________________
૧૬૫
૨/૪૪
તેમાં વંદન - સ્તુતિ કરવા વડે, પૂજા - પુષ્પાદિ વડે, સત્કાર વગાદિ વડે, સન્માન - અભ્યત્યાનાદિ વડે, કલ્યાણ - ભદ્રકાપિણાથી, મંગલ - અનર્થપ્રતિઘાતિત્વથી, દેવતા-ઈષ્ટ દેવતા સમાન, ચૈત્ય-ઈષ્ટ દેવતાની પ્રતિમા સમાન, પર્યાપાસના-સેવે.
તે પ્રતિકૂળ અને અનુકૂળ ભેદથી ઉપસર્ગોને સમ્યક્ રીતે અને ભયના અભાવથી સહન કરે યાવત્ શબ્દથી ક્રોધના અભાવથી ખમે, દિનતા ધારણ કર્યા વિના તિતિક્ષા કરે, અવિચલકાયપણે અધ્યાસે.
હવે ભગવંતની શ્રમણાવસ્થાને વર્ણવે છે - ત્યારપછી તે ભગવંત શ્રમણ-મુનિ થયા. કેવા સ્વરૂપના ? ઈ - ગમનાગમનમાં સમિત - સમ્યક્ પ્રવૃત થતુ ઉપયોગવાળા યાવત્ શબ્દથી ભાષા સમિત- નિરવધ ભાષાણમાં ઉપયોગવંત, એષણા • પિંડ વિશુદ્ધિમાં, આધાકમિિદ દોષરહિત ભિક્ષા ગ્રહણમાં ઉપયોગવંત, ભાંડ માત્ર - ઉપકરણ માત્રના ગ્રહણમાં અને મૂકવામાં ઉપયોગવંત અર્થાત્ પ્રત્યુપેક્ષણાદિ સુંદર ચેષ્ટા વડે યુક્ત અથવા આદાન સાથે ભાંડમાગનું નિક્ષેપણ, ઉચ્ચાર-મળ, પ્રશ્રવણમૂત્ર, ખેલ-કફ, સિંઘાન-નાકનો મલ, જલ-શરીરનો મેલ, એ બધાંનું પારિઠાપન - સર્વ પ્રકારે પુનર્ણહણપણે મૂકવું અર્થાત્ પરિત્યાગ કરવો તે. પારિઠાપનામાં સુંદર ચેષ્ટા-ક્રિયા, તેમાં ઉપયોગવંત • x • x • થયા.
જો કે આ છેલ્લી બે સમિતિ ભગવંતને ભાંડ, સિંઘાનકાદિ અસંભવ હોવા છતાં અખંડનાર્થે કહેલી છે. તે બાદર પ્રેક્ષણ જણાય છે. સૂમ પ્રેક્ષણથી તો જેમ વૌષણાના અસંભવ છતાં સર્વથા એષણા સમિતિનો ભગવંતને અસંભવ નથી, કેમકે આહારાદિમાં તેનો ઉપયોગ છે. તથા બીજા ભાંડના અસંભવમાં પણ દેવદૂષ્ય સંબંધી ચોથી સમિતિ હોય જ છે. જેમ ભગવંત વીરના બ્રાહ્મણને વાદાનમાં આદાન-નિફોપ છે. એ પ્રમાણે ગ્લેમાદિના અભાવમાં પણ નીહાર [āડિલ] પ્રવૃત્તિમાં પાંચમી સમિતિ છે, એટલું પ્રસંગથી કહ્યું.
તથા મન સમિત-કુશળ મનોયોગ પ્રવર્તક, વયનસમિત - કુશળ વાદ્યોગ પ્રવર્તક, ભાષા સમિત કહેવા છતાં જે વચન સમિત એમ કહ્યું. તે બીજી સમિતિમાં અતિ આદરના નિરૂપણને માટે અને ત્રણ કરણની શુદ્ધિના સૂકમાં સંખ્યા-પૂરણ અર્થમાં છે. કાય સમિત - પ્રશસ્ત કાયાના વ્યાપારવાળો - પ્રવૃત જાણવો.
| મનોગુપ્ત- કુશલ મનોયોગને રૂંધનાર, ચાવત્ શબ્દથી વચનગુપ્ત-કુશલ વાદ્યોગના રોધક, કાયગુપ્ત-અકુશલ કાયયોગના રોધક. એ પ્રમાણે સપ્રવૃત્તિરૂપ સમિત અને અસત્પવૃત્તિ નિરોધ રૂપ ગુપ્ત, એમ જાણવું, તેથી જ ગુપ્ત કેમકે સર્વથા સંવૃત્ત છે. તેમાં જ વિશેષણ દ્વારા હેતુને કહે છે –
ગણેન્દ્રિય - શબ્દાદિ ઈન્દ્રિય વિષયોમાં રાગ-દ્વેષ રહિતપણે પ્રવર્તન કરવાથી તથા ગુપ્તિ વડે વસતિ આદિથી યત્નપૂર્વક ક્ષિત હોવાથી ગુપ્ત. બ્રહ્મ-મૈથુન વિરતિરૂપ વિચરનારા. અક્રોધ, અહીં ચાવત્ શબ્દથી અમાન, અમાયા પદ બંને લેવા, લોભ.
૧૬૬
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અહીં ચારેમાં સ્વા અર્થમાં નિષેધ જાણવો. તેથી સ્વ. ક્રોધાદિ વડે, અન્યથા સૂક્ષમ સંપરાય ગુણ સ્થાનક સુધીના લોભોદયની ઉપશાંત મોહ અવધિ અને ચારે પણ ક્રોધાદિનો સતામાં સંભવ છતાં તેનો અભાવ સંભવે છે. આ પ્રમાણે કેમ હોય ? તે કહે છે –
શ્રાંત-ભવભમણથી પ્રસ્વાંત-પ્રકૃષ્ટ ચિત, ઉપસર્નાદિ આવવા છતાં ધીરયિdપણાથી, ઉપશાંત છે, તેથી જ પરનિવૃત છે. કેમકે સર્વ સંતાપ વર્જિત છે. છિન્નસોતછિન્ન સંસાર પ્રવાહ અથવા છિamશોક, નિરપલેપદ્રવ્ય અને ભાવમલરહિત.
હવે ઉપમાન સહિત ચૌદ વિશેષણો વડે ભગવંતને વિશેષથી કહે છે - શંખની જેમ જેમાંથી મંજન ચાલી ગયેલ છે તે - કર્મ જીવમાલિન્ય હેતુપણાથી આ ઉપમા છે. જાત્ય કનક • સોળ વર્ષના સુવર્ણની જેમ. જાતરૂપ - સ્વરૂપ, રાગ આદિ કુદ્રવ્યથી રહિત છે તે. આદર્શ-અરીસો, તેમાં પ્રતિબિંબની જેમ પ્રગટ ભાવ અતુ જેમ અરીસામાં પ્રતિબિંબિત વસ્તુનું જેમ-જેમ પ્રાપ્ત સ્વભાવ આંખ-મુખ આદિ દેખાય છે, તેમ સ્વામીના પણ યથાસ્થિત મનના પરિણામ દેખાય છે. પણ શઠવતું દેખાતા નથી.
કાચબાની માફક ગુપ્તેન્દ્રિય, કાચબો જ મસ્તકથી પગ સુધીના પાંચ અવયવોથી ગુપ્ત હોય છે, તેમ ભગવંત પણ પાંચ ઈન્દ્રિયો વડે ગુપ્ત છે. પૂર્વોકત ગુખેન્દ્રિયપણું દેટાંત દ્વારા કહ્યું તેથી તેમાં પુનરપ્તિ નથી.
પુકરમ સમાન નિરૂપલેપ, કાદવ અને જળ સમાન સ્વજન વિષયક સ્નેહ રહિત, આકાશની જેમ નિરાલંબન - કુળ, ગ્રામ, નગરાદિ નિશ્રા રહિત. વાયુની જેમ વસતિના પ્રતિબંધ રહિત, કેમકે યથોચિત સતત વિહાપણું છે. અહીં એવું કહે છે. - જેમ વાયુ બધે જ વહેવાના કારણે અનિયતવાસી છે, તેમ ભગવંત છે.
ચંદ્રની જેમ સૌમ્યદર્શન - અરૌદ્રમૂર્તિ, સૂર્યની જેમ તેજસ્વી-પરતીર્થિકને પહાર કQાથી કહ્યા. પક્ષીની જેમ અપ્રતિબદ્ધપણે જવાના સ્વભાવવાળા છે. અર્થાત્ સ્થલચર અને જલચરને સ્થળ અને જળની નિશ્રાએ ગમન હોય છે, તેવું વિહગઆકાશગામીને હોતું નથી, પોતાના અવયવરૂપ પાંખોથી તેઓ ગમન કરે છે. તેમ વિહગવત્ આ પ્રભુ અનેક અનાર્ય દેશોમાં કર્મના ક્ષયમાં સહાય કરનાર પ્રત્યે અનપેક્ષ થઈ સ્વશક્તિથી વિચરે છે.
સાગર જેવા ગંભીર - બીજા વડે મધ્ય ભાગ અપાય, નિરૂપમ જ્ઞાનવાળા હોવા છતાં બીજાએ ખાનગીમાં સેવેલ દુદ્ઘઝિને જાહેર ન કરનારા, હર્ષ-શોકાદિ કારણોનો સદ્ભાવ હોવા છતાં તેના વિકારને નહીં જોનારા. મેરુ જેવા અકંપ, કેમકે સ્વપ્રતિજ્ઞા અને તપ:સંયમમાં દૃઢ આશયપણાથી પ્રવર્તે છે. પૃથ્વીની જેમ સર્વ અનુકૂળ કે પ્રતિકૂળ અને સહન કરનારા છે.
જીવની જેમ અપતિeત - અખલિત ગતિવાળા છે. જેમ જીવની ગતિ ભીંત આદિ વડે હણાતી નથી, તેમ કોઈપણ પાખંડી વડે આર્ય-અનાર્ય દેશોમાં સંચરતા