________________
૫.
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-3
છે, આસ્તિક બુદ્ધિ છે, આસ્તિક દ્રષ્ટિ છે. સમ્યવાદી અને નિત્ય અર્થાત્ મોક્ષવાદી છે. પરલોક્વાદી છે. તેઓ માને છે કે આલોક, પરલોક છે. માતા-પિતા છે. અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે. હત-દુષ્કૃત કર્મોનું ફળ છે. સદાચરિત ક્યોં શુભફળ, અસાદાયારિત ઓં અશુભ ફળ આપે છે. પુન્ય-પાપ ફળ સહિત છે. જીવ પરલોકમાં જાય છે અને આવે છે. નક આદિ ચાગતિ છે, મોક્ષ પણ છે.
તથા -
આ પ્રકારે માનનારા આસ્તિક્વાદી, આસ્તિક બુદ્ધિ, આસ્તિક દ્રષ્ટિ, સ્વચ્છંદ, સગ અભિનિવિષ્ટ યાવત્ મહાન ઇચ્છાવાળો પણ થાય છે. અને ઉત્તર દિશાવર્તી નરકોમાં ઉત્પન્ન પણ કદાચ થાય, તો પણ તે શુક્લપાક્ષિક હોય છે. ભાવિમાં સુલભબોધિ થઈ, સુગતિ પ્રાપ્ત કરતો અંતે મોક્ષગામી થાય છે. તે ક્રિયાવાદી,
[૩૭] પહેલી ઉપાસક પ્રતિમા :
-
ક્રિયાવાદી મનુષ્ય સર્વ [શ્રાવક અને શ્રમણ] ધર્મરુચિ વાળો હોય છે, પણ તે સમ્યક પ્રકારે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચચક્ખાણ, પૌષધોપવાસનો ધારક હોતો નથી. [પરંતુ] સમ્યક્ શ્રદ્ધાવાળો હોય છે. આ પહેલી 'દર્શન' ઉપાસક પ્રતિમા જાણવી.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ એક માસની હોય છે.
[૩૮] બીજી ઉપાસક પ્રતિમા :
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. [શુદ્ધ સમ્યક્ત્વ ઉપરાંત યતિ (શ્રમણ)ના દશે ધર્મોની દૃઢ શ્રદ્ધાવાળો હોય છે.
તે નિયમથી ઘણાં શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિસ્મણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસનું સમ્યક પરિપાલન કરે છે. પણ સામાયિક અને દેશાવાસિનું સમ્યક પ્રતિપાલન કરી શક્તો નથી. વ્રત પાલન કરે છે. આ બીજી ઉપાસક પ્રતિમા – ‘વ્રત પ્રતિમા' છે. આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ બે મહિના છે.
[૩૯] હવે ત્રીજી ઉપાશક પ્રતિમા લ્હે છે–
તે સર્વ ધર્મરુચિવાળો અને પૂર્વોક્ત બંને પ્રતિમાઓનો [દર્શન અને વ્રતનો
સમ્યક પરિપાલક હોય છે.
તે નિયમથી ઘણાં શીલવ્રત, ગુણવર્ત, પ્રાણાતિયાતાદિ વિરમણ, પચ્ચક્ખાણ, પૌષદોપવાસનું સમ્યક પ્રકારે પ્રતિપાલન કરે છે. સામાયિક અને દેશાવાસિક વ્રતનો
પણ સમ્યક પાલક છે.
પરંતુ તે ચૌદશ, આઠમ, અમાસ, પૂનમ એ તિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યક પરિપાલન કરી શક્તો નથી.
તે આ ત્રીજી સામાયિક ઉપાસક પ્રતિમા,
આ સામાયિક પ્રતિમાના પાલનનો ઉત્કૃષ્ટકાળ ત્રણ માસ છે.
[૪૦] હવે ચોથી ઉપાસક પ્રતિમા કહે છે
તે સર્વ ધર્મરુચિવાળો [યાવત્ આ પૂર્વે હેવાઈ તે દર્શન, વ્રત અને સામાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org