________________
ગાથા-૯૦
૧૯૯
ન સ્પર્શે, કોઈ ગૃહસ્થે, કોઈપણ ભય-સ્નેહ આદિ હેતુથી આપેલ હોવ તો પણ, અર્ધ નિમેષ માત્ર પણ - ૪ - ન સ્પર્શે.
અથવા પારકું સોનું-રૂપું હાથેથી સાધુ ન સ્પર્શે, તે કારણે આપેલ હોય તો
પણ. - Xx -
હવે આર્થિકા દ્વારથી ગચ્છનું સ્વરૂપ કહે છે –
. ગાથા-૯૧ -
જે ગચ્છમાં સાધ્વીએ મેળવેલ વિવિધ ઉપકરણ અને પાત્રા આદિ સાધુઓ કારણ વિના પણ ભોગવે, તે કેવો ગચ્છ ?
• વિવેચન-૯૧ :
જે ગણમાં સાધ્વી પ્રાપ્ત પાત્રા આદિ વિવિધ ઉપકરણો સાધુ વડે કારણ વિના ભોગવાય છે, હે ગૌતમ ! તે કેવો ગચ્છ ? અર્થાત્ કંઈપણ નહીં. અહીં નિશીથથી કંઈક ઉપકરણ સ્વરૂપ વૃત્તિકાર નોંધે છે જે ભિક્ષુ ગણન કે પ્રમાણથી વધારે ઉપધિને ધારણ કરે, કે ધારણ કરનારને અનુમોદે તેને પ્રાયશ્ચિત્ત
-
જે જિનકલ્પિક એક કલ્પ વડે સંચરે છે, તેણે એક જ ગ્રહણ કે પરિંભોગ કરવો જોઈએ. ઈત્યાદિ અભિગ્રહ વિશેષ કહ્યા. આનાથી અધિકતર વસ્ત્ર ધારણ ન કરાય. કેમકે જિનોની એવી આજ્ઞા છે કે – સ્થવિકી બધાંએ ત્રણ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. જ્યારે અપ્રાવૃત્ત સંચરે ત્યારે પણ ત્રણે કલ્પો નિયમા સાથે રાખવા, એ રીતે વપ્રમાણ કહેલ છે.
જે વળી ગણચિંતક, ગણાવચ્છેદક છે, તે દુર્લભ વસ્ત્રાદિ દેશ હોય તો બમણાં કે ત્રણગણાં લે. અથવા જે અતિક્તિ ઉપગ્રહિક કે સર્વ ગણચિંતક હોય તેને પરિગ્રહ હોય છે ઈત્યાદિ - x - [વિશેષથી અમારા નિશીયસૂત્રના અનુવાદમાં નોંધેલ છે જો કે વૃત્તિકારશ્રીએ અહીં નિશીથના દશમાં ઉદ્દેશાનો આ આખો પાઠ નોંધેલ છે. ગાથા-૯૨ :
બળ અને બુદ્ધિને વધારનાર, પુષ્ટિકારક, અતિદુર્લભ, એવું પણ ભૈષજ્ય સાધ્વીએ પાપ્ત કરેલું સાધુ ભોગવે, તે ગચ્છમાં મર્યાદા ક્યાંથી હોય? • વિવેચન-૯૨ :
અતિદુર્લભ-દુષ્પ્રાપ્ય, તથાવિધ ચૂર્ણાદિ, ઉપલક્ષણથી ઔષધ, વન - શરીર સામર્થ્ય, મેધા, તે બંનેની વૃદ્ધિમાં શરીરને ગુણકારી હોય તેવું સાધ્વી લાવેલ હોય અને સાધુને બંનેને વાપરે, તેવા ગચ્છમાં કોઈ મર્યાદા ન હોય.
. ગાથા-૯૩ -
જે ગચ્છમાં એકલો સાધુ એકલી સ્ત્રી સાથે રહે, તેને અમે વિશેષે કરીને મર્યાદારહિત ગચ્છ કહેલ છે.
• વિવેચન-૯૩ :
એકલો સાધુ, એકલી રંડા-કુડાદિ સ્ત્રી સાથે રાજમાર્ગાદિમાં રહે, તથા એકલી સાધ્વી સાથે હાસ્ય-વિયાદિ બહુ પ્રકારે પરિચય કરાય છે, તે ગચ્છ જિનાજ્ઞારહિત
ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
કહેલ છે. એ રીતે તે ગચ્છ નિર્મર્યાદ - સદ્ગુણ વ્યવસ્થા રહિત કહીએ છીએ.
. ગાથા-૪૦ -
૨૦૦
દૃઢ ચાસ્ત્રિી, નિર્લોભી, આદેયા, ગુણરાશિ એવી મહત્તરા સાધ્વીને જે ગચ્છમાં એકલો સાધુ ભણાવે, તે અનાચાર છે, તે ગચ્છ છે જ નહીં. • વિવેચન-૪૦ :
દૃઢ ચારિત્ર - પંચમહાવ્રતાદિ લક્ષણ, મુક્ત-નિસ્પૃહ, આદેવ-લોકમાં આદેય વચની, મતિગૃહ-ગુણની રાશિ, મહત્તા-મહત્તર પદે રહેલ, બધાં સાધ્વીના સ્વામિની, - ૪ - ૪ - એ પ્રમાણે એકાકી સાધ્વીને એક મુનિ સૂત્ર કે અર્થ ભણાવે, તેને અનાચાર
જાણવો, ગચ્છ નહીં. - ૪ -
* ગાથા-૯૫,૯૬ ઃ
મેઘની ગર્જના, ઘોડાના પેટમાં રહેલ વાયુ અને વિધુની જેમ દુધ્ધિ ગૂઢ હૃદયી આર્યાઓ અવારિત હોય, જે ગચ્છમાં સમુદ્દેશકાળમાં સાધુની માંડલી આર્યાઅે પગ મૂકે છે, તે હે ગૌતમ ! સ્ત્રી રાજ્ય છે, ગચ્છ નથી.
• વિવેચન-૯૫,૯૬ -
મેઘ ગર્જના ભાવી દુઊઁય છે, ઈત્યાદિ ઉપમા માફક દુર્ગાહ્ય હૃદયવાળી આર્યા, સ્વેચ્છા ચારિણી જે ગચ્છમાં હોય તે સ્ત્રી રાજ્ય છે, ગચ્છ નથી. જે ગચ્છમાં ભોજનકાળે સાધુની માંડલીમાં સાધ્વીઓ આવે, તે સ્ત્રી રાજ્ય છે. કેમકે અકાળે રોજ આવે તો લોકોને શંકા થાય, ભોજનવેળા સાગારિકાના અભાવથી મોકળા મને આલાપ-સંલાપ થાય, સાધુના ચોથામાં શંકા જાય, પરસ્પર પ્રીતિ થાય. બધાં સાધુ સાધ્વીને અનુવર્તે આર્યાનુંરાગક્ત થાય, સ્વાધ્યાયાદિની હાનિ થાય, સાધ્વીનું રાજ્ય થાય, સાધુઓ દોરડાથી બાંધેલા બળદ તુલ્ય થાય. સાધુની દુર્ગતિ થાય. તેથી આવો સંસર્ગ ટાળવો જોઈએ. સાધુએ પણ સાધ્વીની માંડલીમાં એકલા જવું નહીં.
હવે સન્મુનિસદ્ગુણની પ્રરૂપણાથી સદ્ગુણ સ્વરૂપ કહે છે – • ગાથા-૯૭ થી ૯૯ -
સુખે બેઠેલા પંગુ માણસની જેમ જે મુનિના કષાયો બીજાના કષાયો વડે પણ ઉદ્દીપન ન થાય તેને ગચ્છ જાણવો.. ધર્મના અંતરાયથી ભય પામેલા સંસારમાં રહેવાથી ભય પામેલા મુનિઓ મુનિના ક્રોધાદિ કષાય ન ઉદીરે તે ગરછ જાણવો.. કારણો કે કારણ વિના મુનિને કષાયનો ઉદય થાય, તે ઉદયને રોકે અને પછી ખમાવે, હે ગૌતમ ! તેને ગચ્છ જાણવો.
• વિવેચન-૯૭ થી ૯૯ -
-
જે ગણમાં મુનિ તત્વ સ્વરૂપને જાણે, તે મુનિના ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો ધગધગતા હોય તો પણ બીજા દાસ, દાસી, માતંગ, દ્વિજ, અમાત્યાદિના ઉત્કટ ક્રોધાદિ પકષાયો વડે સમુત્થિત થવા ન ઈચ્છે. જેમકે – મેતાર્યમુનિ આદિ. કેવી રીતે? સારી રીતે બેઠેલ, એક ડગલું પણ જવા સમર્થ ન હોય તેવા પંગુની માફક.
અગાધ સંસાર સાગરમાં પડતાં જીવોને ધારી રાખે તે ધર્મ - સર્વજ્ઞોક્ત જ્ઞાન