________________
૧૨
ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
૩૦/૧ ગચ્છાચાર-પ્રકીર્ણક સૂર-૭/૧
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
[ અહીં અમે ગચ્છાચાર પયગ્નાની વાર્ષિ ગણિ રચિત વૃત્તિનો અનુવાદ લઈએ છીએ, પરંતુ બીજી એક મોટી વૃત્તિ પણ છે, અન્ય એક અવસૂરિ પણ પ્રાપ્ત થાય છે, તેની વાયકોએ નોંધ લેવી.]
o શાસ્ત્રની આદિમાં પ્રયોજન, અભિધેય, સંબંધ, મંગલ જાણવા જોઈએ. તેમાં પ્રયોજન અનંતર અને પરંપર ભેદથી બે પ્રકારે છે, વળી એકૈક કર્તા-શ્રોતાના ભેદથી બે પ્રકારે છે. તેમાં ગચ્છાચાર પ્રકીર્ણકમાં કર્તાનું અનંતર પ્રયોજન શિષ્યના બોધને માટે છે. પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. શ્રોતાને પણ અનંતર પ્રયોજન અર્થનો બોધ છે અને પરંપર પ્રયોજન મુક્તિપદની પ્રાપ્તિ છે.
અભિધેય - ગચ્છનો આચાર છે, કેમકે તેને જ કહેવામાં આવનાર છે. સંબંધ - ઉપાયોપેય ભાવલક્ષણ, તેમાં વચનરૂપાપન્ન આ જ ગચ્છાચાર પ્રકીર્ણક ઉપાય છે, ઉપેય તેના અર્થનું પરિજ્ઞાન છે. મંગલ - દ્રવ્ય, ભાવ ભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય મંગલ, પૂર્ણ કળશાદિ છે, તે અનેકાંતિકત્વથી છોડીને ભાવમંગલ શાસકર્તાને અનંતર ઉપકારીપણાથી અભિષ્ટ દેવત વર્ધમાન સ્વામીને નમસ્કાર દ્વારથી કહે છે –
• ગાથા-૧ -
દેવેન્દ્રોથી નમિત, મહાભાગ, શ્રી મહાવીરને નમસ્કાર કરીને હું શ્રુતસમુદાયથી કંઈક ઉદ્ધરી ગચ્છાચાર કહીશ.
• વિવેચન-૧ -
નમીને, કોને? મહાન એવા આ વીર, તે મહાવીરને શું વિશિષ્ટ છે? દેવો, તેના ઈન્દ્ર-સ્વામી વડે નમસ્કૃત, વિશ્વ વિખ્યાત ૩૪-મહા અતિશયતી શોભતા કે અચિંત્ય શક્તિવાળા, છે - ભાવમુનિવૃંદના વીર - જ્ઞાનાચારાદિ અથવા ગણમર્યાદારૂપ, તે ગચ્છાચાર, દ્વાદશાંગી લક્ષણ જ સમુદ્ધ, તે શ્રુતસમુદ્રથી કંઈક ઉદ્ધરીને.
પહેલાં ઉન્માર્ગસ્થિત ગચ્છમાં રહેવાનું ફળ કહે છે – • ગાથા-૨ :
ગૌતમ! અહીં એવા પણ જીવો છે, જે ઉન્માર્ગ પ્રતિષ્ઠિત ગચ્છમાં રહીને ભવ પરંપરામાં ભમે છે. • વિવેચન-૨ -
- બહુવચના છે. કેટલાંક વૈરાગ્યવાન જીવો હોય છે. હે ગૌતમ! જેઓ અજ્ઞાનત્વ અને પોતાને પંડિત માનવાપણે, માર્ગદૂષણપૂર્વક ઉત્સુત્ર પ્રરૂપણા જેમાં છે, તે ઉન્માર્ગ અથવા જેમાં પંચ આશ્રવ પ્રવૃત્તિ છે તે ઉન્માર્ગ, તેમાં પ્રકર્ષથી