________________
સૂત્ર-૨૧
ના, આ અર્થ સમર્થ નથી.
ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! ગર્ભસ્થ જીવ ચોતરફથી આહાર કરે છે, ચોતરફ પરિણમાવે છે, ચોતરફથી શ્વાસ લે છે અને ચોતરફ શ્વાસ લે છે અને ચોતરફ મૂકે છે. વારંવાર આહાર લે છે અને પરિણમાવે છે, વારંવાર શ્વાલ લે છે અને મૂકે છે. જલ્દીથી આહાર લે છે અને મૂકે છે, જલ્દીથી શ્વાસ લે છે અને મૂકે છે.
માતાના શરીરને જોડાયેલ, પુત્રના શરીરને ર્શિત કરતી એક નાડી હોય છે, જે માતાના શરીર રસની ગ્રાહક અને પુત્રના જીવન સની સંગ્રાહક હોય છે. તેથી તે જેવો આહાર ગ્રહણ કરે છે, તેવો જ પરિણમાવે છે. પુત્રના શરીર સાથે જોડાયેલ અને માતાના શરીરને સ્પર્શતી એક બીજી નાડી હોય છે. તેથી કહ્યું કે ગર્ભસ્થ જીવ મુખેથી કવલ-આહાર ગ્રહણ કરવા સમર્થ નથી. • વિવેચન-૨૧ :
હે ભદંત ! હે ભવાંત ! કરુણા એક સ કૃત-વાણીની વૃષ્ટિથી આર્કીકૃત - ભવ્યહૃદય વસુંધર ! ગર્ભસ્થ જીવ મુખેથી કવલ આહાર-અશનાદિ ખાવાને માટે સમર્થ છે ? જગદીશ્વરે કહ્યું – હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી - એમ કેમ કહો છો ? વિશ્વકવત્સલ વીરસ્વામીએ કહ્યું – ગૌતમ ! જીવ ગર્ભસ્થ હોય ત્યારે સર્વ પ્રકારે આહારપણે ગ્રહણ કરે છે. સર્વ પ્રકારે શરીરાદિપણે પરિણમાવે છે. સર્વ પ્રકારે ઉર્ધ્વ શ્વાસ ગ્રહણ કરે છે, સર્વ પ્રકારે શ્વાસને મૂકે છે. એ રીતે ફરી-ફરી આહાર કરે છે ઈત્યાદિ, કદાચિત્ આહાર કરે છે, કદાચિત્ તેવા સ્વભાવપણાથી આહાર કરતો નથી. કદાચિત્ પરિણમાવે છે, કદાચિત્ પરિણમાવતો નથી ઈત્યાદિ.
૧૧૩
હવે કઈ રીતે ચોતરફથી આહાર કરે છે ? જેનાથી રસ ગ્રહણ કરાય તે સહરણી અર્થાત્ નાભિની નાળ. માતૃજીવની રસહરણી તે માતૃજીવ રસ હરણી. પુત્રના રસ ઉપાદાનમાં કારણપણાથી પુત્ર જીવ રસહરણી. તે માતૃજીવ પ્રતિબદ્ધ છે અને પુત્રના જીવને સૃષ્ટવતી છે અથવા માતૃજીવસહરણી અને પુત્રજીવસ હરણી એમ બે નાડીઓ છે. જેમાં માતૃજીવ પ્રતિબદ્ધ સહરણી પુત્રજીવને સ્પર્શનથી આહાર કરે છે, તેમાંથી પરિણમે છે. પુત્રજીવરસહરણી પુત્રજીવ પ્રતિબદ્ધ થઈ માતૃજીવને સ્પર્શે છે, જેમાંથી શરીરનું ચયન કરે છે. - ૪ -
ફરી ગૌતમ વીરસ્વામીને પ્રશ્ન કરે છે -
• સૂત્ર-૨૨ -
ગર્ભસ્થ જીવ ક્યો આહાર કરે ? ગૌતમ ! તેની માતા જે વિવિધ પ્રકારની નવ રસ વિગઈ, કડવું-તીખું-તુર-ખારુ-મીઠું દ્રવ્ય ખાય તેના જ આંશિકરૂપે
ઔજાહાર કરે છે. તે જીવની ફળના બિંટ જેવી કમળની નાળના આકારની નાભિ હોય છે, તે રસ ગ્રાહક નાડી માતાની નાભિ સાથે જોડાયેલી હોય છે, તે નાડીથી ગર્ભસ્થજીવ ઓજાહાર કરે છે અને વૃદ્ધિ પામી યાવત્ જન્મે છે. 28/8
તંદુલવૈચારિપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
• વિવેચન-૨૨ :
ગર્ભસ્થ જીવ શો આહાર કરે છે ? ગૌતમ ! તે ગર્ભ સત્ત્વની ગર્ભધારિણી માતા વિવિધ પ્રકારે રસરૂપે કે રસ પ્રધાન દુધ આદિ રસવિકારોને આહારે છે. તયા જે કંઈ તિકતાદિ દ્રવ્યો ખાય છે, તેમાં તિવન - લીંબડો આદિ, જુન - આદુ વગેરે, વાવ - વાલ આદિ, અમ્ન - છાસ આદિ, મધુર-દુધ આદિ. તેનો એક દેશ ઓજની
સાથે ખાય છે અથવા એક દેશથી માતાના આહાચ્ચી મિશ્ર ઓજને ખાય છે.
૧૧૪
કઈ રીતે ? તે ગર્ભસ્થ જીવની માતાને નાભિનાલ હોય છે. કેવી ? ફલવૃત્ત સમાન, વળી કેવી ? ગાઢ જોડાયેલી. ક્યાં ? નાભિમાં, કઈ રીતે ? સદા. માતાની નાભિ સાથે જોડેલ રસ હરણી વડે. ઉદરમાં રહેલ જીવ માતાના આહારથી મિશ્ર શુક્રશોણિત રૂપ ગ્રહણ કરે છે અથવા ભોજન કરે છે, - ૪ - ગર્ભ વૃદ્ધિ પામે છે. ફરી ગૌતમ વીદેવને પ્રશ્ન કરે છે –
• સૂત્ર-૨૩ :
ભગવન્ ! માતૃ અંગો કેટલાં કહેલાં છે ? ગૌતમ ! માતૃગ ત્રણ કહેલા છે, તે આ રીતે માંસ, લોહી, મસ્તક.
ભગવન્ ! પિતૃ અંગો કેટલાં કહેલા છે ? ગૌતમ ! પિતૃગ ત્રણ કહેલા
હાડકાં, હાડકાની મજ્જા, દાઢી-મુંછ રોમ-નખ. • વિવેચન-૨૩ -
ભગવન્ ! કેટલાં માતૃ અંગો – આબિહુલ કહેલાં છે ? જગદીશ્વર, જગત્રાતા, જગદ્ભાવ વિજ્ઞાતા વીરે કહ્યું – હે ગણધર ગૌતમ ! ત્રણ માતાના અંગો મેં તથા અન્ય જગદીશ્વરોએ કહ્યા છે. તે આ પ્રમાણે – માંસ, લોહી, મસ્તકભેજુ. બીજા કહે છે – મેદ, ફેફસાદિ અને મસ્તક. ભગવન્ ! પૈતૃક અંગો - શુક્ર વિકાર બહુલ કહેલ છે ? હે ગૌતમ ! પૈતૃક અંગો ત્રણ કહેલ છે, તે આ પ્રમાણે – હાડકાં, હાડકાં મધ્યેના અવયવ, કેશાદિ. તેમાં દેશ - મસ્તકનતા વાળ, મલ્લૂ - દાઢી મુંછ, તેમ - કક્ષાદિના કેશ, કેશાદિ બહુસમાન રૂપત્વથી એક જ છે. ઉક્ત અંગ સિવાયના અંગો શુક્રશોણિતના સમવિકાર-રૂપત્વથી માતા-પિતાના સાધારણ છે.
ગર્ભસ્થજીવ પણ કોઈ ક્યારેક નરકે કે દેવલોકે જાય છે, તેથી ગૌતમસ્વામી ભગવંત વીરને પૂછે છે –
• સૂત્ર-૨૪ :
છે
-
-
ભગવન્ ! ગર્ભસ્થ જીવ નૈરયિકમાં ઉપજે ? ગૌતમ ! કેટલાંક ઉપજે, કેટલાંક ન ઉપજે. ભગવન્ ! એમ કેમ કહો છો? ગૌતમ ! જે જીવ ગર્ભસ્થ
સંજ્ઞી પંચેન્દ્રિય હોય, સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત હોય, વીલબ્ધિ-વિભગજ્ઞાનલબ્ધિ - વૈક્રિય લબ્ધિ હોય. તે વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત શત્રુરોના આવેલી સાંભળી, સમજી વિચારે કે હું આત્મપદેશ બહાર કાઢું છું, પછી વૈક્રિય સમુદ્ઘાતથી સમહત થઈને ચાતુરંગિણી સેના સજ્જ કરે કરીને પરસૈન્ય સાથે સંગ્રામ કરે. તે જીવ અર્થ-રાજ્ય-ભોગ-કામ કાર્મિત થઈ, અર્થ-રાજ્ય-ભોગ-કામ કાંક્ષિત થઈ, અર્થ