________________
૨/૪૩
૧૬૧
સુગંધી શ્રેષ્ઠ પુષ્પોનું ચૂર્ણ, તેની ઉંચે જતી વાસરેણુ એટલે વાસક રજ, તેના વડે આકાશને કપિલ કરતાં, કાળો અગરુ-કુંદુક - સિલ્પક - ધૂપ એટલે દશાંગઆદિનો ગંધ દ્રવ્ય સંયોગ, આ બધાંના વહેવાથી જાણે જીવલોક વાસિત જેવું [જણાય છે.] - ૪ - ચોતરફ ક્ષુભિત-સાશ્ચર્યપણે સસંભ્રમ ચક્રવાલ - જનમંડલ થાય તે રીતે જાય છે પ્રચુર લોકો અથવા પૌરજનો, બાળ અને વૃદ્ધો જે પ્રમુદિત છે અને જલ્દી જલ્દી જઈ રહ્યા છે, તેમના અતિ વ્યાકુળના જે શબ્દ, તે જ્યાં ઘણાં છે એવા પ્રકારે આકાશને કરતાં. - ૪ -
-
નીકળીને જ્યાં આવે છે, તે કહે છે ગંધોદક વડે કંઈક સિંચેલ, કચરો શોધવા વડે પ્રમાર્જિત, તે કારણે જ પવિત્ર થયેલ, પુષ્પો વડે જે પૂજા તેનાથી યુક્ત - ૪ - ૪ - એ પ્રમાણે સિદ્ધાર્થવન સુધી વિપુલ રાજમાર્ગને કરતાં, તથા અશ્વ-હાથીરથ અર્થાત્ અશ્વાદિ સેના તથા પદાતી ચકર વૃંદ વડે જે રીતે મંદમંદ થાય તેમ. જે રીતે અશ્વાદિ સેના પાછળ ચાલે છે, તે રીતે બહુતર કે બહુતમ ઉંચે ઉડતી રજ વાળું કરતાં, જ્યાં સિદ્ધાર્થવન ઉધાન છે, તેમાં જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ છે, ત્યાં
ભગવંત આવે છે.
ત્યાં આવીને શું કરે છે ? શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે શિબિકાને સ્થાપન કરે છે, સ્થાપીને શિબિકામાંથી ઉતરે છે. ઉતરીને સ્વયં જ આભરણ-મુગુટ આદિ અને અલંકાર-વસ્ત્રાદિ - ૪ - ત્યાગ કરે છે. કુલમહત્તકિાના હંસલક્ષણ પટ્ટમાં મૂકીને, પોતે જ ચાર મુટ્ટી વડે કરાતા એવા વાળનો લોય કરે છે, - ૪ - બીજા અલંકારાદિનો ત્યાગ કરવાપૂર્વક મસ્તકના અલંકારાદિનો ત્યાગ એ વિધિક્રમ છે, તેથી અંતે મસ્તક અલંકારરૂપ વાળનો ત્યાગ કરે છે. તીર્થંકરોને પંચમુષ્ટિક લોચનો સંભવ છતાં આ ભગવંત સામુષ્ટિક લોચવાળા છે.
શ્રી હેમાચાર્ય કૃત્ ઋષભ ચસ્ત્રિાદિનો આ અભિપ્રાય છે - પહેલા એક મુઠ્ઠી વડે દાઢી-મૂંછનો લોચ કર્યો, ત્રણ મુઠ્ઠી વડે મસ્તકનો લોચ કર્યો, એક મુઠ્ઠી બાકી રહેલાં વાળ, પવનથી આંદોલિત થતાં સુવર્ણ મય જણાતાં ભગવંતના સ્કંધની ઉપર લોટતાં મસ્કતની ઉપમાને ધારણ કરતાં પરમ રમણીય કેશને જોઈને આનંદીત
થયેલાં શક્ર વડે - ભગવન્ ! મારા ઉપર અનુગ્રહ કરીને આટલા કેશને ધારણ કરો, એમ વિનંતી કરતાં ભગવંતે પણ તે કેશ તેમજ રાખ્યા. - ૪ - આ કારણે જ શ્રી
ઋષભની મૂર્તિમાં સંધોની ઉપર વલ્લરિકા કરાય છે. લુંચિત કેશ શક્ર વડે હંસલક્ષણપટ્ટમાં લઈ ક્ષીરસમુદ્રમાં નાંખ્યા.
છટ્ઠભક્ત - બે ઉપવાસરૂપ અને પાણીનો પણ ત્યાગ એ રીતે ચારે પ્રકારના આહાર ત્યાગ વડે અષાઢ - ઉત્તરાષાઢા નક્ષત્રથી ચંદ્રનો યોગ થતાં, આ પ્રભુએ આરક્ષકપણે નિયુક્ત-ઉગ્ર, ગુરુપણે વ્યવહરેલ-ભોગ, મિત્રરૂપે સ્થાપેલ તે રાજન્ય, બાકીની પ્રજારૂપે રહેલાં તે ક્ષત્રિય, એવા ૪૦૦૦ પુરુષો સાથે, આ બધાં પુરુષો ભાઈઓ, મિત્રો અને ભરત વડે પણ નિષેધ કરાયેલ છતાં કૃતજ્ઞપણાથી સ્વામીના
25/11
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉપકારનું સ્મરણ કરતાં, સ્વામીના વિરહથી કરીને વાંત અન્નની માફક રાજ્ય સુખમાં વિમુખ થઈ, જેમ સ્વામી અનુષ્ઠાન કરશે તેમ અમે કરીશું એવો નિશ્વય કરીને સ્વામીને અનુસરે છે.
[ભગવંત ઋષભ] શક્રએ પોતાના આચાર મુજબ ડાબે સંધે અર્પિત એક દેવદૂષ્ય સ્વીકારીને, પણ રજોહરણાદિ લિંગ ન લઈને, કેમકે જિનેન્દ્રો કલ્પાતીત છે, મુંડન્દ્રવ્યથી માથાના વાળનો લોય કરીને અને ભાવથી કોપાદિ રહિત થઈને, ગૃહવાસથી નીકળીને અનગારિતાગૃહી અર્થાત્ સંસારી, તેનો પ્રતિષેધ કરી અનગારી-સંયતનો ભાવ અર્થાત્ સાધુતાને પ્રાપ્ત કરી અથવા નિર્ગુન્થપણે પ્રવ્રજ્યા સ્વીકારી.
હવે પ્રભુનો વસ્ત્ર ધારણ કાળ કહે છે –
૧૬૨
• સૂત્ર-૪૪ :
કૌશલિક ઋષભ રહત સાધિક એક વર્ષ વસ્ત્રધારી રહ્યા. ત્યારપછી અોલક થાય.
જ્યારથી કૌશલિક ઋષભ રહંત મુંડ થઈને ગૃહવાસત્યાગી નિગ્રન્થ પ્રવ્રજ્યા લીધી, ત્યારથી કૌશલિક ઋષભ અરહંત નિત્ય કાયાને વોસિરાવીને, દેહ મમત્ત્વ તજીને, જે કોઈ ઉપસર્ગો ઉપજે છે, તે આ પ્રમાણે – દેવે કરેલ યાવત્ પ્રતિકૂળ કે અનુકૂળ, તેમાં પ્રતિકૂળ જેમ કોઈ વેંત વડે યાવત્ કશ વડે કાયાને પીટે કે અનુકૂળ - જેમકે વંદન કરે કે પયુપાસના કરે, તેવા ઉત્પન્ન થયેલ સર્વે પરીષહોને સમ્યક્ રીતે સહન કરે છે ચાવત્ અધ્યાસિત કરે છે.
ત્યારે તે ભગવન શ્રમણ થયા, ઈસિમિત યાવત્ પારિષ્ઠપનિકા સમિત, મન સમિત, વચન સમિત, કાય સમિત, મનો ગુપ્ત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધરહિત યાવત્ લોભરહિત, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત્ત, છિન્ન સ્રોત, નિરૂપલેપ, શંખની જેમ નિરંજન, જાત્યચનવત્ જાત્યરૂપ, દર્પણગત્ પ્રતિબિંબવત્ પાકૃત ભાવવાળા, ક્રર્મવત્ ગુપ્તેન્દ્રિય, પુષ્કરપત્ર વત્ નિરૂપલેપ, આકાશવત્ નિરાલંબન, અનિલવત્ નિરાલય, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય જેવા તેજસ્વી, પક્ષી જેવા અપતિબદ્ધગામી, સાગર જેવા ગંભીર, મેરુ પર્વત જેવા અકંપ, પૃથ્વી જેવા સર્વ સ્પર્શને સહન કરનાર, જીવની જેમ પતિહત ગતિ. [એવા પ્રકારના થયા
તે ભગવંતને કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. તે પ્રતિબંધ ચાર પ્રકારે હોય છે, તે આ પ્રમાણે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દ્રવ્યથી અહીં - આ મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બહેન યાવત્ ચિરપરિચિત લોકો છે, મારુ સોનું, મારું રૂપુ યાવત્ ઉપકરણ અથવા સંક્ષેપથી સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યજાત એ [મારા છે] એવું તે ભગવંતને ન હતું.
ક્ષેત્રથી ગ્રામ, નગર, અરણ્ય, ખેતર, ખળા, ગૃહ, આંગણ [આદિ] માં