________________
૧૧૬
મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ
ગાથા આવી
[૮૪૧] જે ગચ્છમાં કારણે, વસ્ત્રના આંતરા સહિત હાથથી સ્ત્રીના હાથનો સ્પર્શ ક્રવામાં પણ અરહંત પણ પોતે તે ઉંર સ્પર્શ કરે તો તે ગચ્છ મૂલગુણ રહિત સમજવો.
દિકર] ત્યારે તેમણે વિચાર્યું કે જે અહીં હું યથાર્થ પ્રરૂપણા કરીશ તો તે સમયે વંદના રતી તે આર્યાએ પોતાના મસ્તક વડે માર ચરણાગ્રનો સ્પર્શ ક્ય હતો. તે સર્વે આ ચૈત્યવાસીએ મને જોવો હતો. તો જે રીતે મારું સાવધાચાર્ય નામ પડ્યું. તે પ્રમાણે બીજું પણ તેવું અવહેલના ક્રનાર નામ ઠોકી બેસાડશે. જેથી સર્વલોકમાં હું અપૂજ્ય થઈશ. તો હવે સૂત્ર અને અર્થ અન્યથા પ્રરૂપે. પરંતુ એમ ક્રવામાં મહા આશાતના થશે તો હવે મારે શું જવું? આ ગાથાની પ્રરૂપણા કરવી કે ન કરવી? અથવા જુદા રૂપે કરવી? અથવા અરેરે આ યુક્ત નથી. બંને પ્રકારે અત્યંત ગહણીય છે.
આત્મહિતમાં રહેલાએ વિરુદ્ધ પ્રરૂપણ ક્રવી એ યોગ્ય ન ગણાય કેમ કે શાસ્ત્રનો અભિપ્રાય છે કે – જે સાધુ બાર ગરૂપ વ્યુતવયનને વારંવાર ચૂકી જાય, સાલના પામે, પ્રમાદ રે, શાદિના ભયથી એક પણ પદ. અક્ષર, બિંદુ, માત્રાને અન્યથા રૂપે વિરુદ્ધ પ્રરૂપણા કરે. સંદેહવાળી સૂત્ર અને અર્થની વ્યાખ્યા ક્ય. અવિધિથી અયોગ્યને વાચના આપે, તે સાધુ અનંત સંસારી થાય.
હવે મારે શું કરવું? જે થવાનું હોય તે થાઓ. ગુરુના ઉપદેશનુસાર યથાર્થ સૂત્રાર્થને જણાવું. એમ વિચારી ગૌતમ ! સમગ્ર અવયવ વિશુદ્ધ એવી ગાથાનું યથાર્થ વ્યાખ્યાન ક્યું. આ અવસરે હે ગૌતમ ! દુરત, પ્રાંત, અધમ લક્ષણવાળા તે વેશધારીઓએ સાવધાચાર્યને પ્રન ક્યો કે જો એમ છે તો તમે પણ મૂળગુણથી રહિત છો કેમ કે તમે તે દિવસ યાદ ક્રો કે પેલી આર્યાએ વંદન જતા તેના મસ્તથી તમારા પગનો સ્પર્શ કર્યો હતો.
તે સમયે આ લોકના અપયશથી ભય પામેલા, અતિ અભિમાન પામેલા તે સાવધાચાર્ય નામ ઠોકી બેસાડ્યું તેમ અત્યારે પણ તેવું કંઈક નામ પાડશે તો હું સર્વ લોક્માં અપૂરા થઈશ. તો હવે અહીં મારે શું સમાધાન આપવું એમ વિચારતા તેમને તીર્થક્ર વચન યાદ આવ્યું કે જે કોઈ આચાર્યાદિ મૃતધારક હોય તેણે જે કંઈપણ સર્વજ્ઞ અનંતજ્ઞાની ભગવંતોએ પાપ અને અપવાદ સ્થાનિકોને પ્રતિષેધ્યા હોય તે સર્વ ભૂતાનુસાર જાણીને સર્વ પ્રકારે ન આચરે કે તેને અનુમોદે.
ક્રોધ-માન-માયા-લોભથી, હાસ્ય-ગારવ-દપ-પ્રમાદ વડે વારંવાર ચૂર્ત જતાં કે અલના થતાં દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં હોય, સુતો કે જાગતો હોય, વિવિધ ત્રિવિધે આ સૂત્ર કે અર્થના એક પદના વિરાધક જે કોઈ થાય, તે સાધુ વારંવાર નિંદનીય, ગહણીય, ખસ્ય, દુગંછીય, સર્વલોક્યી પરાભવ પામનાર, અનેક વ્યાધિ વેદનાથી વ્યાત શરીર, ઉત્કૃષ્ટ સ્થિતિક અનંત સંસાર સાગરમાં પરિભ્રમણ ક્રના થાય છે. તેમાં પરિભ્રમતા ક્ષણવાર પણ ક્યાંય શાંતિ ન પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org