________________
ગાથા-૧૧૬
હે ગુણસાગર ! ગચ્છની શત્રુ જાણવી. • વિવેચન-૧૧૬ :
૨૦૫
વૃદ્ધ-જરાથી જીર્ણ, તરુણ-મન્મથવય પ્રાપ્ત, મધ્યમવય પ્રાપ્ત પણ, રાત્રિના ધર્મ કહે, તે મુખ્ય સાધ્વીને ગચ્છની શત્રુ જાણવી. જો મુખ્ય સાધ્વીને પણ શત્રુ કહી, તો બાકીની સાધ્વીનું શું?
- ગાથા-૧૧૭ -
જે ગચ્છમાં સાધ્વી પરસ્પર કલહ ન કરે, ગૃહસ્થ જેવી સાવધ ભાષા ન બોલે, તે ગચ્છને શ્રેષ્ઠ ગચ્છ જાણવો.
• વિવેચન-૧૧૭ :
જે ગણમાં, સંઘાટકમાં પણ મોક્ષમાર્ગ પ્રવૃત્ત સાધ્વીને પરસ્પર ગૃહસ્થ સાથે, સ્વગણમુનિ સાથે, સ્વ સંઘાટક મુનિ સાથે, કલહ-ગાલિપ્રદાન-અવર્ણવાદાદિ ન થાય તથા પૂર્વોક્ત સાવધ રૂપ ભાષાદિ ન બોલાય, તે શ્રેષ્ઠ ગચ્છ છે.
ગાથા-૧૧૮ થી ૧૨૨ :
જે જેટલા થયા હોય તેટલા દૈવસિક કે પાક્ષિક અતિચાર ન આલોચ, મહત્તકિાની આજ્ઞામાં ન રહે... નિમિત્તાદિનો પ્રયોગ કરે, ગ્લાન-શૈક્ષાદિને વસ્ત્રાદિથી પ્રસન્ન કરે, અનાગાઢને આગાઢ કરે, આગાઢને અણાગાઢ કરે... અજયણાથી ગમન કરે, પાહુણા સાધ્વીનું વાત્સલ્ય ન કરે, વિવિધ રંગી વસ્ત્રો વાપરે, વિચિત્ર એવા રજોહરણ વાપરે... ગતિ વિભ્રમાદિથી આકારનો વિકાર એવી રીતે પ્રગટ કરે કે જેથી યુવાનો તો શું વૃદ્ધોને પણ મોહોદય થાય.. મુખ, નયન, હાથ, પગ, કક્ષા આદિ વારંવાર વે છે, વસંતાદિ રંગના સમૂહથી બાળકોની પણ શ્રોત્રાદિ ઈન્દ્રિયોને હરી લે.. આવી સાધ્વીઓ સ્વેચ્છાચારી જાણવી.
• વિવેચન-૧૧૮ થી ૧૨૨ :
જે જેમ થયા હોય તેમ ગુરુને ન કહે, દૈવસિક-પાક્ષિક - ચાતુર્માસિક - સાંવત્સરિક અતિચાર ન આલોચે, સ્વેચ્છાચારી તે સાધ્વી, મુખ્ય સાધ્વીની આજ્ઞામાં ન રહે. તે ગચ્છ મોક્ષપથ સાધક નથી, પણ માત્ર ઉદરપૂરક છે.
નિમિત્તાદિ, યંત્ર-મંત્રાદિ પ્રરૂપે. રોગી, નવદીક્ષિતાદિના ઔષધ, વસ્ત્ર, જ્ઞાનાદિની ચિંતા ન કરે. આગાહ - અવશ્ય કર્તવ્ય, - X - અનાવાઈ - જે આગાઢ નથી તે. - x - દિ - આચારાંગાદિ અનાગાઢ યોગાનુષ્ઠાન, આાદ - ભગવતી આદિ આગાઢ યોગ અનુષ્ઠાન. તે એકબીજાના સ્થાને કરે.
જીવની ચતના વિના પ્રકર્ષથી મન-વચન-કાયાથી ભિક્ષા માટે અટન, ભોજન મંડિલ ઉદ્ધરણ, સ્થંડિલ ગમન, ગામેગામ પરિભ્રમણ, વસતિ પ્રમાર્જન, પ્રતિલેખનાદિ કરે છે અથવા જેને આચરણ વડે છ કાચની પરિપાલના વિધમાન નથી, તે કેવળ દ્રવ્યલિંગધારીતાથી માત્ર જઠરપૂરણાર્થે આવર્જનાદિ કરે. બીજા ગામથી આવેલાં, માર્ગના શ્રમવાળા, ભુખ-તરસથી પીડાતા સાધ્વીને નિર્દોષ અન્ન-પાનાદિથી ભક્તિ ન
૨૦૬
ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
કરે, વિવિધ ચિત્રયુક્ત વસ્ત્ર, પાત્ર, કામળી આદિ કરે - ૪ - હાથમાં મહેંદી, પગમાં કુંકુમાદિ, કંઠે હાર આદિ કામાંગોને સેવે. રજોહરણની બહાર અને અંદર પંચવર્ષી ગુલ્લાદિ કરે, તે અનાર્યા છે.
જે આર્યા ગમન વિલાસાદિમાં મુખ-નયનાદિ ચેષ્ટા, સ્તન-કક્ષાદિ પ્રદેશમાં હસ્તાંગુલ્યાદિ નાંખવી, એવા આકારવિકારને પ્રગટ કરે છે, જેથી સ્થવિરોને પણ કામાનુરાગ થાય, હે સૌમ્ય ! તે સાધ્વી નહીં પણ નટી જ છે.
વિના કારણ વારંવાર આંખ-હાથ-પગ-કક્ષાને ધોવે. જે આર્યા રાગના જ્ઞાતા પાસે મલ્હાર, કેદાર આદિ રાગોને શીખે, પછી તે પ્રમાણે ગાય, વલ્ક્યૐ - બાળક, તેમની પણ શ્રવણેન્દ્રિયને સંતોષ પમાડે. - x - x - અથવા જેમ રાગમંડલને કાનથી ગ્રહણ કરે, તેમ બાળકોને ક્રીડાર્થે ગ્રહણ કરે છે બાળકો સાથે ક્રીડાદિ કરે. તેમને જમાડે, તેને કોઈ આર્યા કહેતા નથી.
. ગાથા-૧૨૩
-
જે ગચ્છમાં સ્થવિરા પછી તરુણી, તરુણી પછી સ્થવિરા એકેકના અંતરે સુવે છે, તે ગચ્છને ઉત્તમ જ્ઞાન અને સાત્રિનો આધારરૂપ જાણવો. • વિવેચન-૧૨૩ :
જે ગચ્છમાં સ્થવિરા-વૃદ્ધા, તરુણી-યુવતી એકમેકના અંતરે નિરંતર સુવે, અન્યથા તરુણીના નિરંતર શયનમાં પરસ્પર જંઘા, હાય, સ્તન, પગ આદિ સ્પર્શતા કામચિંતાદિ થાય છે, તેથી વૃદ્ધાને વયમાં રાખી સુવે તેને શ્રેષ્ઠ જ્ઞાન-ચાસ્ત્રિાધાર જાણ.
- ગાથા-૧૨૪ થી ૧૨૬ :
જે સાધ્વી કંઠપ્રદેશને પાણીથી વે, ગૃહસ્થોના મોતી આદિ પરોવે, બાળકો માટે વસ્ત્ર આપે, ઔષધ - જડીબુટ્ટી આપે, ગૃહસ્થોની કાર્ય ચિંતા કરે. જે સાધ્વી હાથી-ઘોડા-ગધેડા આદિના સ્થાને જાય કે તેઓ તેમના સ્થાને આવે, વૈશ્યા સ્ત્રીનો સંગ કરે, જેનો ઉપાશ્રય વૈશ્યા ગૃહ સમીપે હોય તેને સાધ્વી ન કહેવી તથા સ્વાધ્યાય યોગથી મુક્ત, ધર્મકથામાં વિકથા કરે, ગૃહસ્થોને વિવિધ પ્રેરણા કરે, ગૃહસ્થના આસને બેસે અને ગૃહસ્થોનો પરિચય કરે. તેને હે ગૌતમ! સાધ્વી ન કહેવી.
• વિવેચન-૧૨૪ થી ૧૨૬ :
વિના કારણ પાણીથી ધોવે, ગળામાં આભરણાદિ પહેરે, ગૃહસ્થોને માટે દોરામાં મોતી આદિ પરોવે, બાળકોને વસ્ત્રખંડાદિ આપે - ૪ - અથવા શરીરે મલપરસેવાદિ દૂર કરવા ભીના કપડાથી ઘસે, ગૃહસ્થના ગૃહકાર્યમાં તત્પર છે, તે આિ નથી, પણ કામવાળી જ છે.
ઘોડા-ગધેડાને સ્થાને જાય અથવા ઓઘનિયુક્તિ મુજબ અર્થ કરતા દાસ અને ધૂર્તને સ્થાને જાય - ૪ - તે દાસ અને ધૂર્તો પણ સાધ્વીના સ્થાને આવે, તેઓ સાધ્વી સાથે પરિચય કરે છે તથા, સાધ્વીની વસતિ સમીપે વૈશ્યાદિ રહેતી હોય - x - અથવા યોગિની આદિ વૈષધારિકા હોય, અથવા જોહરણાદિ દ્રવ્યલિંગ ઉદર