________________
9/300
અહોરાત્રમાં ૩૦-મુહૂર્તો હોય.
ચંદ્ર-સૂર્યાદિનું ગત્યાદિ સ્વરૂપ કહ્યું, હવે યોગાદિ દશ અર્થોની વિવક્ષુદ્વાર ગાયા કહે છે –
• સૂત્ર-૩૦૧,૩૦૨ -
[૩૦૧] યોગ, દેવતા, તારાગ્ર, ગોત્ર, સંસ્થાન, ચંદ્રસૂર્યયોગ, કુલ, પૂર્ણિમા - અમાવાસ્યા, સંનિપાત અને નેતા.
૧૪૩
[૩૨] ભગવન્ ! કેટલાં નક્ષત્રો કહેલા છે ? ગૌતમ ! અઠ્ઠાવીશ નક્ષત્રો કહેલાં છે, તે આ પ્રમાણે
અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્ટ, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા [એમ ૨૮-નક્ષત્રો જાણવા.] • વિવેચન-૩૦૧,૩૦૨ -
-
(૧) યો૧ - ૨૮ નક્ષત્રોમાં કયું નક્ષત્ર ચંદ્રથી સાથે દક્ષિણયોગી છે ? ઉત્તરયોગી છે, ઈત્યાદિ દિશાયોગ. (૨) દેવતા - નક્ષત્રના દેવતા, (૩) તામ્ર - નક્ષત્રોનું તારા પરિણામ, (૪) નક્ષત્રોના ગોત્ર, (૫) નક્ષત્રોના સંસ્થાન, (૬) નક્ષત્રોનો ચંદ્ર અને સૂર્ય સાથે યોગ.
-
(૭) ુન - કુલસંજ્ઞક નક્ષત્રો, ઉપલક્ષણથી ઉપકુલ નક્ષત્રો અને કુલોપકુલ નક્ષત્રો પણ લેવા. (૮) પૂર્ણિમા કેટલી અને અમાવાસ્યા કેટલી, (૯) સંનિપાત - આ જ પૂર્ણિમા - અમવાસ્યાનો પરસ્પર અપેક્ષાથી નક્ષત્ર સંબંધ, (૧૦) નેતા-મહિનાની પરિસમાપ્તિ કરતાં ત્રણ-ચાર આદિ નક્ષત્ર-ગણ. ચ - સમુચ્ચય અર્થમાં છે.
હવે ચંદ્રના નક્ષત્રની સાથે દક્ષિણાદિદિયોગ થાય છે, તેથી પહેલાં નક્ષત્ર પરિપાટી કહે છે આ નક્ષત્રો અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવા.
આ નક્ષત્રાવલિકા ક્રમ અશ્વની આદિ કે કૃત્તિકા આદિ લૌકિક ક્રમને ઉલ્લંઘીને જે જિનપ્રવચનમાં છે, તે કહેલ છે. કેમકે યુગની આદિમાં ચંદ્ર સાથે અભિજિત્ યોગની પ્રથમ પ્રવૃત્તિ છે. પણ બહાર મૂલ્ય અને અંદર અભિજિત્ એ વચનથી કહેલ
નથી. - ૪ -
નક્ષત્ર ક્રમ યોગમાં ચંદ્રયોગ ક્રમ જ કારણ પણે છે, સર્વાન્વંતર આદિ મંડલ સ્થાયિત્વ કારણ નથી. - ૪ - હવે જે અભિજિત્થી પ્રારંભી નક્ષત્ર આવલિકા ક્રમ કરાય છે, તો ૨૭-નક્ષત્રોમાં કઈ રીતે આનું વ્યવહાર અસિદ્ધત્વ થાય ? [ઉત્તર] આનો ચંદ્રની સાથે યોગકાળના અલ્પીયતા વડે નક્ષત્રાંતર અનુપવિષ્ટતાથી વિવક્ષણા છે. સમવાયાંગમાં ૨૭માં સમવાયમાં કહેલ છે – જંબુદ્વીપમાં અભિજિત્ વર્જ્ય ૨૭-નક્ષત્ર સંવ્યવહારમાં વર્તે છે. આની વૃત્તિ આ રીતે જંબુદ્વીપમાં પણ ધાતકીખંડાદિમાં નહીં અભિજિત્ સિવાયના ૨૭-નક્ષત્રો વડે વ્યવહાર પ્રવર્તે છે, કેમકે અભિજિત્
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
નક્ષત્ર ઉત્તરાષાઢાના ચોથા પાદમાં અનુપ્રવેશથી છે. - - હવે પહેલું યોગદ્વાર કહે છે – • સૂત્ર-૩૦૩ થી ૩૦૫ :
[૩૩] ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રની દક્ષિણેથી યોગ કરે છે ? કેટલાં નામો છે, જે ચંદ્રને સદા ઉત્તરેથી યોગ કરે છે ? કેટલાં નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણથી પણ - ઉત્તરથી પણ પ્રમર્દ યોગ કરે છે ? કેટલાં નામો છે, જે ચંદ્રને દક્ષિણથી પ્રમર્દ યોગ કરે છે ? કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રને પ્રમર્દ યોગ કરે છે ?
ગૌતમ ! આ ૨૮ નક્ષત્રોમાં ત્યાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણે યોગ કરે
૧૪૮
છે, તે છ છે, તે આ પ્રમાણે -
-
આ
[૩૦૪] મૃગશિર્ષ, આર્દ્રા, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂલ. આ છ નક્ષત્રો બાહ્યમંડલને બહારથી યોગ કરે છે.
[૩૫] તેમાં જે તે નક્ષત્રો, જે સદા ચંદ્રની ઉત્તરથી યોગ કરે છે, તે બાર છે, તે આ પ્રમાણે અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વભિાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની અને બારમું સ્વાતિ.
તેમાં જે તે નો સદા ચંદ્રની દક્ષિણથી પણ અને ઉત્તરથી પણ પ્રમથી યોગ કરે છે, તે સાત છે, તે આ પ્રમાણે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા,
તેમાં જે તે નક્ષત્રો જે સદા ચંદ્રને દક્ષિણમાં પણ પ્રમર્દ યોગથી યોગ કરે
ઉત્તરાષાઢા, પૂર્વાષાઢા.
ઉક્ત બંને નક્ષત્રો સર્વ બાહ્ય મંડલમાં યોગ કરે છે.
તેમાં જે તે નક્ષત્ર જે સદા ચંદ્રને પ્રમર્દ યોગ કરે છે, તે એક જ જ્યેષ્ઠા નક્ષત્ર છે, તેમ જાણવું.
• વિવેચન-૩૦૩ થી ૩૦૫ :
છે, તે નક્ષત્ર બે છે
-
ભગવન્ ! આ ૨૮-નશ્ત્રોમાં કેટલા નક્ષત્રો છે. (૧) જે સદા ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે ? અર્થાત્ સંબંધ કરે છે ?
(૨) તથા કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રની ઉત્તરદિશામાં રહીને યોગ કરે છે ? - સંબંધ કરે છે ?
(૩) તથા કેટલાં નક્ષત્રો ચંદ્રની દક્ષિણમાં પણ, ઉત્તરમાં પણ પ્રમથી પણ - નક્ષત્ર વિમાનોને ભેદીને ગમનરૂપ યોગ યોજે છે, અર્થાત્ કેટલાં નક્ષત્ર વિમાનોની મધ્યે ચંદ્ર જાય છે ?
(૪) કેટલાં નક્ષત્રો છે જે ચંદ્રની દક્ષિણમાં પણ પ્રમી-નક્ષત્ર વિમાનોની મધ્યેથી યોગ યોજે છે ?
(૫) કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રની મધ્યેથી યોગ કરે છે ? ભગવંતે ઉક્ત પ્રશ્નોના ઉત્તરો આપતા કહ્યું – હે ગૌતમ ! આ ૨૮-નક્ષત્રોમાં