ર જનસમૂહ ચાલી જવા લાગ્યો. ત્યારે હવે કોઈ દિવસે ઘણાં સમયના ભૂખ્યા થયેલો, વિષાદ પામેલો સુજ્ઞશિવ વિચારવા લાગ્યો કે શું હવે આ બાલિકને મારી નાંખીને ભૂખ ભાંગુ કે તેનું માંસ વેંચીને કંઈક વણિક પાસેથી અનાજ ખરીદીને મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org