________________
૧૩૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
હોય, નિરંતર અસ્ખલિત ચારિત્રી હોય, રાગ દ્વેષ રહિત હોય, ચારે કપાયોને ઉપશમાવેલા હોય, ઈંદ્રિયોને જીતનારા હોય એવા ગુણવાળા જે ગીતાર્થ હોય, તેમની સાથે વિહાર કરવો કેમ કે તેઓ છદ્મસ્થ હોવા છતાં [શ્રુત] કેવલી છે.
[૧૦૭૨ થી ૧૦૭૬] ગૌતમ ! જ્યાં સુક્ષ્મ પૃથ્વીકાયના એક જીવને પણ કીલામણા થાય. તો તેને સર્વ વલીએ અલ્પારંભ હેલ છે.
જ્યાં નાના પૃથ્વીકાયના એક જીવનો પણ પ્રાણવિયોગ થાય તો તેને સર્વ કેવલીઓ મહારંભ હે છે.
એક પૃથ્વીાયના જીવને થોડો મસળવામાં આવે તો તેનાથી આશાતા વેદનીય ક્ર્મબંધ થાય. કે જે પાપશલ્ય ઘણી મુશ્કેલીથી છોડી શકાય, તેજ પ્રમાણે અપાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિક્રય, ગસાય તથા મૈથુન સેવનના ચીકણાં પાપક્મ ઉપાર્જન કરે છે, માટે મૈથુન સંલ્પ, પૃથ્વીકાયાદિ જીવ વિરાધના દુરંતફળ આપતાં હોવાથી જીવજ્જીવ ત્રિવિધ ત્રિવિધે તજવા.
[૧૦૩૭ થી ૧૦૮૨] માટે જેઓ પરમાર્થને જાણતાં નથી, તેમજ જેઓ અજ્ઞાની છે, તેઓએ દુર્ગતિના પંથને આપનાર એવા પૃથ્વીકાયાદિની વિરાધના છોડીને ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહી સંયમ સાધના કરવી. ગીતાર્થના વયનથી હળાહળ ઝેરનું પાન કરવું, કોઈ પણ વિક્લ્પ ર્યા વિના તેમના વયનાનુસાર તત્કાળ ઝેરનું પણ ભક્ષણ કરી લેવું. પરમાર્થથી વિચાર કરતાં તે વિષ નથી, ખરેખર તેમનું વચન અમૃતરસના આસ્વાદ સમાન છે. આ સંસારમાં તેમના વયનાનુસાર વગર વિચારે અનુસરનારો મરીને પણ અમૃત પામે છે.
અગીતાર્થના વચનથી અમૃતનું પણ પાન ન વું. કેમ કે પરમાર્થથી અગીતાર્થનું વચન એ હળાહળ કળકૂટ વિષ છે. તેમના વયને અજરામર બની શકાતું નથી, પણ મૃત્યુ પામીને દુર્ગતિમાં જાય છે. માર્ગમાં મુસાફરી નારને ચોરો વિઘ્નો કરનારા થાય છે, એમ મોક્ષમાર્ગની મુસાફરી કરનાર માટે અગીતાર્થ અને કુશીલનો સમાગમ એ વિઘ્ન કરનારો છે, માટે તેવાનો સંગ દૂરથી તજવો,
[૧૦૮૩, ૧૦૮૪] ધગધગતા અગ્નિને દેખીને તેમાં નિઃશંક્ષણે પ્રવેશવું અને બળી મરવું સારું, પણ ક્દાપિ શીલના સમાગમમાંન જવું, કે તેનું શરણ ન સ્વીકારવું. લાખ વર્ષ સુધી શૂળીમાં વિંધાઈને સુખેથી રહેવું સારું, પણ અગીતાર્થ સાથે ક્ષણ પણ ન વસવું.
[૧૦૮૫ થી ૧૦૮૭] મંત્ર-તંત્ર વગરનો હોય અને ભયંકર દૃષ્ટિ વિષે સર્પ કરડતો હોય, તો તેનો આશ્રવ જે. પણ અગીતાર્થ અને કુશીલ અધર્મીનો સહવાસ ન રીશ. હળાહળ ઝેર ખાઈ જજે કેમ કે તે એક જ વાર મારશે, પણ ભૂલથી પણ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ, કેમ કે તેમના સંસર્ગથી લાખો મરણો ઉપાર્જન કરીશ, ભોર રૂપ ભયંકર સિંહ, વાઘ કે પિશાચ ગળી જાય તો નાશ પામવું પણ કુશીલ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ.
[૧૦૮૮, ૧૦૮૯] સાત જન્મોના શત્રુને સગો ભાઈ માનજે. પણ વ્રત-નિયમોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org