________________
૧૧૩
-
સૂત્ર વ્યાખ્યા – તે આરામાં ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ એ કે મણિમય આભરણ, અધેયમાં આધારના ઉપચારથી મણી માફક અંગો - અવયવો જેના છે, તે મહ્યંગ અર્થાત્ આભૂષણના સંપાદક. જેમકે તે હાર-અઢારસરો, અદ્ધહાર-નવસરો, વેષ્ટનક-કાનનું આભરણ, વામોતકહેમજાલ - છિદ્રવાળા સુવર્ણાલંકાર વિશેષ, એ પ્રમાણે મણિકનકજાલ પણ જાણવું.
સૂત્રક - વૈકક્ષકકૃત્ સુવર્ણ સૂત્ર, ઉચિતકટક - યોગ્ય વલય, ક્ષુદ્રક-અંગુલીયક વિશેષ, એકાવલી - વિચિત્ર મણિની કૃત્ એકસરિકા, કંઠસૂત્ર-પ્રસિદ્ધ છે. મકરિકામકરાકાર આભરણ ઉરસ્થ-હૃદયાભરણ, ત્રૈવેય-ગળાનું આભરણ.
૨/૩૩
અહીં સામાન્ય વિવક્ષાથી ત્રૈવેય, એ જીવાભિગમ વૃત્તિ અનુસાર કહ્યું, અન્યથા હૈમવ્યાકરણાદિમાં અલંકાર વિવક્ષામાં ત્રૈવેયક કહેલ છે. એ પ્રમાણે બીજે પણ તેતે વૃત્તિ અનુસાર જાણવું.
થ્રોણિસૂત્ર - કટિસૂત્ર, ચૂડામણિ નામે સર્વરૃપરત્નસાર, ન-અમરેન્દ્ર મગટમાં સ્થાયી અમંગલમય પ્રમુખ દોષને હરનાર અને પરમ મંગલભૂત આભરણ વિશેષ. કનકતિલક-લલાટાભરણ, પુષ્પાકૃતિ લલાટાભરણ, સિદ્ધાર્થક-સર્પપપ્રમાણ સ્વર્ણકણ રચિત સુવર્ણ-મણિમય કર્ણવાલી-કાનના ઉપરના ભાગનું ભૂષણ.
શશિ-સૂર્ય-વૃષભ સ્વર્ણમય ચંદ્રકાદિરૂપ આભરણ વિશેષ. ચક્રાકાર શિરોભૂષણ વિશેષ, ત્રુટિક-બાહાનું આભરણ. - ૪ - કેયૂર-અંગદ, વલય-કંકણ, પ્રાતંબ-મુંબનક, અંગુલીયક-મુદ્રિકા, વલક્ષ-રૂઢિથી જાણવું. દીનારમાલિકી આદિ - દીનારાદિ આકૃતિ મણિમાળા. કાંચી મેખલા કલાપ - સ્ત્રીનું કટી આભરણવિશેષ. પ્રતરક - વૃત્તપાલ આભરણ વિશેષ, પારિહાર્ય-વલય વિશેષ પગમાં જાલાકૃતિ, ઘંટિકા-ઘસ્કિા, કિંકિણીક્ષુદ્ર ઘંટિકા, રત્નોરુ જાલ-રત્નમય એવું જાંઘનું લટકતું સંકલક સંભવે છે. ચરણ માલિકા-સંસ્થાન વિશેષકૃત્ પગનું આભરણ, કનક નિગડ-બેડી આકારનું આભરણ વિશેષ, જે સુવર્ણનું સંભવે છે. લોકમાં તે કડલાં નામે પ્રસિદ્ધ છે. એ બધાંની શ્રેણિ
- X -
આ અને આવી ભૂષણવિધિ - આભૂષણ પ્રકારો છે. તે અવાંતર ભેદથી ઘણાં પ્રકારે છે. તેમાં શું વિશેષ છે ? કંચન-મણિ-રત્નના ચિત્રોથી ચિત્રિત. તે પ્રમાણે આભૂષણ વિધિથી યુક્ત છે, તે મહ્યંગ, એવો તાત્પર્યાર્થ છે. બાકી પૂર્વવત્.
હવે નવમાં કલાવૃક્ષને કહે છે – તે આરામાં ત્યાં ત્યાં ઘણાં ગૃહાકાર નામના વૃક્ષમણો કહેલા છે. જેમ તે પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એક શાલક, બે શાલક, ત્રિશાલક, ચતુઃશાલક, ગર્ભગૃહ, મોહનગૃહ, વલ્લભી, માલી ગૃહ, ભક્તિગૃહ, વૃત્ત-યંસ, ચતુરા, બંધાવર્ત સંસ્થિત, પંડુરતલ-મુંડમાલહર્મિત, ધવલહર-અર્ધમાગધ વિભ્રમ, શૈલઅર્ધશૈલથી સંસ્થિત, કૂડાગાર સુવિહિત કોષ્ઠક અનેક ઘર - સરણ-લયનઆપણ વિડંગ જાલ વૃંદ નિયૂહ અપવહરક ચંદ શાલિકારૂપ વિભક્તિ કલિત ભવનવિધિ, બહુ વિકલ્પા છે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
તે પ્રમાણે તે ગેહાકાર વૃક્ષગણો પણ અનેક-બહુવિધ-વિવિધ વિસસા પરિણત, સુખારોહણ, સુખોતારણ, સુખનિષ્ક્રમણ-પ્રવેશ, દર્દર સોપાન પંક્તિ યુક્ત, શુભવિહારથી, મનોનુકૂળ, ભવનવિધિ વડે ઉપયુક્ત યાવત્ રહેલ છે.
સૂત્ર વ્યાખ્યા – ગેહાકાર નામે વૃક્ષગણો કહેલાં છે, જે રીતે તે પ્રાકાર-વપ્ર,
અટ્ટાલક-પ્રાકાર ઉપર રહેલ આશ્રય વિશેષ, ચરિકા-નગરના પ્રાકારના અંતરાલમાં
૧૧૪
આઠ હાથ પ્રમાણ માર્ગ, દ્વાર, ગોપુર-પુરદ્વાર, પ્રાસાદ-નરેન્દ્રનો આશ્રય, આકાશતલકટ આદિથી ઢાંકેલ કુટ્ટિમ, મંડપ-છાયાદિ માટે પટાદિમય આશ્રય વિશેષ.
એકશાલક, બે શાલક આદિ ભવનો છે. વિશેષ એ કે – ગર્ભ ગૃહ એ અત્યંતગૃહ છે. અન્યથા કહેવાનાર અપવકથી પુનરુક્તિ થાય. મોહનગૃહકતિક્રીડાગૃહ, વલ્લભી-છદિ આધારપ્રધાનગૃહ, ચિત્રશાલ ગૃહ - ચિત્રકર્મવત્ ગૃહ, માલકગૃહ-બીજી ભૂમિકાદિની ઉપરવર્તી ગૃહ, ચિત્રાદિ આલેખ પ્રધાન ગૃહ, વૃત્તવર્તુલાકાર, ત્ર્યસ-ત્રિકોણ, ચતુરસ-ચતુષ્કોણ, ગંધાવર્ત્ત-પ્રાસાદવિશેષની જેમ સંસ્થાનગૃહ.
પાંડુરતલ-સુધામયતલ, મુંડમાલહર્મ્સ-ઉપરી અનાચ્છાદિત શિખરાદિ ભાગરહિત હર્મ્સ, ધવલગૃહ-સૌધ, અર્ધમાગધવિભ્રમ-ગૃહવિશેષ શૈલ સંસ્થિત-પર્વતાકાર ગૃહ, અર્ધશૈલ સંસ્થિત-તેમજ છે. કૂટાકા-શિખરાકૃતિ આઢ્ય, સુવિધિકોષ્ઠક-સુસૂત્રણાપૂર્વ કરચિતનો ઉપરનો ભાગ વિશેષ, અનેક ગૃહો, સામાન્યથી શરણ-તૃણમય, લયનપર્વત નિકુતિ ગૃહ, આપણ-હાટ ઈત્યાદિ ભવનવિધિ-વાપ્રકાર ઘણાં વિકલ્પે છે. તે કેવા છે ?
વિટંક-કપોતપાલી, જાલવૃંદ-ગવાક્ષસમૂહ, નિર્વ્યૂહ-દ્વારના ઉપરના પડખે નીકળેલ લાકડું, ચંદ્રશાલિકા-શિરોગૃહ, એવા પ્રકારના વિભાગોથી યુક્ત તે પ્રમાણે ભવનવિધિ વડે યુક્ત a ગૃહાકાર વૃક્ષો પણ રહેલાં છે. કઈ વિશિષ્ટ વિધિથી રહેલા છે ? સુખથી આરોહણ-ઉર્ધ્વગમન, સુખેનાવતાર - નીચે ઉતરવું તે, સુખથી નિષ્ક્રમણનિર્ગમ અને પ્રવેશ જેમાં ચે તે તથા, કઈ રીતે ઉક્ત સ્વરૂપ કહેલ છે ? - દર્દર સોપાન પંક્તિયુક્ત, એકાંતે સુખ વિહાર, અવસ્થાન, શયનાદિ રૂપ જેમાં છે તે. જેમાં છે તે, તથા મનોનુકૂલ છે, તે વ્યક્ત છે. બાકી પૂર્વવત્.
-
તે સમય આરામાં ત્યાં ત્યાં ઘણાં અનગ્ન નામે
હવે દશમું કલ્પવૃક્ષ વૃક્ષગણ કહેલ છે. જેમ તે આજિનક, ક્ષૌમ તનુલ, કંબલ, દુકૂલ, કોશય, કાલમૃગપટ્ટ અંશુક-ચિનાંશુક ૫ટ્ટ, આભરણ-ચિત્ર-શ્લક્ષણ-કલ્યાણક, શૃંગનીલ, કાજળ બહુવર્મી રક્ત-પીત-શુક્લ ઈત્યાદિ - ૪ - ના ભત્તિચિત્રો યુક્ત બહુ પ્રકારે વસ્ત્રવિધિથી પ્રવર પટ્ટનુગત વર્ણરાગયુક્ત છે.
તે પ્રમાણે અનગ્ન વૃક્ષ પણ કહેલ છે. તે અનેક, બહુવિધ, વિવિધ, વિજ્રસા પરિણત વસ્ત્રવિધિથી યુક્ત ચાવત્ રહેલ છે.
સૂત્ર વ્યાખ્યા – નામાર્થ છે - વિચિત્ર વસ્ત્રદાયીપણાથી તત્કાલીન લોકોને નગ્નતા જેનાથી રહેતી નથી, તે અનગ્ન. - ૪ - ૪ - બિન - ચર્મમય વસ્ત્ર,