________________
ગાથા-૧૨
૧e
૧૩૮
ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
આ પાંચ વ્યવહારોમાંનો કોઈ વ્યવહારયુક્ત જ પ્રાયશ્ચિત દેવામાં ગીતાર્થ ગુર અધિકૃત છે, અનેક દોષના સંભવથી અગીતાર્થ નહીં. હવે આલોચનાનું દૃષ્ટાંત -
• ગાથા-૧૩ :
જેમ અતિ કુશળ વૈધ, બીજાને પોતાની વ્યાધિ કહે છે, અને વૈધે કહેલું સાંભળીને તે કર્મ આચરે છે.
• વિવેચન-૧૩ :
જેમ વૈધક શાસ્ત્રમાં નિપુણ પણ વૈધ - ચિકિત્સા કત પોતાની રોગોત્પત્તિ બીજા વૈધને જેમ હોય તેમ કહે ચે, વૈધ નિષિત સાંભળીને પછી તે વૈધ, પેલા વૈધે કહ્યા મુજબ પ્રતિકારરૂપ આચરણ કરે છે. એ રીતે આલોચનાનું સ્વરૂપ જાણીને આલોચક પણ સદ્ગરએ કહેલ તપ કરે.
હવે આચાર્યનું કૃત્ય કંઈક કહે છે - • ગાથા-૧૪ :
દેશ અને ક્ષેત્રને જાણીને વસ્ત્ર, પત્ર, ઉપાશ્રય અને સાધુવીનો સંગ્રહ કરે અને સૂત્રાર્થનું ચિંતન કરે.
• વિવેચન-૧૪ :
ન - માલવા આદિ, શો-રૂક્ષ-અરૂક્ષ, ભાવિત-અભાવિત આદિ. 1 શબ્દથી ગુર ગ્લાન બાલ વૃદ્ધ પ્રાપૂર્ણાદિ યોગ્ય દ્રવ્ય અને દુર્મિક્ષા કાળને જાણીને, વર-શાસ્ત્રોક્ત વિધિથી, પગ-પતગ્રહાદિ, ઉપાશ્રય - મુનિ યોગ્ય વસતિ. સ્થાનાંગના સાતમાં સ્થાનમાં કહેલ છે - આચાર્યો અનુત્પન્ન ઉપકરણના સભ્ય ઉત્પાદક હોય છે. પૂર્વોત્પન્ન ઉપકરણોના સમ્યક સંરક્ષણકા હોય છે - x • સંગોપયિતા હોય છે. * * *
- તથા સાધુનું વૃંદ તે સાધુવર્ણ, વ્ર શબ્દથી સાળીવર્ગ લેવો પણ હીનાવાર વર્ગ નહીં, સૂત્ર-ગણધરાદિ બદ્ધ, અર્થ-નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, સંગ્રહણી, વૃત્તિ, ટિપ્પણાદિ રૂ૫. સૂત્રાર્થને જિનોપદેશ વડે વિચારે છે. સ્ત્ર શબ્દથી વિનીત શિષ્યને નહીં. આવા આચાર્યો મોક્ષમાર્ગ વાહક કહેલા છે.
હવે મોક્ષમાર્ગના ભંજકોને કહે છે – • ગાથા-૧૫,૧૬ -
જે આચાર્ય આગમોકત વિધિથી સંગ્રહ અને ઉપગ્રહ કરતા નથી, સાધુસાદનીને દીu આપીને સામાચારી ન શીખવે, બાળ શિષ્યોને જીભ વડે ચુંબન કરે, સન્માર્ય ગ્રહણ ન કરાવે, તે આચાર્યને વૈરી જાણવા.
• વિવેચન-૧૫,૧૬ :
સંગ્રહ • જ્ઞાનાદિ કે શિષ્યોનો સંગ્રહ. ઉપગ્રહ - તેમને જ ભોજન-શ્રુતાદિ દાનથી ઉપકાર કરે. વિધિ - ઉત્સર્ગ અને અપવાદના પ્રકારથી સ્વયં ન કરે, પ્રમાદથી ન કરાવે, અન્ય કરનાર પ્રત્યે દ્વેષ કરે, જે કોઈ આચાર્યાભાસ, તથા સાધુ-સાધ્વીને દીક્ષા આપી, સામાચારી - સ્વ ગઠ્ઠોકતાને નિર્જરપેક્ષી હોય તો પણ ન શીખવે. સવિનિત પ્રતિચ્છક ગણને પણ પ્રાર્થ ન આપે, તે અયોગ્ય છે. 2િ8/12]
પ્રવ્યાકરણોક્ત બાળને જે આચાર્ય - શિષ્યોને અને મહત્તા સ્વ શિધ્યાને જીભ વડે ગાય વાછડાંને ચાટે તેમ ચાટે અર્થાત્ ચુંબનાદિ કરે, સમ્યક્ મોક્ષ માર્ગ ન શીખવે, બીજા શીખવે તો પણ રોકે, તે આચાર્યને તું શત્રુ જાણ અથવા વૈરી જાણ. હવે સદ્ગરનું સ્વરૂપ –
• ગાથા-૧૭ :
જે આચાર્ય શિષ્યોને નેહથી સુમે પણ તેને સારણાદિ ન કરે, તે શ્રેષ્ઠ નથી, પણ દંડ વડે તાડન કરીને પણ જેમાં સારણાદિ છે, તે આચાર્ય શ્રેષ્ઠ છે.
• વિવેચન-૧૭ :
જીભથી ચુમવાદિ કરતાં આચાર્ય લ્યાણકારી નથી, જેમાં ગુરુ મારા - હિતમાં પ્રવર્તાવવા૫, ઉપલક્ષણત્વથી વારણા - અતિથી નિવારવા, ચોયણા - સંયમ યોગમાં ખલિતને વિવિધ પ્રેરણા, પડિચોયણા - પુનઃપુનઃ પ્રેરણા ન કરે છે. પરંતુ લાકડી આદિથી શરીરે પીડા કરીને પણ જે સારણાદિ કરે છે, તે કલ્યાણકારી છે. હવે શિષ્યનું નિર્ગુણd.
• ગાથા-૧૮ :
શિષ્ય પણ, જે પ્રમાદ મદિરાગ્રસ્ત અને સામાચારી વિરાધક ગુરને બોધ ન કરે તો તે વૈરી જ છે.
• વિવેચન-૧૮ -
સ્વ હસ્ત દીક્ષિત પણ શત્રુ છે, જે ગુરુ-ધર્મોપદેશકને હિતોપદેશ આપીને સન્માર્ગમાં સ્થાપતો નથી. કેવા ગુરુને ? નિદ્રા - વિકથાદિરૂપ પ્રમાદ, એ જ મદિર, તેનાથી આચ્છાદિત વવજ્ઞાન, સામાચારી વિરાઘક શૈલકાયાયે કે જેને ચૌમાસી છે, તે પણ ખબર નથી - કઈ રીતે પ્રમાદી મુરને બોધ કરે ?
• ગાથા-૧૯ :
હે મુનિવર ! તમારા જેવા પુરુષો પણ પ્રમાદાધીન થાય, તો અમને સંસારમાં બીજ કોનું આલંબન થશે ?
• વિવેચન-૧૯ :
આપના જેવા પણ હે શ્રમણ શ્રેષ્ઠ ! પ્રમાદ પરવશ થાય છે, તેથી પૂજ્ય સિવાયના અમે - મંદભાગ્ય, અકૃતપુન્ય, પ્રમાદ પરવશ, આપના ચરણકમળના દાસ, પુરા-ઘ-સ્ત્રીને તજેલાને આ ભયંકર, પીડાકર, શોકભર, દુ:ખાકર, ચતુર્ગતિરૂપ અપાર સંસારમાં કોણ આલંબન થાય ?
• ગાથા-૨૦ :
જ્ઞાનમાં, દર્શનમાં, ચાસ્ત્રિમાં એ ત્રણે સિદ્ધાંતસારમાં જે પોતાને અને ગચ્છને સ્થિર કરવા પ્રેરે તે આચાર્ય.
• વિવેચન-૨૦ :
જ્ઞાન-અષ્ટવિધ જ્ઞાનાચાર, દર્શન-અષ્ટવિધ દર્શનઆચાર, ચરણ-અષ્ટવિધ ચારિત્રાચાર, વ શબ્દથી તપાચાર અને વીચાર પણ લેવા. જે આચાર્ય તેમાં પ્રેરણા