________________
ગાથા-૧૩૫ થી ૧૩૭
પ્રત્યેક બુદ્ધોનો શિષ્યભાવ વિરુદ્ધ છે. તેથી આ અસમ્યક્ છે. પણ જો તીર્થંકરોપદિષ્ટ શાસનના સ્વીકારથી જ શિષ્યભાવ માનીએ, તો તેમાં કોઈ દોષ નથી. - X - X - X - ૦ વ્યક્ત વાંચાથી સૂત્રથી અને અર્થથી કંઠસ્થ કરે છે. સાધુ-મોક્ષ સાધન તત્પર મુનિઓ. ઉપલક્ષણથી સાધ્વી.
જો સાધુ-સાધ્વી જ ભણે તો શું શ્રાવકાદિ સિદ્ધાંત ન ભણે ? ન જ ભણે. નિશીસથસૂત્રમાં ૧૯માં ઉદ્દેશાના અંતે કહેલ છે કે – જે સાધુ કે સાધ્વી કે અન્યતીર્થિક કે ગૃહસ્થને વાચના દે કે વાચના દેનારને અનુમોદે.
-
આ સૂત્રની ચૂર્ણિ – ગૃહસ્થ અને અન્યતીર્થિકને વાચના ન આપવી. અહીં દશમાં ઉદ્દેશામાં અર્થ છે · અન્યતીર્થિકને કે ગૃહસ્થને વાચના આપે, અન્યતીર્થિક - અન્યતીર્થિણી કે ગૃહસ્થ, ગૃહસ્થસ્ત્રીને કારણે વાચના આપે - પ્રવ્રજ્યામાં ગાથા છે
—
ગૃહસ્થ, અન્ય પાખંડિક, પ્રવ્રજ્યાભિમુખ શ્રાવકને છજીવ અધ્યયન યાવત્ સૂત્રથી - અર્થથી યાવત્ પિઔષણા. આ ગૃહસ્થ આદિ માટેનો અપવાદ સમજવો. આ ગચ્છાચાર, અસ્વાધ્યાય - અપઠન પ્રસ્તાવ, સ્થાન-અંગસૂત્રમાં કહેલ છે, તેને વર્જીને સ્થાનાંગમાં કહેલ અસ્વાધ્યાય આ પ્રમાણે છે - અંતરિક્ષ અસ્વાધ્યાય દશ ભેદે કહેલો છે, તે આ પ્રમાણે ઉલ્કાપાત, દિશા દાહ, ગર્જિત, વિધુત્, નિર્ધાત, યૂપક, યક્ષાલિપ્તક, ધૂમિત, મહિત, રજોદ્ઘાત, આ સૂત્ર છે. તેની આ વૃત્તિ છે . અંતરિક્ષ - આકાશમાં સંભવતો, અવાવનાવિ - દિગ્બાગમાં મહાનગરના પ્રદીપનક સમાન જે ઉધોત્, ભૂમિમાં અપ્રતિષ્ઠિત પણ ગગનતલવર્તી તે દિગ્દાહ. નિશ્ચંત - વાદળા સહિત કે રહિત આકાશમાં વ્યંતરે કરેલ મહાગર્જિત ધ્વનિ. જેમાં સંધ્યાપ્રભા અને ચંદ્રપ્રભા સાથે હોય, તેને યૂપક કહે છે. તેનો અર્થ છે સૂર્યપ્રભા અને ચંદ્રપ્રભાનો મિશ્રત્વ ભાવ. તેમાં ચંદ્રપ્રભાથી આવૃત્ત સંધ્યા ચાલી જાય છે. શ્રુત-મહાનિશીથ, કલ્પ આદિના સિદ્ધાંતના સારભૂત કે બિંદુભૂત, અતિશયથી ઉત્તમ, પ્રધાનતમ કેમકે તેમાં કહેલ ક્રિયા કરવાથી મોક્ષગમનનો હેતુ થાય છે. આ ગચ્છાચાર - સત્તાધુગણ મર્યાદારૂપ છે. તેને સદ્ગુરુ પાસેથી અર્થથી સાંભળીને, મોક્ષમાર્ગ સાધક સાધુ પાસે યોગોદ્વહન વિધિથી સૂત્રને ગ્રહણ કરીને સાધુ - મુમુક્ષુઓ, મિક્ષુળી - વ્રતિનીને નિષ્પાદિત કરવું જોઈએ. જે જેમ અહીં કહેલ છે, તે તેમ વાંછા કરતા આત્માને [પોતાને] પથ્ય-હિતકારી થાય છે.
---
-
—
૨૧૧
ગચ્છાચાર પ્રકીર્ણક સૂત્ર-૭/૧, આગમ-૩૦/૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ