________________
૭/૨૬૦ થી ૨૬૨
૩
ભાંગતા ૩૧,૫૦૮ - ૯/૧૦ આવે. આના અંશ છેદને છ વડે ગુણતાં આવશે ૫૪/૬૦. આ રાશિને ત્રણ વડે ગુણતાં યથોક્ત રાશિ આવે. તેથી કહે છે – ૯૪,૫૨૬ - ૪૨/૬૦ એ સૂક્ષ્મ ઈક્ષિકાથી દર્શિત છે. તે સ્વમતિથી ઉત્પ્રેક્ષિત નથી. તે સૂર્યમંડલ વિચારમાં શ્રી મુનિચંદ્રસૂરિજીએ સારી રીતે વિચારિત છે.
પ્રસ્તુતમાં સ્કૂલ નયના આશ્રયથી દ્વીપ પર્યન્ત માત્ર વિવક્ષાથી સૂત્રોક્ત પ્રમાણ આવે છે. દ્વીપ, ઉપધિ પરિધિ સર્વત્ર આગમમાં પણ દશાંશ કલ્પનાદિથી સંભળાય છે. આના વડે પરિધિથી આગળ લવણસમુદ્ર છ ભાગ ચાવત્ પ્રાપ્યમાન તાપક્ષેત્રમાં, તેના ચક્રવાલ ક્ષેત્રાનુસાર, તેમાં વિખુંભ સંભવે છે. - ૪ -
-
આ જ ૯૪,૦૦૦ યોજનાદિ રાશિ બહુશ્રુત વડે પ્રમાણીકૃત છે, કેમકે કરણમાં સંવાદિત્વ છે. તેથી કહે છે સ્વસ્વ મંડલ પરિધિ ૬૦ વડે ભાંગતા મુહૂર્તગતિ આપે છે. તે દિવસાર્ધગત મુહૂર્તરાશિ વડે ગુણિત ચક્ષુઃસ્પર્શ, તે ઉદયથી સૂર્યની આગળ અને અસ્ત સુધી પાછળ, પણ તેને બે ગણું તાપક્ષેત્ર થાય છે. આ ચક્ષુઃસ્પર્શદ્વારમાં સુવ્યક્ત નિરૂપિત છે. આ તાપક્ષેત્રકરણ સર્વ બાહ્ય મંડલના તાપક્ષેત્રની બાહ્ય બાહા નિરૂપણમાં કહેશે, તેથી તેને અહીં ઉદાહત કરેલ નથી અર્થાત્ કહેલ નથી.
જે દશ ભાગોને પ્રકાશિત કરે છે, તેમ કહ્યું, તેમાં ભાગ છ મુહૂર્ત આક્રમણીય ક્ષેત્ર પ્રમાણ છે. કઈ રીતે ? સભ્યતર મંડલમાં ચરતો સૂર્ય દિવસના અઢાર મુહૂર્ત પ્રમાણના નવ મુહૂર્ત આક્રમણીય ક્ષેત્રમાં રહીને સૂર્ય દેખાય છે. તેથી આટલા પ્રમાણ સૂર્યથી પૂર્વે તાપક્ષેત્ર છે, તેટલું જ બીજું પણ છે.
આટલું અઢાર મુહૂર્ત આક્રમણીય ક્ષેત્ર પ્રમાણ એક સૂર્યનું તાપક્ષેત્ર છે, તે જો દશ ભાગ ત્રયરૂપ થાય, તો દશથી ભાગતાં છ મુહૂર્ત આક્રમણીય ક્ષેત્રપ્રમાણ થાય. હવે સામાથી લંબાઈથી તાપક્ષેત્ર પરિમાણને પૂછવાને કહે છે – ભગવન્ ! જ્યારે આટલા પ્રમાણમાં તાપક્ષેત્રને પરમવિખંભ છે, ત્યારે ભગવન્ ! તાપક્ષેત્ર સામસ્ત્યથી દક્ષિણ-ઉત્તર લંબાઈથી કેટલું લાંબુ કહેલ છે ?
ભગવંતે કહ્યું – ગૌતમ ! ૭૮,૩૩૩ - ૧/૩ યોજન સુધી લંબાઈથી કહેલ છે. ૪૫,૦૦૦ યોજન દ્વીગત, ૩૩,૩૩૩ - ૧/રુ યોજન લવણ સમુદ્ગત. બંનેની સંકલનાથી
યથોક્ત માન પ્રાપ્ત થશે. આ દક્ષિણ-ઉત્તરથી લંબાઈ પરિમાણ અવસ્થિત છે. કંઈપણ મંડલાચારમાં વિપરિત વર્તતું નથી.
આ જ અર્થ સામસ્ત્યથી દૃઢ કરે છે – મેરુ વડે સૂર્ય પ્રકાશ હણાય છે, એમ
એકનો મત છે - બીજાનો નહીં. તેમાં પહેલાંના મતે આ સંમતિરૂપ ગાથા છે. તે પક્ષે આ વ્યાખ્યા છે – મેરુની મધ્યે કરણ. અર્થાત્ ચક્રવાલ ક્ષેત્રત્વથી આતાપ ક્ષેત્રના મેરુ મધ્યે કરીને યાવત્ લવણના દ - નિર્દેશના ભાવ પ્રધાનત્વથી સુંદતા - વિસ્તારનો છટ્ઠો ભાગ, આટલાં પ્રમાણ તાપક્ષેત્રની લંબાઈ છે. તેમાં મેરુથી આરંભીને જંબૂદ્વીપ સુધી યાવત્ ૪૫,૦૦૦ યોજન તથા લવણ વિસ્તાર બે લાખ યોજન છે, તેનો છઠ્ઠો ભાગ 33,333 - ૧/૩ યોજન છે. તે બંનેના મીલનથી ચચોક્ત પ્રમાણ આવે.
તે નિયમથી ગાડાની ઉદ્ધિ સંસ્થિત છે. આ સંસ્થાન અંદરથી સંકુચિત અને
27/7
૯.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
બહારથી વિસ્તૃત હોય છે.
હવે મેરુ વડે સૂર્ય-પ્રકાશ હણાતો નથી, એવું જે માને છે તેમના મતે બીજા અર્થને સૂચવનારી આ ગાથા છે. મેરુના અડધે, જ્યાં સુધીમાં લવણના રુદાંતના છ ભાગો છે, એના વડે મંદરાદ્ધ ૫૦૦૦ યોજન પૂર્વ રાશિમાં ઉમેરતા - ૮૩,333 - ૧/૩ થાય છે. આના વડે મેરુમાં રહેલ કંદરાદિના અંતે પણ પ્રકાશ થાય એમ જણાય છે. તેના વ્યાખ્યાનમાં સૂર્યપ્રજ્ઞપ્તિમાં શ્રી મલયગિરિજી જણાવે છે કે – અહીં તાપક્ષેત્રની સંભાવના વડે લંબાઈ પરિણામ યુક્ત છે, અન્યથા જંબૂદ્વીપ મધ્યમાં તાપક્ષેત્રના ૪૫,૦૦૦ પરિમાણ કહેલ છે. જ્યારે સૂર્ય બહાર નીકળે છે, ત્યારે તત્પત્તિબદ્ધ તાપક્ષેત્ર પણ હોય છે. તેથી જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સર્વયા મેરુ સમીપે પ્રકાશ પ્રાપ્ત થતો નથી. હવે તો પણ તેમાં મેરુ પરિધિ પરિક્ષેપથી અવિશેષ પરિણામ આગળ કહેલ છે.
ઉક્ત કથનમાં પાદલિપ્તસૂરિ વ્યાખ્યાન પણ સ્વીકારેલ છે. તેથી તેમાં આ વિષયે ગંભીર આશય શું છે ? તે અમે જાણતા નથી. કેમકે બાહ્ય મંડલક્ષેત્રમાં રહેલ સૂર્ય, આટલા પ્રમાણ તાપક્ષેત્ર લંબાઈથી પ્રતિપાદિત છે.
સચિંતર મંડલમાં તાપક્ષેત્ર સંસ્થિતિ કહી.
હવે પ્રકાશપૃષ્ઠ લગ્નત્વથી તેના વિપરીતરૂપથી સર્વાન્વંતર મંડલમાં અંધકાર સંસ્થિતિ પૂછે છે - સચિંતર મંડલ ચરણ કાળમાં કર્યુ સંક્રાંતિ દિવસે કયા આકારે અંધકાર સંસ્થિતિ કહેલ છે ? જો કે પ્રકાશ અને અંધકાર સહ અવસ્થાયિત્વના વિરોધથી સમાનકાલીનત્વ અસંભવ છે, તો પણ બાકીના ચારે જંબુદ્વી-ચક્રવાલ દશ ભાગોમાં સંભાવનામાં પૂછવાનો આશય હોવાથી તેમાં કોઈ વિરોધ નથી.
[શંકા] આલોકના અભાવરૂપ અંધકારના સંસ્થાનનો અસંભવ છે, તો તેનો પ્રશ્ન પૂછવાનું ઔચિત્ય શું?
[સમાધાન] નીલ, શીત, બહુલતમમ્ ઈત્યાદિ પુદ્ગલ ધર્મોના અભ્રાંત સાર્વજનીન વ્યવહારસિદ્ધત્વથી આનું પૌદ્ગલિકપનું સિદ્ધ હોવાથી સંસ્થાનનું પણ સિદ્ધ છે. તેનું પૌદ્ગલિકત્વ બીજા પૂર્વાચાર્યોએ સારી રીતે ચર્ચેલ હોવાથી વિસ્તારના ભયથી અમે
અહીં ચર્ચતા નથી.
ઉર્ધ્વમુખ કલંબુકા પુષ્પ સંસ્થાન સંસ્થિત અંધકાર સંસ્થિતિ કહેલ છે. અંદર સંકુચિત, બહાર વિસ્તૃત ઈત્યાદિ. તે - તાપક્ષેત્ર સંસ્થિતિ અધિકારમાં કહેલ જ લેવી. ક્યાં સુધી ગ્રહણ કરવી, તે કહે છે – જ્યાં સુધી તે અંધકાર સંસ્થિતિના સર્વાન્વંતર બાહા મેરુ પર્વતની સમીપે ૬૩૨૪ - ૬/૧૦ યોજન પરિધિથી થાય.
હવે તેની ઉપપત્તિ સૂત્રકાર જ કહે છે – પ્રશ્નસૂત્ર પૂર્વવત્ છે. ઉત્તરસૂત્રમાં જે મેરુની પરિધિ છે, તે ૩૧,૬૨૩ યોજન પ્રમાણ પરિધિ છે, તેને બે વડે ગુણીને, સર્વાન્વંતર મંડલમાં રહેલ સૂર્ય તાપક્ષેત્રના ત્રીજા ભાગના અપાંતરાલમાં રજનિ ક્ષેત્રના દશ ભાગ બબ્બે પ્રમાણથી છે. દશ વડે ભાંગતા - દશ ભાગથી હ્રિયમાણ આ પરિધિ વિશેષ કહેલ છે એમ ભગવંતે કહેલ છે, તે ગૌતમ સ્વશિષ્યોને કહેવું.